Home /News /lifestyle /2 અઠવાડિયા પહેલાં આ કામ કરશો તો નોર્મલ ડિલિવરી થશે, જાણો અને સિઝેરીયનમાંથી બચો

2 અઠવાડિયા પહેલાં આ કામ કરશો તો નોર્મલ ડિલિવરી થશે, જાણો અને સિઝેરીયનમાંથી બચો

નોર્મલ ડિલિવરી માટે આટલું કરો

Pregnancy And Child Birth: દરેક સ્ત્રી માટે પ્રેગનન્સીનો સમય સૌથી મહત્વનો હોય છે. પ્રેગનન્સીનો સમયગાળો એવો છે જેમાં ગર્ભમાં રહેલા બાળકનું ધ્યાન અનેક રીતે રાખવુ પડે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પ્રેગનન્સીમાં દરેક મહિના ખાસ હોય છે. પ્રેગનન્સી કન્સિવ થાય ત્યારે અનેક નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રેગનન્સીના નવમાં મહિનામાં બાળક જન્મ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઇ જાય છે. નવમાં મહિનામાં કોઇને લેબર પેન થાય છે તો કોઇને કોઇ તકલીફને કારણે દવાખાનના પગથિયાં ચઢવા પડે છે. જો કે ઘણી બધી મહિલાઓ પ્રેગનન્સીના નવમાં મહિનામાં બાળકના જન્મને લઇને ટેન્શનમાં આવી જતી હોય છે. આ સાથે જ શું ખાવું અને શું ના ખાવું એ વિશે પણ અનેક ઘણાં વિચારો મનમાં ચાલતા હોય છે.

    આ પણ વાંચો: આ પાણી પીઓ અને યુરિક એસિડમાંથી રાહત મેળવો

    • મોટાભાગની છોકરીઓ પોતાની નોર્મલ ડિલિવરી થાય એવું ઇચ્છે છે. જો તમે પણ આવું વિચારો છો તો છેલ્લા બે અઠવાડિયામાં ખાસ કરીને આ કામ કરો. આ સમયમાં ડોક્ટર ગર્ભવતીને એક્ટિવ રહેવાની સલાહ આપે છે.

    • છેલ્લા બે અઠવાડિયામાં તમે હળવી એક્સેસાઇઝ કરો છો તો તમારા મસલ્સ સ્ટ્રોંગ થાય છે. આ સાથે જ કેટલીક મહિલાઓને પોતા મારવાની સલાહ આપવામાં આવે છે. તો જાણો નોર્મલ ડિલિવરી માટે ખાસ કરીને છેલ્લા સમયે શું કરવુ જોઇએ.

    • ગર્ભવતી મહિલાઓએ છેલ્લા સમયમાં ડીપ બ્રિથિંગ એક્સેસાઇઝ કરવી જોઇએ. આ એક્સેસાઇઝ કરવાથી ગર્ભમાં રહેલા બાળકોનો સ્ટ્રેસ ઓછો થાય છે. જ્યારે તમે લાંબો ઊંડો શ્વાસ લો છો ત્યારે લેબર પેનને તમે સરળતાથી હેન્ડલ કરી શકો છો. આ સાથે જ તમારું મગજ પણ શાંત રહે છે. ડિલિવરીના બે અઠવાડિયા પહેલાં આ એક્સેસાઇઝ કરવાનું શરૂ કરી દો.


    આ પણ વાંચો:  સ્કિન પર આ લક્ષણો દેખાય તો દોડો ડોક્ટર પાસે



      • પ્રેગનન્સીમાં હેલ્ધી ખાવું ખૂબ જરૂરી છે. પ્રેગનન્સીના છેલ્લા મહિનામાં તમે ગરમ વસ્તુઓનું સેવન કરવું જોઇએ. છેલ્લા અઠવાડિયામાં તમારે ખાસ કરીને ખજૂર ખાવી જોઇએ. ખજૂરમાં આયરન અને ફાઇબર ભરપૂર હોય છે જે બાળક અને માતા માટે ખૂબ ફાયદાકારક છે.

      • પ્રેગનન્સીમાં દૂધ પીવું ખૂબ જરૂરી છે. દૂધમાંથી કેલ્શિયમ મળે છે. છેલ્લા મહિનામાં તમે હળદર, કેસર અને ઇલાયચીનું દૂધ પીઓ છો તો સૌથી બેસ્ટ છે. લાસ્ટ મહિનામાં તમે દૂધમાં એક ચમચી દેસી ઘી નાંખીને પી લો. આમ કરવાથી નોર્મલ ડિલિવરી થવાના ચાન્સિસ વધારે રહે છે.






    • આ સાથે જ તમે કોઇ પણ તકલીફ થાય છે તો તમે તરત જ ડોક્ટરની સંપર્ક કરો. આ રીત ફોલો કરતા પહેલાં પણ તમે એક વાર ડોક્ટરની સલાહ લઇ લો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Pregnancy

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन