Home /News /lifestyle /રાત્રે ઊંઘ આવતી નથી? તો બેડરૂમમાં મુકો આ છોડ, સીધા સવારે જ ઉઠશો અને માનસિક શાંતિ મળશે
રાત્રે ઊંઘ આવતી નથી? તો બેડરૂમમાં મુકો આ છોડ, સીધા સવારે જ ઉઠશો અને માનસિક શાંતિ મળશે
માનસિક શાંતિ મળે છે.
Bedroom Plants for Sound Sleep: તમે ઇચ્છો કે તમને રાત્રે સારી ઊંઘ આવે તો આ પ્લાન્ટ્સ તમારા રૂમમાં મુકી દો. આ છોડ તમને રાત્રે ઊંઘ લાવવામાં મદદ કરે છે. આમ, જો તમને અનિદ્રાનો રોગ છે તો આ પ્લાન્ટ્સ તમારા માટે સારા સાબિત થઇ શકે છે. આ છોડ ઘરના વાતાવરણને શુદ્ધ બનાવવાનું કામ કરે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણાં લોકો એવા હોય છે જેમને રાત્રે ઊંઘ આવતી હોતી નથી. રાત્રે ઊંઘ ના આવવાને કારણે બીજો દિવસ ખરાબ જાય છે. ઊંઘ ના આવવાને કારણે શરીરમાં બેચેને લાગવી, થાક લાગવો, કોઇ કામમાં મન ના લાગવું..એમ અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. આ માટે રાત્રે ઊંઘ આવવી ખૂબ જરૂરી છે. આમ, જો વાત કરવામાં આવે તો આખી જીંદગી સ્વસ્થ રહેવા માટે પોષક તત્વોથી ભરપૂર ફૂડ્સનું સેવન કરવું જોઇએ. આમ, જો તમે પણ પૂરતી ઊંઘ લેતા નથી તો મેન્ટલી રીતે તમે બીમાર પડી જાવો છો. આ સાથે જ ડિપ્રેશન જેવી સમસ્યા થઇ શકે છે. તો આજે અમે તમને કેટલાક પ્લાન્ટ્સ વિશે જણાવીશું જેને તમે રૂમમાં રાખો છો તો તમને ઊંઘ સારી આવે છે.
તમે રાત્રે સારી ઊંઘ આવે એમ ઇચ્છો છો તો ખાસ કરીને આ છોડ તમારા રૂમમાં રાખો. આ છોડ તમાને ઊંઘ લાવવામાં મદદ કરે છે અને સાથે રિલેક્સ ફિલ કરાવે છે. આ છોડ તમારા રૂમનું વાતાવરણ પણ સારું બનાવે છે. તો જાણો આ વિશે..
સ્નેક પ્લાન્ટ
તમે સારી ઊંઘ લાવવા માટે ઇચ્છો છો તો રૂમમાં સ્નેક પ્લાન્ટ રાખો. આ એક નેચરલ એર પ્યૂરિફાયરની જેમ કામ કરે છે. આ રાત્રે ઓક્સીજન છોડે છે જેના કારણે તમને સારી ઊંઘ આવી શકે છે. આ હવાના કેટલાક રાસાયણિક રસાયણો જેમ કે જાઇલીન, ટ્રાઇક્લોરોએથિલિન, ટોલ્યૂનિ, બેંઝીન અને ફોર્મલડિહાઇડને દૂર કરવાનું કામ કરે છે.
તમને રાત્રે સારી ઊંઘ આવતી નથી તો તમે રૂમમાં એલોવેરા છોડ રાખો. આ છોડ અનિદ્રાના લોકો માટે પણ બેસ્ટ છે. આ છોડ તમે તમારા ડ્રોઇંગ રૂમ, બેડરૂમમાં લગાવી શકો છો. એલોવેરા રાત્રે ઓક્સીજન બનાવે છે જે તમારા રૂમના વાતાવરણને સારું કરે છે.
લેવેન્ડર
તમે તમારા રૂમમાં લેવેન્ડરનો છોડ પણ રાખી શકો છો. લેવેન્ડરની સુગંધ તમને આરામ અને રિલેક્સ કરવાનું કામ કરે છે. આ માટે તમે રૂમમાં લેવેન્ડરનો છોડ મુકો છો તો સુગંધ સારી આવે છે અને સાથે માનસિક શાંતિ પણ મળે છે. આ સાથે ઊંઘ પણ સારી આવે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર