Home /News /lifestyle /અચાનક વજન ઘટવા લાગે તો ચિંતાનો વિષય: આ વાતને ના કરો ઇગ્નોર, નહીં તો..
અચાનક વજન ઘટવા લાગે તો ચિંતાનો વિષય: આ વાતને ના કરો ઇગ્નોર, નહીં તો..
ડિપ્રેશનનું એક કારણ હોઇ શકે છે.
Causes of Weight Loss: ઘણાં લોકોનું વજન અચાનક જ ઘટવા લાગતુ હોય છે. અચાનક વજન ઘટવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, જો તમે આ વાતને સામાન્ય ઘણો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. વજન ઘટવું તમને આ બીમારીનો સંકેત આપે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: વજન ઓછુ કરવા માટે લોકો જાતજાતની કોશિશો કરતા હોય છે. વજન ઘટાડવુ એ આમ તો એક ટાસ્ક હોય છે. વજન ઘટાડવા માટે લોકો જાતજાતની મહેનત કરતા હોય છે. પરંતુ ઘણાં લોકોનું વજન ઘટવા લાગતુ હોય છે. આમ, વજન ઘટવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોય છે. તમારું વજન પણ સતત ઘટી રહ્યું છે તો તમે આ વાતને જરા પણ ઇગ્નોર કરશો નહીં. આ એક ગંભીર સમસ્યા પેદા કરી શકે છે. આ સાથે જ અનેક મોટી બીમારીનું કારણ પણ હોઇ શકે છે. તો જાણો અચાનક વજન ઓછુ થવુ કઇ બીમારીનો ઇશારો તમને કરે છે.
ટીઓઆઇમાં છાપેલી એક ખબર અનુસાર ડાયાબિટીસની શરૂઆતમાં વજન ઓછુ થવાનું એક સામાન્ય લક્ષણ માનવામાં આવે છે. ટાઇપ 2 ડાયાબિટીસ થવા પર નબળાઇ, વજન ઉતરવુ તેમજ પગમાં ઝનઝની થવાની સમસ્યા રહેતી હોય છે. જો કે થોડા સમય પછી પાછી બોડી નોર્મલ થઇ જાય છે.
હાઈપરથાઇરોઇડિઝમ
હાઈપરથાઇરોઇડિઝમ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિનું વજન અચાનક ઓછુ થવા લાગે છે. થાઇરોઇડ ગ્લેન્ડ ઓવરએક્ટિવ થવાને કારણે થાઇરોઇડની સમસ્યા રહે છે. હાઈપરથાઇરોઇડિઝમ થવાનું મુખ્ય કારણ આયોડિન એક્સપોઝર, દવાઓનું રિએક્શન અને ગર્ભાવસ્થામાં થાઇરોઇડ ગ્લેન્ડનું વધવુ છે. હાઈપરથાઇરોઇડિઝમ મેટાબોલિઝમને હાઇ કરે છે જેના કારણે વજન ઓછુ થવા લાગે છે.
આજનાં આ સમયમાં અનેક લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. ડિપ્રેશનને કારણે વજન ઝડપથી ઘટવા લાગે છે. ડિપ્રેશન થવા પર અનેક લોકો ખાવાનું છોડી દેતા હોય છે જેના કારણે શરીર ફેટથી એનર્જી લેવાનું શરૂ કરી દે છે. આ કારણે ડિપ્રેશનમાં વજન ઓછુ થવા લાગે છે.
કેન્સર
વજન ઓછુ થવુ એ બ્લડ સંબંધિત કેન્સર જેમ કે...લ્યુકેમિયા, લિમ્ફોમાં, કોલન કેન્સર, ઓવેરિયન જેવા અનેક કેન્સરનો સમાવેશ થાય છે. આ ટાઇપના કેન્સરમાં વજન ઝડપથી ઘટવા લાગે છે. આ સાથે જ વ્યક્તિને હાઇપર ટેન્શન થવા લાગે છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર