Home /News /lifestyle /Erectile Dysfunction: આ કારણે પુરુષો બની રહ્યા નપુંસકતાનો ભોગ, દરેક પુરુષ ખાસ જાણો આ વિશે

Erectile Dysfunction: આ કારણે પુરુષો બની રહ્યા નપુંસકતાનો ભોગ, દરેક પુરુષ ખાસ જાણો આ વિશે

લોકોમાં વધી રહ્યું છે સ્ટ્રેસ લેવલ

Erectile Dysfunction: આજનાં આ સમયમાં સ્ટ્રેસ લેવલ દરેક લોકોમાં વધતુ જાય છે. સ્ટ્રેસ વધવાને કારણે વ્યક્તિને અનેક ઘણી તકલીફો પડે છે. સતત સ્ટ્રેસમાં રહેવાથી વ્યક્તિના શરીરમાં અનેક ઘણી બીમારીઓ એન્ટ્રી કરવા લાગે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો સ્ટ્રેસફુલ રહેતા હોય છે. સતત સ્ટ્રેસમાં રહેતી વ્યક્તિ અનેક ઘણી બીમારીઓથી પીડાય છે. જો કે દિવસને દિવસે લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધતુ જાય છે. ડેલી રૂટિનમાંથી સ્ટ્રેસ ફ્રી રહેવું ખૂબ જરૂરી છે. સ્ટ્રેસ લેવાથી માનસિક અને શારિરિક રીતે હેલ્થને અનેક ધણું નુકસાન થાય છે. એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે માનસિક તણાવથી ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે નપુંસકતા પર અસર કરે છે. આ માટે લાઇફમાં સ્ટ્રેસ ફ્રી રહેવું ખૂબ જરૂરી છે.

    ઓનલી માય હેલ્થ અનુસાર લગભગ 52 ટકા પુરુષો એમના જીવનકાળમાં ક્યારેકને ક્યારેક ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી પીડિત હોય છે. એક્સપર્ટનું માનીએ તો તણાવ ગ્રસ્ત લોકોમાં ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન્સમાં ઉણપ આવે છે અને આનાથી પુરુશ પિતા બનવામાં સફળ રહી શકતો નથી.

    આ પણ વાંચો: મહિલાઓને આ સમયે શરીર પડવા લાગે છે પીળુ

    તણાવ દરમિયાન એડ્રેનાલાઇન અને કાર્ટિસોલ હોર્મોન્સનું ઉત્પાદન ઝડપથી થવા લાગે છે અને કોર્ટિસોલનું સ્તર વઘવાથી યૌન ઇચ્છાનું સ્ટિરોઇડનું સ્તર ઓછુ થવા લાગે છે. તો જાણો આ વિશે વધુમાં તમે પણ..

    મનોવૈજ્ઞાનિક ઇરેક્ટાઇલ ડિસફંક્શન


    ચિંતા


    ચિંતા તણાવનું સૌથી મોટુ કારણ છે. તમે નાની-નાની વાતો પર ચિંતા કરવા લાગો છો તો સ્ટ્રેસ લેવલ વધવા લાગે છે જેના કારણે હ્રદય અને બ્લડ પ્રેશર વધવા લાગે છે. આ કારણે તમે ઝડપથી શ્વાસ લેવા લાગો છો. સ્ટ્રેસને કારણે નર્વસ સિસ્ટમ ઠીકથી કામ કરી શકતી નથી અને ઇરેક્શનની શરૂઆત થઇ જાય છે.

    આ પણ વાંચો: લિવરને હેલ્ધી રાખવા આ 3 વસ્તુઓનું સેવન કરો

    દૂર્વ્યવહાર


    દૂર્વ્યવહારને કારણે અનેક પ્રકારની તકલીફ શરીરને થાય છે. કોઇ પણ પ્રકારના યૌન ઉત્પીડનને કારણે અનેક લોકોમાં ચિંતા રહેતી હોય છે જે ધીરે-ધીરે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું કારણ બની શકે છે.

    વર્ક લોડ


    આજનાં આ સમયમાં અનેક લોકોને વર્ક લોડ સતત રહેતો હોય છે. સતત વર્ક લોડને કારણે વ્યક્તિ સ્ટ્રેસમાં રહે છે જેના કારણે અનેક બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરવા લાગે છે.


    ડિપ્રેશન


    આજનાં આ સમયમાં ડિપ્રેશન એક એવી બીમારી છે જેમાંથી અનેક લોકો પસાર થઇ રહ્યા છે. આ માટે ડિપ્રેશનમાંથી બહાર આવવું ખૂબ જરૂરી છે. સતત ડિપ્રેશનમાં રહેતા લોકોમાં અનેક બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરવા લાગે છે. આ લક્ષણો પણ યૌન ક્ષમતા અને યૌન ઇચ્છાઓ પર નેગેટિવ અસર નાંખી શકે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health Tips, Life style

    विज्ञापन
    विज्ञापन