Home /News /lifestyle /વધારે પ્રોટીન લેવાથી શરીરને અંદરથી થાય છે ખતરનાક નુકસાન, જાણો નહીં તો આ બીમારીઓનો ભોગ બનશો

વધારે પ્રોટીન લેવાથી શરીરને અંદરથી થાય છે ખતરનાક નુકસાન, જાણો નહીં તો આ બીમારીઓનો ભોગ બનશો

પ્રોટીન વઘારે લેવાથી હેલ્થને નુકસાન થાય છે.

Health care: આપણાં ડાયટમાં પ્રોટીન અને મિનરલ્સ હોવા જોઇએ, નહીં તો આપણે અનેક બીમારીઓનો ભોગ બનીએ છીએ. પરંતુ તમને જણાવી દઇએ કે અનેક લોકો વધુ પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરતા હોય છે જે હેલ્થ માટે નુકસાનકારક સાબિત થાય છે.

Health care: પ્રોટીન શરીર માટે ખૂબ જરૂરી છે. પ્રોટીન ફાયદાકારક પોષક તત્વોમાંથી એક છે એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. આપણાં ડાયટમાં પ્રોટીન અને મિનરલ્સ હોવા જોઇએ, નહીં તો શરીર અનેક બીમારીઓમાં સપડાઇ જાય છે અને આપણને પસ્તાવાનો વારો આવે છે. પરંતુ ઘણાં લોકો આ ચક્કરમાં જરૂરિયાત કરતા વધારે પ્રોટીન, વિટામીન્સ અને મિનરલ્સનું સેવન કરતા હોય છે. જેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. પ્રોટીન આપણાં શરીર માટે બહુ જરૂરી પોષક તત્વ છે. આ આપણાં શરીરમાં કોશિકાઓનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ શું તમે ક્યારે પણ એ વિશે જાણ્યુ છે કે વધારે પ્રોટીનનું સેવન કરવાથી શરીરને શું નુકસાન થાય છે. આ સાથે જ પ્રોટીન એક દિવસમાં કેટલુ લેવું જોઇએ?

આ પણ વાંચો:સલાડમાં ઉપરથી મીઠું નાખવાની આદત છે?

પ્રોટીન કેમ જરૂરી છે?


પ્રોટીન આપણાં હાડકાં, માંસપેશિઓ, ત્વચા અને વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ સાથે જ પ્રોટીન શરીરના ટિશ્યૂનું નિર્માણ કરે છે. આપણાં રેડ સેલ્સમાં પ્રોટીન એક કમ્પાઉન્ડ હોય છે જે પૂરા શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે.

એક દિવસમાં કેટલું પ્રોટીન લેવુ જોઇએ


હેલ્થ એક્સપર્ટનું માનીએ તો દર વ્યક્તિના શરીરમાં પ્રોટીનની માત્રા અલગ-અલગ હોય છે. પુરુષોએ એક દિવસમાં 56 ગ્રામ જ્યારે સ્ત્રીઓએ 46 ગ્રામ પ્રોટીનનું સેવન એક દિવસમાં કરવુ જોઇએ.

આ પણ વાંચો:ટીબીમાં આ રીતે શરીર અંદરથી ખલાસ થઇ જાય છે

વઘારે પ્રોટીન લેવાથી આ બીમારીઓ થઇ શકે


ડાયજેશનની સમસ્યા


હાઇ પ્રોટીનનું સેવન જે લોકો કરે છે એમને ડાયજેશનની સમસ્યા થઇ શકે છે. આ માટે પ્રોટીન પચવામાં સમય લાગે છે, જેના કારણે પાચનતંત્ર પર દબાણ પડે છે.

થાક લાગવો


તમે જમવામાં પ્રોટીનની માત્રા વઘારો છો તો કાર્બોહાઇડ્રેટ અને ફેટને ઓછુ થઇ જાય છે. પ્રોટીનને ડાયજેસ્ટ કરવામાં સમય લાગે છે જેના કારણે શરીરની તરત ઉર્જાની આવશ્યકતા થઇ શકે નહીં. આ કારણે થાક લાગે છે.


વજન વધી શકે


તમને એક વાત જણાવી દઇએ કે તમે વજન ઉતારી રહ્યા છો તો પ્રોટીનની માત્રા ઓછી લેવાનું શરૂ કરી દો. વધારે પ્રોટીનથી વજન વધે છે, ઘટતુ નથી.

(નોંધ:  આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:

Tags: Health care tips, Life Style News, Protein

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો