Home /News /lifestyle /જાણો પાલક હાઇ બ્લડ પ્રેશરને કેવી રીતે કંટ્રોલ કરે છે, આજે જ ડાયટમાં સામેલ કરો અને હેલ્થ સુધારો
જાણો પાલક હાઇ બ્લડ પ્રેશરને કેવી રીતે કંટ્રોલ કરે છે, આજે જ ડાયટમાં સામેલ કરો અને હેલ્થ સુધારો
લીલા શાકભાજી હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે.
benefits of spinach for health: ડોક્ટર પણ પાલક ખાવાની સલાહ આપતા હોય છે. પાલક હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. પાલકનો જ્યૂસ બનાવીને તમે પીઓ છો તો પણ અનેક બીમારીઓથી દૂર રહો છો. પાલક અનેક ગુણોથી ભરપૂર હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સ્વસ્થ રહેવા માટે દરેક લોકોને લીલા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. એ વાત સાચી છે કે લીલા શાકભાજી આપણાં શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. લીલા શાકભાજી શરીરમાં અનેક પ્રકારની ઉણપ પૂરી કરવાનું કામ કરે છે. તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે લીલા શાકભાજી ખાવાથી શરીરની અનેક ગંભીર બીમારીઓને પણ તમે સરળતાથી દૂર કરી શકો છો. તો આજે અમે તમને એક લીલા શાકભાજી વિશે જણાવીશું જે તમારી હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ શાક તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આમાં રહેલા તત્વો બ્લડ પ્રેશરના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે.
જે લોકો હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે એમના માટે પાલક સૌથી બેસ્ટ છે. પાલક આ લોકો માટે વરદાનરૂપ સાબિત થાય છે. હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ દરરોજ પાલકનું સેવન કરો છે તો બીપીની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.
પાલકના જ્યૂસની સાથે તમે દિવસની શરૂઆત કરો છો તો સૌથી બેસ્ટ છે. એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર પાલકમાં ફાઇબર, પોટેશિયમ અને લ્યૂટેનની માત્રા ભરપૂર હોય છે, જે લોહીની ઘમનીઓને હેલ્ધી રાખે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ સાથે જ શરીરના અન્ય અંગો પણ સારી રીતે કામ કરે છે.
એક રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો હતો કે પાલકમાં રહેલા નાઇટ્રેટ કન્ટેન્ટ લોહીની રક્તવાહિનીઓની જકડન દૂર કરે છે અને બ્લડ પ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે છે. પાલકનો સૂપ અને જ્યૂસ સતત એક અઠવાડિયા સુધી પીઓ છો તો બ્લડ પ્રેશરને ઘણી અસર થઇ શકે છે.
પાલકનું સેવન કરવાથી કાર્ડિયોવેસ્કુલઅર હેલ્થ પણ ઇમ્પ્રુવ થાય છે અને હાર્ટ એટેકનું જોખમ ટળી જાય છે. આ શાકભાજીમાં પોટેશિયમની માત્રા સારી હોય છે જેના કારણે પાલક ખાવાની સલાહ આપવામાં આવે છે. પોટેશિયમથી ભરપૂર ફૂડ્સ બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં મદદગાર સાબિત થાય છે.
પાલક સિવાય બટાકા, શક્કરિયા, કોબીજ અને અંકુરિત દાળમાં પોટેશિયમની માત્રા સારી હોય છે જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક બની રહે છે. પરંતુ ખાસ ધ્યાન એ રાખો કે ડાયાબિટીસના દર્દીઓએ શક્કરિયા અને બટાકાનું સેવન વઘારે કરવુ જોઇએ નહીં.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર