Home /News /lifestyle /બેઠા-બેઠા આ 4 ગંદી આદતોને કારણે વધે છે વજન, જાણો અને આજે જ સુધારો નહીં તો..
બેઠા-બેઠા આ 4 ગંદી આદતોને કારણે વધે છે વજન, જાણો અને આજે જ સુધારો નહીં તો..
આ આદતો આજે જ બદલી નાંખો.
What habits make you gain weight: આજનાં આ સમયમાં અનેક લોકોની લાઇફ સ્ટાઇલ ખરાબ હોય છે. આ ખરાબ લાઇફ સ્ટાઇલની સૌથી મોટી અસર હેલ્થ પર પડે છે. આમ, જો વાત કરવામાં આવે તો તમે તમારી આદતો સુધારતા નથી તો તમારું વજન બેઠા-બેઠા જ વધતુ જાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શું તમને પણ ઝડપથી ખાવાની આદત છે? શું તમે પણ બેઠાળુ જીવન જીવો છો? જો હા તો તમે જલદી જ મોટાપાનો શિકાર બનો છો. આપણી આ ગંદી આદતોથી આપણે મોટાપાનો શિકાર સમય કરતા પહેલા બની જઇએ છીએ. તો આજે અમે તમને એવી 5 ગંદી આદતો વિશે જણાવીશું જે તમારું વજન વધારવાનું કામ કરે છે. આ આદતો તમે બદલો છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ આદતો મોટાભાગનાં લોકોમાં હોય છે. તો જાણી લો તમારી આ ખરાબ આદતો વિશે જે તમારે સુધારવાની જરૂર છે.
ઘણાં લોકો ખાવાનું ખાવાથી બચે છે. આ સાથે જ અનેક લોકો ખાવાની વચ્ચે લાંબો-લાંબો ગેપ રાખતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. તમારી આ રીત તમને મોટાપાનો શિકાર બનાવી દે છે. આમ, જો તમને પણ આવી આદત છે તો તમારે સુધારવાની જરૂર છે. ઓછુ ખાવાથી મેટાબોલિઝમને સ્લો કરે છે જેના કારણે તમારું વજન વધી શકે છે.
ઝડપથી ખાવાનું ખાઓ અને પાણી પીવું
ઘણાં બધા લોકોને ઝડપથી ખાવાની આદત હોય છે. તમારી આ આદત તમને સમય જતા ભારે પડી શકે છે. આ સાથે જ ઘણાં લોકોને ખાવાની સાથે-સાથે વચ્ચે પાણી પીવાની આદત હોય છે. પાણી પીવાની આદત ખોટી છે. આ રીતે તમારી ડાયજેશન સિસ્ટમને પ્રભાવિત કરે છે. આ સાથે જ ખાવાનું બરાબર પચતુ નથી અને તમે મોટાપાનો શિકાર બનો છો.
દરેક લોકોએ વોકિંગ માટે તો જવુ જ જોઇએ. રેગ્યુલર વોકિંગ કરવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. અનેક લોકો જમીને તરત જ બેસી જતા હોય છે. આમ દરેક વ્યક્તિએ જમવાનું જમ્યા પછી 10 થી 15 મિનિટ માટે વોકિંગ કરવુ જોઇએ. આમ કરવાથી ખાવાનું પચે છે અને વજન વધતુ નથી.
બેઠા-બેઠા મોબાઇલ પર વાત કરવી
ઘણાં લોકો લાંબા સમય સુધી મોબાઇલ પર વાતો બેઠા-બેઠા કરતા હોય છે. આમ, જો તમને મોબાઇલ પર વાત કરવી છે તો તમે ચાલતા-ચાલતા કરો જેથી કરીને વજન વધે નહીં.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર