Home /News /lifestyle /કમળો થાય ત્યારે પીઓ આ દેસી ડ્રિંક્સ, ફાસ્ટ રિકવરી મળશે અને સાજા થઇ જશો
કમળો થાય ત્યારે પીઓ આ દેસી ડ્રિંક્સ, ફાસ્ટ રિકવરી મળશે અને સાજા થઇ જશો
Jaundice Health Tips: કમળાની તકલીફમાં વ્યક્તિએ પોતાની હેલ્થનું અનેક ઘણું ધ્યાન રાખવાનું હોય છે. કમળાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે આ દેસી ડ્રિંક્સનું સેવન કરો છો તો અનેક ઘણાં ફાયદાઓ થાય છે.
Jaundice Health Tips: કમળાની તકલીફમાં વ્યક્તિએ પોતાની હેલ્થનું અનેક ઘણું ધ્યાન રાખવાનું હોય છે. કમળાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે આ દેસી ડ્રિંક્સનું સેવન કરો છો તો અનેક ઘણાં ફાયદાઓ થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આંખો પીળી લાગવી, નખ પર પીળા પડવા..આ ટાઇપના લક્ષણો કમળો થવાના છે. કમળો એક એવી ગંભીર બીમારી છે જે લિવરને અનેક રીતે નબળુ કરી દે છે. આને કમળો અથવા પિળીયો પણ કહેવામાં આવે છે. કમળો થાય અને તમે આ વિશે પ્રોપર ધ્યાન આપતા તો નથી અનેક મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો. આ માટ જ્યારે પણ કમળો થાય અને એના લક્ષણો શરીરમાં દેખાય તો તરત જ ડોક્ટરને બતાવો. તો આજે અમે તમને એવા દેસી ડ્રિંક વિશે જણાવીશું જેની મદદથી તમે કમળાની તકલીફમાંથી કાબુ મેળવી શકશો.
કમળો થાય ત્યારે પેસેન્ટની બોડી હાઇડ્રેટેડ હોય એ જરૂરી છે. મેડિકલન્યૂઝટુડે અનુસાર કમળો થાય ત્યારે શું ખાવુ જોઇએ અને શું નહીં એ વિશે ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. કેટલાક ફ્રૂટ જ્યૂસ એવા હોય છે જે તમને લાભ પહોંચાડે છે.
ગાજરનો જ્યૂસ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. તમને જ્યારે પણ કમળો થાય ત્યારે તમે ગાજરનો જ્યૂસ પીવાનું શરૂ કરી દો. આ સાથે જ તમે ગાજરનો સલાડ પણ ખાઇ શકો છો.
નારિયેળ પાણી
નારિયેળ પાણી અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. નારિયેળ પાણી પીધા પછી શરીરમાં એનર્જી આવે છે. આ સાથે જ લિવર ફ્રેન્ડલી ન્યૂટ્રિએન્ટ્સ પણ હોય છે શરીરને લાભ પહોંચાડે છે.
ટામેટા સ્વાસ્થ્ય અને સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. ટામેટામાં લાઇકોપીન નામનું તત્વ હોય છે જે લિવરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. કમળો થાય ત્યારે આ જ્યૂસ પીવો જોઇએ।
છાશ
દેસી ડ્રિંકની વાત કરીએ તો છાશ એક બેસ્ટ ઓપ્શન છે. છાશ પીવાથી બોડી હાઇડ્રેટ રહે છે અને સાથે-સાથે લિવરને પણ લાભ પહોંચે છે. આ માટ કમળો થાય ત્યારે સવારમાં અને સાંજે છાશ પીઓ.
પપૈયુ
કમળામાં તમે પપૈયાનું સેવન પણ કરી શકો છો. પપૈયાનો જ્યૂસ અનેક રીતે શરીરને લાભ પહોંચાડે છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર