Home /News /lifestyle /સ્માર્ટફોનના વધારે ઉપયોગથી આંધળા થવાનો ખતરો? ગંગારામના ડોક્ટર તુષાર ગ્રોવરે જણાવી હકીકત, જાણી લો અહીં
સ્માર્ટફોનના વધારે ઉપયોગથી આંધળા થવાનો ખતરો? ગંગારામના ડોક્ટર તુષાર ગ્રોવરે જણાવી હકીકત, જાણી લો અહીં
સ્માર્ટફોનનો વધુ ઉપયોગ ટાળો.
Smartphone Side Effects on Eye Health: ડોક્ટર તુષાર ગ્રોવર અનુસાર સ્માર્ટફોનના વઘારે ઉપયોગથી આંખોની રોશનીને અનેક ઘણું નુકસાન થાય છે. લાંબા સમય સુધી આમ કરવાથી આંખોમાં અનેક ઘણી સમસ્યાઓ થવાના ચાન્સિસ વધી જાય છે. આનાથી બચવા માટે સ્ક્રીન ટાઇમિંગને ઓછો કરવાની જરૂરિયાત રહે છે.
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર આ સમયે હૈદરાબાદની એક યુવતીનો કિસ્સો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કહેવામાં આવે છે કે એના સ્માર્ટફોનથી લાંબા સમય સુધી વધારે ઉપયોગ કર્યો હતો જેના કારણે એની આંખોની રોશની ટેમ્પરરી જતી રહી. આ પોસ્ટ એપોલો હોસ્પિટલના ડોક્ટર સુધીર કુમાર એમના ટ્વિટર પર શેર કરી હતી, જેમાં આ ઘટનાની જાણ કરી હતી. આ પોસ્ટ લોકો માટે ચર્ચાનો વિષય બની ગયો છે. આ વિશે દરેક લોકો જાણવા ઇચ્છે છે કે શું સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરવાથી આંધળા પણ બની શકો છો. સ્ક્રીનથી આંખોને કઇ રીતે નુકસાન થાય છે. આ દરેક સવાલોના જવાબ એક્સપર્ટ પાસેથી જાણી લો.
નવી દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ઓપ્થાલ્મોલોજી ડિપાર્ટમેન્ટના કન્સલ્ટન્ટ ડો.તુષાર ગ્રોવર કહે છે કે આંખો પર સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરવાથી અનેક ઘણી અસર પડે છે. આનાથી આંખોના મસલ્સ સ્ટ્રેન રહે છે અને આંખોમાં દુખાવો, માથાના દુખાવો, ડ્રાયનેસ તેમજ વિઝન બ્લરની સમસ્યા થઇ શકે છે. લાંબા સમય સુધી સ્ક્રીનનો ઉપયોગ કરવાથી પાંપણ ઝપકતી નથી જેના કારણે આંખોની હેલ્થને નુકસાન થાય છે અને સાથે ડ્રાયનેસની સમસ્યા થઇ જાય છે.
આ સાથે જ આંખોમાં બળતરા, બ્લર વિઝન અને બ્લરિંગની સમસ્યા થઇ શકે છે. લાંબા સમય સુધી સ્ક્રીનનો ઉપયોગ કરવાથી આઇસાઇટ પર અસર પડે છે અને લાઇટ સેન્સેટિવિટી વધી જાય છે. આજનાં આ સમયમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે.
ડો. તુષાર ગ્રોવરના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં અનેક મામલાઓ અને સંશોધન સામે આવ્યા નથી જેના આધાર પર કહેવામાં આવે છે કે સ્માર્ટફોન, ટેબલેટ તેમજ લેપટોપનો વધારે ઉપયોગ કરવાથી કોઇ ટેમ્પરરી તેમજ પરમેનન્ટલી આંધળા થઇ શકે છે.
સ્ક્રીનનો વધારે ઉપયોગ કરવાથી વિઝનમાં ડિસ્ટબન્સ થઇ શકે છે અને સાથે આઇસાઇટની સમસ્યા પણ થઇ શકે છે. પરંતુ એવું કહેવુ ખોટુ છે કે સ્ક્રીનનો ઉપયોગ કરવાથી પરમેનન્ટ બ્લાઇન્ડનેસની સમસ્યા થઇ શકે છે. સ્માર્ટફોન ઓફ વિઝનની મુશ્કેલી થઇ શકે છે જેને લોકો ટેમ્પરરી બ્લાઇન્ડનેસ સમજી લેતા હોય છે.
આ રીતે સ્ક્રીનથી આંખોને સુરક્ષિત રાખો
થોડા-થોડા સમય પછી બ્રેક લો
રૂમની લાઇટ ચાલુ રાખો
અંધારામાં સ્ક્રીન જોશો નહીં
સ્ક્રીનની બ્રાઇટનેસ વધારે ના હોય
સ્ક્રીનને આંખોની પાસે ના રાખો
પોશ્વરને હંમેશા ઠીક રાખો
ખૂબ પાણી પીઓ અને હાઇડ્રેટેડ રહો
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર