Home /News /lifestyle /ફટાફટ વજન ઉતારવા દરરોજ દોરડા કુદો, જાણી લો 15 મિનિટમાં કેટલી કેલરી બર્ન થાય, ખાસ રાખો આ ધ્યાન
ફટાફટ વજન ઉતારવા દરરોજ દોરડા કુદો, જાણી લો 15 મિનિટમાં કેટલી કેલરી બર્ન થાય, ખાસ રાખો આ ધ્યાન
પૂરા શરીરની એક્સેસાઇઝ થાય છે.
Weight loss tips: તમે પણ તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો દોરડા કુદવાનું શરૂ કરી દો. તમને જાણીને નવાઇ લાગશે કે દોરડા કૂદવાથી માત્ર વજન ઓછુ થતુ નથી, પરંતુ પૂરા શરીરનું વર્કઆઉટ થાય છે. આમ, આ માટે કહી શકાય કે વજન ઉતારવા માટે સ્કિપિંગ એક બેસ્ટ એક્સેસાઇઝ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મોટાભાગનાં લોકો વજન વધારાની સમસ્યાથી પીડાતા હોય છે. વધતા વજનને કંટ્રોલ કરવા માટે અનેક લોકો જાતજાતની મહેનત કરતા હોય છે. કોઇ એક્સેસાઇઝ કરે છે તો કોઇ જીમમાં પરસેવો પાડતા હોય છે. આ સાથે જ કોઇ ડાયટ ફોલો કરતા હોય છે. આ સાથે જ અનેક લોકો વજન ઉતારવા માટે દોરડા પણ કુદતા હોય છે. સ્કિપિંગ કરવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. સ્કિપિંગ એક બેસ્ટ વર્કઆઉટ છે. સ્કિપિંગ કરવાથી તમારા એક-એક અંગોને કસરત મળે છે જે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક બની રહી છે. પરંતુ જો તમે દોરડા કૂદતી વખતે ધ્યાન રાખતા નથી તો ઢીંચણનો દુખાવો પણ થઇ શકે છે. આ માટે સ્કિપિંગ કરતી વખતે પણ નાની-નાની વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે.
સ્કિપિંગ તમે જ્યારે પણ કરો ત્યારે ખાસ કરીને તમારા શરીરની ક્ષમતાને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. ઘણાં લોકો શરીરમાં સ્ટેમિના ના હોય તો પણ દોરડા કૂદતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે.
હંમેશા સ્કિપિંગ શરીરની સ્ટેમિના પ્રમાણે કરવા જોઇએ. સ્કિપિંગ રક્ત પ્રવાહ માટે સૌથી બેસ્ટ છે. 2021ના રિપોર્ટમાં એ વાત જાણા મળી હતી કે સ્કિપિંગ કરવાથી મૂડ સારો થાય છે અને સાથે ફેફસાંની ક્ષમતામાં પણ સુધારો કરે છે.
સ્કિપિંગ કરવાથી સારામાં સારી કેલરી બર્ન થાય છે, જેના કારણે તમારું વજન ઝડપથી ઓછુ થાય છે. આ સાથે જ શરીરના મુખ્ય સ્નાયુઓને મજબૂત બનાવવાનું કામ કરે છે. દોરડા કૂદવાથી પેટની ચરબી પણ ઓછી થાય છે. 2013માં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યુ હતુ કે જે લોકોએ છ અઠવાડિયા સુધી દરરોજ 10 મિનિટ સ્કિપિંગ કર્યુ હતુ એમનું વજન ઝડપથી ઉતર્યુ હતુ અને સાથે એમની કાર્ડિયોવેસ્ક્યુલર ફિટનેસ પણ સારી થઇ હતી. એવું માનવામાં આવે છે કે 15 મિનિટ દોરડા કૂદવાથી 300 જેટલી કેલરી બર્ન થાય છે, જે સામાન્ય બીજી કસરતો કરતા વઘારે છે. સ્કિપિંગ કરવાથી મગજને પણ લાભ થાય છે.
દોરડા કૂદતી વખતે શું ધ્યાન રાખશો
આ એક બહુ મહત્વની બાબત છે. જ્યારે પણ તમે દોરડા કૂદો ત્યારે ખાસ કરીને તમે કઇ જગ્યા પર છો એનું મહત્વ વધારે રહેલું છે. તમે જે જગ્યા પર દોરડા કુદો એ જગ્યા લીસી ના હોય એનું ખાસ ધ્યાન રાખો. લીસી જગ્યા પર દોરડા કુદવાથી પડી જવાની સંભાવના વધારે રહે છે. આ સાથે જ તમારા ઘૂંટણ અને એડીમાં રેગ્યુલર મસાજ કરવાની આદત પાડો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર