Home /News /lifestyle /એસ્ટ્રોજન કે સ્ટ્રેસ? સુષ્મિતા સેનને  હાર્ટ એટેક આવવા પાછળ કયા કારણો જવાબદાર? જાણો કાર્ડિયોલોજીસ્ટ પાસેથી મહિલાઓ કેટલી સુરક્ષિત

એસ્ટ્રોજન કે સ્ટ્રેસ? સુષ્મિતા સેનને  હાર્ટ એટેક આવવા પાછળ કયા કારણો જવાબદાર? જાણો કાર્ડિયોલોજીસ્ટ પાસેથી મહિલાઓ કેટલી સુરક્ષિત

હાર્ટ એટેક આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે.

Sushmita Sen Heart Attack: બોલિવૂડની ફેમસ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનને થોડા દિવસ પહેલાં હાર્ટ એટેક આવ્યો. આમ વાત કરવામાં આવે તો હાર્ટ એટેક આવવા પાછળ અનેક કારણો જવાબદાર રહેલા હોય છે. તો જાણો આ વિશે વધુમાં તમે પણ.

વધુ જુઓ ...
Sushmita Sen Heart Attack: બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનને હાર્ટ એટેક આવ્યા પછી એ વાતે જોર પક્ડયુ છે કે શું પુરુષોની જેમ મહિલાઓને પણ હાર્ટ એટેકનો ખતરો રહે છે? સામાન્ય રીતે માનવામાં આવે છે કે 50 વર્ષથી વધારે મહિલાઓને હાર્ટ સંબંધિત જટિલતાઓ ઓછી થાય છે પરંતુ એસ્ટ્રોજન લેવલમાં કમી આવ્યા બાદ આ જોખમ મહિલાઓને અને પુરુષોમાં સરખુ થઇ જાય છે. પુરુષો હોય કે મહિલા..હાર્ટ એટેક આવવા પાછળ ખોટી લાઇફ સ્ટાઇલ તેમજ બીજા કારણો જવાબદાર હોય છે.

આ પણ વાંચો:તમે જાણો છો દ્રાક્ષ ખાવાથી હેલ્થને શું ફાયદા થાય છે?

ફોર્ટિસ હોસ્પિટલના નવી દિલ્હીના વરિષ્ઠ કાર્ડિયોલોજિસ્ટ અને ઇલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ ડો.નિત્યાનંદ ત્રિપાઠી આ વિશે કહે છે કે મહિલાઓમાં એસ્ટ્રોજનનું સ્તર વધારે હોય છે. એસ્ટ્રોજનનું સ્તર વધારે હોવાને કારણે કેટલીક હદ સુધી હાર્ટથી સંબંધિત પ્રોબ્લેમ્સથી સુરક્ષા મળે છે, પરંતુ એસ્ટ્રોજનનું સ્તર ઓછુ થયા પછી મહિલાઓમાં પણ હાર્ટ એટેકનું જોખમ પુરુષો જેટલું જ રહે છે.

શું એસ્ટ્રોજનનું પ્રોટેક્શન લેયર ઓછુ થઇ જાય?


ડો. નિત્યાનંદ ત્રિપાઠી જણાવે છે કે હાર્ટ એટેક માટે મુખ્ય રૂપથી ખોટી લાઇફ સ્ટાઇલ, જીવનશૈલી, ડાયાબિટીસ, બીપી, સ્ટ્રેસ જેવા કારણો જવાબદાર હોઇ શકે છે. આમાં ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અને સ્મોકિંગનો બહુ મોટો હાથ હોય છે. આલ્કોહોલની માત્રા એટલી અસર કરતી નથી પરંતુ વઘારે માત્રામાં આલ્કોહોલનું સેવન કરવામાં આવે તો પણ હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. ડો.ત્રિપાઠી વધુમાં જણાવે છે કે મહિલાઓમાં 40 વર્ષ પછી એસ્ટ્રોજનનું લેવલ ઓછુ થવા લાગે છે.

આ પણ વાંચો:તમને હાઇ બ્લડપ્રેશરની તકલીફ છે તો ખાસ વાંચી લો આ

ક્યાંક સ્ટ્રેસ તો કારણ નથી ને?


ડો.ત્રિપાઠી આ વિશે જણાવે છે કે સુષ્મિતા સેનના કેસમાં શું કારણ હોઇ શકે એ તો અમે જાણતા નથી પરંતુ સ્ટ્રેસે હાર્ટ એટેકનું એક મોટું કારણ હોઇ શકે છે. સ્ટ્રેસફૂલ લાઇફ થવાને કારણે યંગ એજમાં લોકોને વધારે હાર્ટ એટેક આવવાનું જોખમ રહેલું છે. વધારે સ્ટ્રેસ લેવાથી ઇપીનેફ્રીન અન નોરેપિનેફરીન હોર્મોન વધી જાય છે. આ હોર્મોન વધવાને કારણે ધમનીઓમાં કોલેસ્ટ્રોલમાંથી બનેલા પ્લેકનું રપ્ચર થવાનું શરૂ થઇ જાય છે. આનાથી લોહીમાં ક્લોટ બની શકે છે અને હાર્ટ એટેક આવી શકે છે.


વધારે એક્સેસાઇઝ એક કારણ હોઇ શકે?


માનવામાં આવે છે કે જે લોકો વધારે એક્સેસાઇઝ કરે છે એમને હાર્ટ એટેક આવવાનું જોખમ ઓછુ રહેલું છે, પરંતુ ડો.નિત્યાનંદ રાય કહે છે એક્સેસાઇઝ કરવી એ સારી બાબત છે પરંતુ વઘારે એક્સેસાઇઝ કરવાથી હાર્ટના સ્વાસ્થ્ય માટે સારું નથી.
First published:

Tags: Health care tips, Heart attack, Life Style News, Susmita sen