Home /News /lifestyle /Thyroid in Children: બાળકોમાં વધી રહ્યા છે થાઇરોઇડના કેસ, આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરને બતાવો

Thyroid in Children: બાળકોમાં વધી રહ્યા છે થાઇરોઇડના કેસ, આ લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરને બતાવો

થાઇરોઇડના લક્ષણો

Thyroid in Children: આજના આ સમયમાં મોટાભાગના બાળકો થાઇરોઇડની ઝપેટમાં આવતા હોય છે. એવામાં બાળકો પર ખાવાપીવાની બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આમ, બાળકોમાં થાઇરોઇડના લક્ષણો, કારણો અને ઉપચારો વિશે જાણી લો તમે પણ..

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: થાઇરોઇડની સમસ્યા પુરુષો કરતા મહિલાઓમાં વધારે જોવા મળે છે, પરંતુ તમને એ વાત જાણીને હેરાન થશે કે આ સમસ્યા બાળકોમાં પણ વઘારે જોવા મળી રહી છે. આ જેનેટિક પણ હોઇ શકે છે. પ્રેગનન્સીમાં આયોડીનનું સેવન વધાર કરવામાં આવે તો થાઇરોઇડની સમસ્યા થઇ શકે છે. પ્રીમેચ્યોર બાળકોમાં થાઇરોઇડની સમસ્યા વધારે હોઇ શકે છે. જો કે આજની આ ફાસ્ટ લાઇફમાં બાળકો અનેક નાની-મોટી બીમારીઓની ઝપેટમાં જલદી આવે છે. ડાયાબિટીસ, થાઇરોઇડ જેવી અનેક સમસ્યાનો ભોગ બાળકો જલદી બની રહ્યા છે.

જાણો શું છે થાઇરોઇડ


આપણાં ગળામાં તિતલી આકારની એક ગ્રંથિ હોય છે જે થાઇરોઇડ ગ્લેન્ડ નામથી જાણીતું છે, જે આપણી બોડીમાં T3 અને T4નું નિર્માણ કરે છે. શરીરમાં થતી અનેક ગતિવિધીઓને આ હોર્મોન્સ કંટ્રોલ કરવામાં મદદ કરે છે જેમાં મેટાબોલિઝમને બનાવી રાખવામાં, મુડ ફ્રેશ કરવા, શરીરના ટેમ્પરેચરને નિયંત્રિત કરવા વગેરે. આ હોર્મોન્સ અસંતુલિત થવા લાગે છે જે આપણાં શરીરમાં દરેક એક્ટિવિટીને ગડબડ કરે છે.

આ પણ વાંચો: પ્રેગનન્સીમાં આ પોઝિશનમાં ઊંઘવાથી થાય છે અનેક લાભ

બાળકોમાં થાઇરોઇડના લક્ષણો



  • બાળકોમાં શારિરિક-માનસિક વિકાસની ધીમિ ગતિ થવી

  • નબળાઇ આવવી

  • મોડા દાંત આવવા

  • કોઇ પણ કામમાં મજા ના આવવી

  • વાળ ખરવા

  • છોકરીઓને અનિયમિત માસિક ચક્ર

  • વજન વધવું

  • ડિપ્રેશન અને એન્ઝાઇટી થવી


આ પણ વાંચો: શું તમે પણ બાળકને બોટલથી દૂધ પીવડાવો છો?

થાઇરોઇડના બે પ્રકાર



  •  હાઇપર થાઇરોઇડ

  • હાઇપો થાઇરોઇડ


હાઇપો થાઇરોઇડની સારવાર


હોર્મોન્સની ઉણપને કારણે આ સમસ્યા થાય છે. આની સારવાર માટે હોર્મોન્સ રિપ્લેસમેન્ટ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે.

હાઇપર થાઇરોઇડની સારવાર




હોર્મોન્સની અધિકતાને કારણે આ પરિસ્થિતિ થાય છે. આમ કેટલીક દવાઓથી આ હોર્મોન્સને કંટ્રોલ કરવાની કોશિશ કરવામાં આવે છે. આની સારવાર થાઇરોઇડ સર્જરી દ્રારા કરવામાં આવે છે. ફાસ્ટ ફુડનું સેવન ઓછો કરો. વધારે માત્રામાં ખાંડનું સેવન કરવાનું ટાળો. આમ, જો તમને બાળકોમાં આ લક્ષણો દેખાય તો તમે તરત જ ડોક્ટરને બતાવો અને આની સારવાર કરો. આ લક્ષણોને પેરેન્ટ્સ ઇગ્નોર કરશો નહીં.
First published:

Tags: Life style, Thyroid, Thyroid Symptoms