Home /News /lifestyle /છીંક કેટલી ઝડપે આવે છે? કેમ અને ક્યારે આવે છે? જાણો આ વિશે રોચક માહિતી

છીંક કેટલી ઝડપે આવે છે? કેમ અને ક્યારે આવે છે? જાણો આ વિશે રોચક માહિતી

છીંક આવવા પાછળ અનેક કારણો હોય છે.

Sneezing Facts: દરેક લોકોને છીંક આવતી હોય છે. પરંતુ જ્યારે કોઇની છીંક આવે ત્યારે તમે થોડા દુર ખસી જાવો. છીંકથી અનેક દૂર સુધી બેક્ટેરિયા ફેલાઇ શકે છે. આ સાથે જ દરેક વ્યક્તિને છીંક આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: છીંક દરેક વ્યક્તિને આવે છે. આ શરીરને એક નેચરલ પક્રિયા છે જે બ્રેનને જણાવે છે કે આપણાં નાકની પાસેથી કોઇ બહારની વસ્તુ પ્રવેશ કરી રહી છે. જો કે આપણાં શરીરમાં કેટલાંક સ્નીજ સેન્ટર હોય છે જે માંસપેશિઓને સંદેશો આપવાનું કામ કરે છે અને છીંક આવે છે. જેમાંથી કેટલીક માસપેશિઓ છાતીમાં હોય છે, ઘણી વોકલ કોર્ડમાં, ઘણી ગળામાં અને કેટલીક પેટમાં હોય છે. આ બધી જ એક્ટિવ હોય છે અને નાકમાં પ્રવેશ કરનારી એ બહારની વસ્તુઓને બહાર ફેંકવાનું કામ કરે છે. તો જાણો આ વિશે તમે પણ વધુમાં..

    આ પણ વાંચો: કાચા કેળા ખાવાથી હેલ્થને થાય છે આ અઢળક ફાયદાઓ

    વેબએમડી અનુસાર અસ્થમા સ્પેશિયાલિસ્ટ એમડી ડો.નીલ કાઓ આ વિશે જણાવે છે કે છીંક આવવાથી નર્વસ સિસ્ટમ એક રીતે કામ કરે છે પરંતુ એનો રસ્તો અલગ-અલગ થઇને બ્રેન સુધી પહોંચે છે. આ માટે અલગ-અલગ લોકોને કોઇ પણ કારણોસર છીંક આવતી હોય છે. આ સાથે જ કોઇ વ્યક્તિને તડકાથી, ધૂળથી..વગેરે પ્રકારે છીંક આવતી હોય છે.

    આ રીતે છીંક આવે છે


    જ્યારે કોઇ બહારની વસ્તુ નાકમાં પ્રવેશ કરે છે ત્યારે બ્રેનના નીચેના ભાગમાં હલચલ થાય છે જેના કારણે ગળું, આંખો અને મોંને બંધ કરવાના મેસેજ આપે છે. ત્યારબાદ છાતીની માંસપેશિઓ ઝડપથી સંકોચાઇ જાય છે અને પછી ગળાની માંસપેશિઓ રિલેક્સ થઇ જાય છે.  ત્યારબાદ મોં અને નાકથી ઝડપથી બહારથી નિકળે છે. આ રીતે છિંકની સાથે બહારની વસ્તુ ફેંકાઇ જાય છે.

    આ પણ વાંચો: આંખો પરથી જાણી શકો છો તમે કેટલા દિવસ જીવશો!

    છીંકની ઝડપ


    છીંક લગભગ 100 માઇલ પ્રતિ કલાકની ઝડપે યાત્રા કરે છે, જ્યારે એક છીંક હવામાં 100,000 કિટાણુંઓ સ્પ્રેડ કરે છે.

    આ કારણે છીંક આવી શકે


    ઘણી વાર લોકોને લાઇટ સેન્સેટિવિટીમાં તડકાને કારણે છીંક આવે છે. જ્યારે ઘણાં લોકોને વર્કઆઉટ દરમ્યાન હાઇપર વેન્ટિલેશનને કારણે મોં અને નાક ડ્રાય થવાને કારણે છીંક આવતી હોય છે.



    ચહેરાના વાળને પ્લક કરવાથી તેમજ બીજા કોઇ કારણોસર છીંક આવતી હોય છે. આમ કહેવાય છે કે જ્યારે કોઇ વ્યક્તિને છીંક આવે ત્યારે તમે થોડા દૂર થઇ જાવો જેથી કરીને હેલ્થને કોઇ નુકસાન ના પહોંચે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care, Life style

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन