Home /News /lifestyle /માત્ર ઘી-દૂધ જ નહીં, વજન વધારવા માટે ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ, સડસડાટ વજન વધી જશે

માત્ર ઘી-દૂધ જ નહીં, વજન વધારવા માટે ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ, સડસડાટ વજન વધી જશે

વજન વધારવાની ટિપ્સ

food Items Can Increase Weight: ઘણાં લોકો બહુ પાતળા હોય છે. પાતળા લોકો વજન વધારવા માટે અનેક ઘણી મહેનત કરતા હોય છે તેમ છતાં એમનું વજન વધતુ નથી અને એમની મહેનત નકામી જાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકો વજન ઉતારવા માટે ખૂબ મહેનત કરતા હોય છે, જ્યારે ઘણાં બધા બાળકોથી લઇને અમુક લોકો વજન વધારવા માટે પ્રયત્ન કરતા હોય છે તેમ છતાં વજન વધતુ હોતુ નથી. વજન વધારવા માટે લોકો નવી-નવી વસ્તુઓ ખાતા હોય છે. ઘણાં લોકો બહુ પાતળા હોય છે. વધારે પાતળા હોવું પણ તમને અનેક બીમારીનો સંકેત આપે છે. વજન વધારવા માટે ડાયટ એક મહત્વપૂર્ણ બાબત છે. તમારું ડાયટ તમે પ્રોપર રીતે લો છો તો તમારું વજન વધે છે. ઉંમર અને હાઇટ પ્રમાણે વજન બરાબર હોવું એ ખૂબ જરૂરી છે. ઘણાં લોકો વજન વધારવા માટે દૂધ અને ઘીનો ઉપયોગ વધારે કરતા હોય છે, પરંતુ આ વસ્તુ યોગ્ય નથી. તો જાણો વજન વધારવા માટે કેવું હોવું જોઇએ તમારું ડાયટ.

    આ પણ વાંચો: તમારા બાળકની ઉંમર 10 વર્ષથી વઘારે છે?

    કાર્બોહાઇડ્રેટ


    વજન વઘારવા માટે કાર્બોહાઇડટ મહત્વની ભૂમિકા ભજવે છે. મેડિકલ ન્યૂઝ ટુડેના અનુસાર કાર્બ્સ એક પોષક તત્વ જે શરીરમાં એનર્જી આપવાનું કામ કરે છે. જે લોકો વજન વધારવા ઇચ્છે છે એમને ઘઉં, મેંદો, પાસ્તા, બટાકા, ચોખાને ડાયટમાં સામેલ કરવા જોઇએ.

    ચોખા


    ચોખામાં વધારે માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે જે વજન વધારવામાં મદદ કરે છે. 100 ગ્રામ ચોખામાં લગભગ 357 કેલરી હોય છે. આ માટે જો તમે નિયમિત રીતે ચોખાની વાનગીઓ ખાઓ છો તો તમારું વજન ઝડપથી વધવા લાગે છે.

    આ પણ વાંચો:  ટાઇપ 1 ડાયાબિટીસથી શરીરના આ અંગો થાય છે ખરાબ

    હોલ ગ્રેન બ્રેડ


    હોલ ગ્રેન બ્રેડમાં કોમ્પલેક્સ કાર્બ્સ હોય છે. વજન વધારવા માટે સફેદ બ્રેડનું સેવન તમે કરો છો તો તમારું વજન ઝડપથી વધે છે. સફેદ બ્રેડમાં ભરપૂર પ્રમાણમાં કાર્બ્સ અને પ્રોટીન હોય છે. બ્રેડની સાથે તમે દૂધ પીઓ છો તો તમારું વજન વધવા લાગે છે.

    ડ્રાય ફ્રૂટ્સ


    ડ્રાય ફ્રૂટ્સમાં ફ્રુક્ટોઝ હોય છે જે મીઠાસનું કામ કરે છે. આ એક પ્રાકૃતિક સ્વીટનર છે જે ખાવામાં કેલરી વધારવાનું કામ કરે છે. આ માટે તમે દલિયા, ઓટ્સને દહીંમાં મિક્સ કરીને ખાઓ છો તો તમારું વજન ઝડપથી વધે છે. ડ્રાય ફ્રૂટ્સ તમારું વજન વધારવામાં ઉપયોગી છે.


    ડાર્ક ચોકલેટ


    ડાર્ક ચોકલેટ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ઘણો ફાયદો થાય છે. ડાર્ક ચોકલેટમાં રહેલા તત્વો વજન વધારવામાં ઉપયોગી છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Baking Bread, Brown Rice, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन