વૉટર પાર્ક અને સ્વિમિંગ પૂલના પાણીમાં લોકો કરે છે આવું શરમજનક કામ

પાણીમાં છબછબિયાના લગાવથી જોડાયેલા ફેન્સ સાંભળી લો આ વાત, દૂષિત પાણીને લીધે ઘણા રોગો ફેલાય છે.

પાણીમાં છબછબિયાના લગાવથી જોડાયેલા ફેન્સ સાંભળી લો આ વાત, દૂષિત પાણીને લીધે ઘણા રોગો ફેલાય છે.

 • Share this:
  સ્વિમિંગ પૂલમાં નહાવાથી થઈ શકે છે આ ગંભીર રોગ, આ વસ્તુઓનું રાખો ધ્યાન

  ઉનાળામાં પાણીમાં છબછબિયા કરવાની મજા જ કંઈક અલગ છે. ગરમીમાંથી રાહત મેળવવા માટે, સ્વિમિંગ પૂલ અને વૉટર પાર્કમાં લોકોની અવર-જવર વધી જાય છે. તે બાળકો, વૃદ્ધો અને યુવાનો બધાને આકર્ષિત કરે છે. વૉટર ગેમ્સની મજા જ કંઈક અલગ હોય છે, પરંતુ ક્યારેક તે મજા, સજા પણ બની શકે છે. સ્વિમિંગ પુલમાં છબછબિયા કરવાથી ઘણા રોગો થવાની શક્યતા રહે છે. ચાલો જાણીએ કેવી રીતે સ્વિમિંગ પુલનું પાણી શરીરને પહોંચાડી શકે છે હદથી વધુ નુક્સાન!

  સ્વિમિંગ પૂલના પાણીમાં ઘણાં લોકો ન્હાય છે. દેખીતી રીતે, તે બધાના શરીરના ઝેરીલો તત્વો પાણીમાં રહી જાય છે. આ સ્થિતિમાં, ઉનાળામાં આ પાણીથી ન્હાવાથી ડાયેરિયા, પેટમાં દુખાવો, સ્કિન ઈન્ફેક્શન જેવી મુશ્કેલીઓ થવાની શરૂ થાય છે. તે પાછળનું કારણ એ કે પૂલના પાણીને સાફ રાખવા માટે ઘણી વખત કર્મચારીઓ ક્લોરિન વધુ માત્રામાં ભેળવી દે છે, જે શરીર માટે ખૂબ જ હાનિકારક છે.

  વાળથી લઈ પગના નખ સુધી, આ રીતે લાભકારી છે ફ્કત 1 વાટકી દહીં

  પાણીની રમતોથી દૂષિત પાણીના કારણે ઘણાં રોગો ફેલાય છે. એવા ઘણા રોગો છે જે પાણીના સંપર્કમાં આવવાથી થાય છે, જે મનોરંજક જળ બીમારીઓ (આરડબલ્યુઆઇ) થી ઘણી બીમારીઓ થાય છે. તેનાથી ડાયેરિયા, પેટમાં દુખાવો, સ્કિન ઈન્ફેક્શન, આંખ, કાન, નાક અને ગળાનું ઈન્ફેક્શન જેવા રોગો થઈ શકે છે. જ્યારે મોટા ભાગના લોકોને મોટા ભાગે ઝાડા થાય છે. સ્વિમિંગ પૂલના પાણી બાબતે ડોકટરોનો સમાન અભિપ્રાય છે. તેમાં ઘણા લોકોના ન્હાવાથી અને ક્લોરીનયુક્ત હોવાથી તેમાં ઘણા બધા બેકટેરિયા છે. આ જ કારણ છે કે જો આ પાણી મોઢામાં જાય તો ડાયેરિયાની સંભાવના પણ રહે છે.

  સાથીને સ્પેસ આપવાથી વધે છે પ્રેમ, જાણો પ્રાઈવસીનું મહત્વ

  ડાયેરિયા ઉપરાંત, સ્વિમિંગ પુલમાં ન્હાવાથી ગંભીર રોગો થઈ શકે છે. જેમ કે ઇ-કોલાઈ અને લેઝિઓનેલા જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. સ્વિમિંગ પુલમાં ન્હાતી વખતે, કાળજી રાખો કે પૂલમાંથી પાણી ભૂલથી પણ તમારા મોંમાં ન જાય. એવું થઈ શકે છે કે કેટલાક લોકો પૂલમાં મળ-મૂત્ર કરતા હોય. તેથી તમે પણ આમ કરવાનું ટાળો. તેમજ તંદુરસ્ત અને સારી ટેવો પાડો.

  COOKING TIPS: 365 દિવસ રસોઈમાં થતી ગડબડ દૂર કરશે આ 15 ટીપ્સ
  Published by:Bansari Shah
  First published: