Home /News /lifestyle /કબજીયાત+ગેસની તકલીફથી કંટાળી ગયા છો? તો આ વસ્તુઓથી દૂર રહો, આ નેચરલ ઉપાયો છે બેસ્ટ
કબજીયાત+ગેસની તકલીફથી કંટાળી ગયા છો? તો આ વસ્તુઓથી દૂર રહો, આ નેચરલ ઉપાયો છે બેસ્ટ
આ ઘરેલું ઉપાયો બેસ્ટ છે.
Digestive Health: ઘણાં લોકોને કબજીયાતની તકલીફ કાયમ માટે રહેતી હોય છે. આ સાથે જ ગેસની સમસ્યા પણ થતી હોય છે. આ તકલીફને દૂર કરવી ખૂબ જરૂરી છે. આમ જો તમે કબજીયાત અને ગેસની તકલીફથી કંટાળી ગયા છો તો આ ઉપાય બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: અનેક લોકોને પેટમાં કબજીયાત અને ગેસની સમસ્યા સામાન્ય રીતે રહેતી હોય છે. આ તકલીફમાંથી છૂટકારો મેળવવો ખૂબ જરૂરી છે. કબજીયાત અને ગેસની તકલીફમાંથી રાહત મેળવવા માટે અનેક ઘરેલું ઉપાયો અજમાવી શકો છો. આ માટે જરૂરી છે કે ફૂડ હેબિટમાં બદલાવની સાથે-સાથે તમે હેલ્થનું ધ્યાન રાખો. આ માટે ઘણા એવા ફૂડ્સ છે જેનું તમે રેગ્યુલર સેવન કરો છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. ઇન્ડિયન એક્સપ્રેસની ખબર અનુસાર રિંગણ, કોબીજ તેમજ કાકડી જેવી અનેક વસ્તુઓ તમને પેટમાં ગેસ કરે છે. આમ, જો તમને ગેસની તકલીફ છે તો ખાસ ફોલો કરો આ ટિપ્સ..
ગેસની સમસ્યા છે તો આ વસ્તુઓથી દૂર રહો
ન્યૂટ્રિશનિસ્ટ અંજલિ મુખર્જી અનુસાર ગેસની સમસ્યાથી તમે પીડાઇ રહ્યા છો તો ડાઇજેશન સારું કરવું ખૂબ જરૂરી છે. આ માટે તમે થાળીમાંથી આ વસ્તુઓને દૂર કરી લો. મુખર્જી એ એમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી એવા ફૂડ્સનું સેવન ના કરો જેના કારણે તમને ગેસની તકલીફ થાય.
હેલ્થલાઇન અનુસાર પેરુ, સફરજન જેવા ફળો તમારા શરીરમાં પેટમાં ગેસ બનાવે છે. એવા ફળો જે ખાવાથી તમને વધારે હવા અંદર લેવી પડે છે જે ગેસ ફોર્મેશનું કારણ બની શકે છે જેમ કે હાર્ડ કેન્ડી અને કાર્બોનેટેડ ડ્રિંક્સ. ડાયટિશિયન ગરિયા ગોયલ અનુસાર કેટલાક ફૂડ્સ એવા પણ છે જે પેટમાં બનતા ગેસની સમસ્યામાંથી રાહત અપાવે છે. તો જાણી લો આ નેચરલ રેમેડિઝ વિશે..
પિપરમેન્ટ ટી
એક ગ્લાસ પાણીમાં ફુદીનાના કેટલાક પાન નાખીને ઉકાળી લો અને પછી પીઓ. આનાથી ગેસની સમસ્યામાંથી રાહત મળી જશે.
સ્વાસ્થ્ય માટે અનેક રીતે હર્બલ ટી ફાયદાકારક છે. હર્બલ ટી ગેસની સમસ્યામાંથી તમને રાહત અપાવવાનું કામ કરે છે. આ માટે તમે વરિયાળી અને જીરું પણ ઉકાળીને પી શકો છો.
યોગર્ટ
પ્રોબાયોટિક જેમ કે યોગર્ટ ડાઇજેશનને સારું બનાવવામાં મદદ કરે છે. આ સાથે જ ગેસની તકલીફમાંથી તમને રાહત અપાવે છે.
આખા ધાણાં
આખા ધાણાંને તમે આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારમાં ખાલી પેટ એનું પાણી પી લો. પછી આ ધાણાં ચાવી જાવો. આમ કરવાથી ગેસની સમસ્યામાંથી રાહત મળી જશે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર