Home /News /lifestyle /શિયાળામાં Hot Shower લેવાથી સ્કિનથી લઇને આંખોને થાય છે આ ભયંકર નુકસાન, જાણો નહીં તો..

શિયાળામાં Hot Shower લેવાથી સ્કિનથી લઇને આંખોને થાય છે આ ભયંકર નુકસાન, જાણો નહીં તો..

હોટ શાવરના નુકસાન

side effects of hot shower: શિયાળાની સિઝનમાં ફરવાની જેટલી મજા આવે છે એટલી જ મજા ગરમ પાણીથી સ્નાન કરવાની આવે છે. પરંતુ તમને જણાવી દઇએ કે ગરમ પાણીથી સ્નાન કરવાથી હેલ્થ અને સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઉનાળો અને ચોમાસું કરતા ઠંડીની સિઝનની મજા કંઇક અલગ જ આવે છે. શિયાળાની સિઝનમાં આપણે ગરમ કપડાની સાથે-સાથે ગરમ પાણીનો પણ નાહ્વા માટે ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં બહુ ઓછા લોકો એવા હોય છે જે ઠંડા પાણીથી સ્નાન કરે છે. કહેવાય છે કે શિયાળાની ઠંડીમાં ઠંડા પાણીથી સ્નાન કરવાથી અને બીમારીઓથી તમે દૂર રહો છો. આ સાથે જ ઇમ્યુનિટી સિસ્ટમ પણ સ્ટ્રોંગ થાય છે. સામાન્ય રીતે વાત કરવામાં આવે તો ગરમ પાણીથી સ્નાન કરવાથી થાક ઉતરી જાય છે અને સાથે રિલેક્સ થઇ જવાય છે, પરંતુ શું તમે જાણો છો ગરમ પાણીથી સ્નાન કરવાથી હેલ્થને શું નુકસાન થાય છે?

    આ પણ વાંચો: આ રીતે ગંદી અને ચીકણી Chimney સાફ કરી દો

    રોમ છિદ્રો મોટા થાય


    એક્સપર્ટ અનુસાર ગરમ પાણીથી સ્નાન કરવાથી ત્વચા પરના છિદ્રો મોટા થઇ જાય છે. આ છિદ્રો મોટા થવાથી સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. ત્વચા પરના છિદ્રો મોટા થવાને કારણે એમાં ધૂળ, માટી જાય છે જે સ્કિનને અંદરથી નુકસાન પહોંચાડે છે.

    સ્કિન ડેમેજ થાય


    તમે બહુ ગરમ પાણીથી સ્નાન કરો છો તો તમારે બંધ કરી દેવું જોઇએ. ગરમ પાણીથી સ્નાન કરવાથી સ્કિનને અનેક રીતે નુકસાન થાય છે. ગરમ પાણીથી જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે નેચરલ મોઇસ્યુરાઇઝર ખતમ થઇ જાય છે અને સાથે સ્કિન ડેમેજ થાય છે. આ સાથે જ શરીરમાં રેશિસ, એગ્જિમા, પિંપલ્સ અને ઇચિંગ જેવી સમસ્યાઓ થવા લાગે છે.

    આ પણ વાંચો: શિયાળાની ઠંડીમાં આ ગરમ જગ્યાઓ ફરી લો

    આંખો નબળી થાય


    ગરમ પાણીથી સ્નાન કરવાથી આંખો નબળી પડવા લાગે છે. ગરમ પાણીથી આપણે જ્યારે સ્નાન કરીએ ત્યારે આંખોમાં રેડનેસ, ખંજવાળ અને વારંવાર પાણી નિકળવાની સમસ્યા રહેતી હોય છે. આંખોની આસપાસ કરચલીઓ પડવા લાગે છે. આ માટે જો તમે ગરમ પાણી કરતા નોર્મલ પાણીથી સ્નાન કરો છો તો સૌથી બેસ્ટ છે.


    બ્લડ સર્કુલેશન ઝડપથી થાય


    જ્યારે તમે ગરમ પાણીથી સ્નાન કરો છો ત્યારે શરીરમાં બ્લડ સર્કુલેશન ઝડપથી થાય છે જેના કારણે બ્લડ પ્રેશરની સમસ્યાઓ થઇ શકે છે. આમ, જો તમે બહુ ગરમ પાણીથી સ્નાન કરો છો તો તમારે બંધ કરી દેવું જોઇએ. આ માટે દરેક લોકોએ સામાન્ય પાણીથી સ્નાન કરવુ જોઇએ.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life style

    विज्ञापन
    विज्ञापन