Home /News /lifestyle /પિરીયડ્સમાં બહુ દુખાવો થાય છે? માત્ર 2 મિનિટમાં રાહત મેળવો, હંમેશ માટે છૂટકારો મળી જશે
પિરીયડ્સમાં બહુ દુખાવો થાય છે? માત્ર 2 મિનિટમાં રાહત મેળવો, હંમેશ માટે છૂટકારો મળી જશે
આ સમસ્યા દર મહિને મહિલાઓને થતી હોય છે.
Period pain: અનેક છોકરીઓને પિરીયડ્સ સમયે સખત દુખાવો અને સાથે હેવી બ્લીડિંગની ફરિયાદ રહેતી હોય છે. આ સમસ્યામાંથી છોકરીઓને દર મહિને પસાર થવુ પડે છે. આમ, તમને આ તકલીફ વધારે છે તો તમે આ રીતે રાહત મેળવો.
Periods pain: છોકરી દર મહિને પિરીયડ્સમાં થાય છે. પિરીયડ્સની સમસ્યા એક એવી છે જેમાં ઘણી છોકરીઓને વઘારે પેઇન થતુ હોય છે, જ્યારે અનેક છોકરીઓને બ્લીડિંગ વધારે થાય છે. પિરીયડ્સ જ્યારે દુખાવો થાય ત્યારે એ સહન કરવો અઘરું પડી જાય છે. આમ, તમે પણ પિરીયડ્સમાં થાવો અને બહુ દુખાવો થાય છે તો આ ઘરેલું ઉપાયો અસરકારક છે. આ ઉપાયોથી તમને તરત રાહત થઇ જશે અને સાથે હંમેશ માટે છૂટકારો મળી જશે. તો જાણો આ ઉપાયો વિશે તમે પણ અને રાહત મેળવો.
પિરીયડ્સમાં થાવો અને તમને બહુ દુખાવો થાય છે તો તમે સૌથી પહેલાં ગરમ પાણીનો શેક કરવા લાગો. ગરમ પાણીનો શેક કરવાથી તમને રાહત થઇ જાય છે. આ શેક માટે તમે પાણીની ગરમ થેલી લો અને પછી એને પેઢાના ભાગ પર મુકો. આમ કરવાથી તમને રાહત થાય છે. ત્યારબાદ 10 મિનિટ રહીને તમે પગની નીચે આ થેલી મુકી દો. આમ કરવાથી તમને રાહત થઇ જશે.
પિરીયડ્સમાં તમને અસહ્ય દુખાવો થાય છે અને સાથે બ્લીડિંગની સમસ્યા વધારે રહે છે તો તમે ડોક્ટરની સલાહ લો. આ સાથે જ તમે તમારા ગાયનેકોલિજિસ્ટની સલાહ લઇ શકો છો. આમ, તમે ડોક્ટરની સલાહથી પ્રોપર રીતે ફોલો કરો.
તમે પિરીયડ્સમાં થાવો છો અને તમને બહુ દુખાવો થાય છે તો તમે તજનો એક ટુકડો મોંમા મુકી દો. તજનો ટુકડો મોંમા રાખવાથી તમને બે જ મિનિટમાં પિરીયડ્સના દુખાવામાંથી રાહત થઇ જશે. આ સાથે જ તમે 5 દિવસ સુધી સતત તજનો ટુકડો મોંમા રાખો. આ એક તજના ટુકડાથી તમને હંમેશ માટે દુખાવામાંથી છૂટકારો મળી જાય છે.
પિરીયડ્સ સમયે થતા દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે અજમો પણ લઇ શકો છો. આ માટે તમે એક કલાક પહેલાં એક ચમચી અજમાને પાણીમાં પલાળી દો અને પછી આ અજમાનું પાણી પી લો અને પલાળેલો અજમો ખાઓ. આમ કરવાથી તમને પિરીયડ્સ સમયે થતો દુખાવો અને વધારે બ્લીડિંગની સમસ્યામાંથી રાહત થઇ જાય છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર