Home /News /lifestyle /'ચા'ના ચાહક છો? નથી છૂટતી ચા પીવાની આદત? તો ફોલો કરો આ 3 ટિપ્સ
'ચા'ના ચાહક છો? નથી છૂટતી ચા પીવાની આદત? તો ફોલો કરો આ 3 ટિપ્સ
ચા હેલ્થ માટે નુકસાનકારક છે.
Disadvantages of Drinking too Much Tea: અનેક લોકોને ચા પીવાની આદત હોય છે. ચા પીવાથી હેલ્થને અનેક રીતે નુકસાન થાય છે. જો તમે રેગ્યુલર ચા પીઓ છો અને આ આદતમાંથી બહાર આવવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ભારતમાં ચાનું ચલણ ખૂબ વધારે છે. ઘણાં લોકો એવા હોય છે જેમને જમ્યા પછી ચા પીવાની આદત હોય છે, તો ઘણાં લોકોને રાત્રે ઊંઘતા પહેલા ચા પીવાની લત હોય છે. તમે ચા વઘારે પીઓ છો તો તમારે ઓછી કરી દેવી જોઇએ. ચા પીવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. સવારમાં ઉઠતાની સાથે જ ઘણાં લોકોને બેડ ટી પીવાની આદત હોય છે. બેડ ટીની ડિમાન્ડ અનેક લોકો કરતા હોય છે. આ સાથે જ અનેક લોકો એવા હોય છે જે સવારમાં કે બપોરે ચા પીતા નથી તો માથુ દુખવા લાગે છે. આમ, જો તમને ચા પીવાની આદત છે અને તમે છોડવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે.
ચા છોડવા માટે ત્યાગ કરવો પડે છે. જે લોકો ચાના દિવાના હોય છે એમને માથુ દુખવાની સમસ્યા વધારે રહેતી હોય છે, પરંતુ ખરેખર તમે ચા પીવાનું બંઘ કરવાનું વિચારી રહ્યા છો તો તમે સૌથી પહેલા દિવસ દરમિયાન જેટલા પ્રમાણમાં ચા પીઓ છો એના કરતા થોડી ઓછી કરો. એકદમ બંધ કરવાથી તકલીફ થાય છે. આમ કરવાથી ધીરે-ધીરે ચાની આદત છુટી જશે.
ઘણાં લોકોને અનેક કારણોસર પણ ડોક્ટર ચા બંધ કરવાનું કહેતા હોય છે. તમે ચાની લતમાંથી બહાર આવવા ઇચ્છો છો તો હર્બલ ટી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. તમને જ્યારે પણ ચા પીવાનું મન થાય ત્યારે તમે હર્બલ ટી પીઓ. હર્બલ ટી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.
બપોરમાં ચાની જગ્યાએ જ્યૂસ પીઓ
મિડ ડે થતાની સાથે જ તમને ચા પીવા જોઇએ છે અને તમે આમાંથી બહાર આવવા ઇચ્છો છો તો બપોરના સમયે જ્યૂસ પીઓ. બપોરના સમયની ચા છોડવી થોડી અઘરી પડે છે પરંતુ જો તમે મન મક્કમ કરો છો તો ચાની લત છૂટી જાય છે. બપોરના સમયે જ્યૂસ પીવાથી પાચન તંત્ર સારુ રહે છે. તમે રેગ્યુલર જ્યૂસ પીશો તો ચાની આદત છૂટી જશે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર