Home /News /lifestyle /ઠંડીમાં બાળકોને વધારે કપડા પહેરાવો છો? તો બંધ કરી દેજો, જાણી લો ડોક્ટર પાસેથી શું થાય છે નુકસાન
ઠંડીમાં બાળકોને વધારે કપડા પહેરાવો છો? તો બંધ કરી દેજો, જાણી લો ડોક્ટર પાસેથી શું થાય છે નુકસાન
શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
Child care tips: ઠંડીમાં નવજાત બાળકોનું ધ્યાન અનેક રીતે રાખવુ પડે છે. જો કે ઠંડીથી બચાવવા માટે અનેક પેરેન્ટ્સ પોતાના બાળકોને ગરમ કપડા તેમજ બે થી ત્રણ ટિ શર્ટ પહેરાવતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નવજાત બાળકોનું શરીર બહુ નાજુક હોય છે. આ માટે નવજાત બાળકનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. તમારી નાની ભૂલ પણ નવજાત બાળકને ભારે પડી શકે છે. સામાન્ય રીતે નાના ભૂલકાઓ બીમાર જલદી પડી જતા હોય છે. જો કે આ પાછળ તમારી બેજવાબદારી પણ અસર કરે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઠંડીમાં બાળકો જલદી બીમાર પડી જાય છે. ઠંડીમાં બાળકો બીમાર ના પડે એ માટે પેરેન્ટ્સ ઉપરા-ઉપરી કપડા પહેરાવતા હોય છે. એટલે કે બે થી ત્રણ ટાઇપના ગરમ કપડા પહેરાવતા હોય છે. ઠંડી હવાથી બચાવવા માટે પેરેન્ટસ બાળકને ગરમ કપડા વધારે પહેરાવતા હોય છે.
જો કે તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે વધારે ગરમ કપડા પહેરાવવાથી બાળકને અનેક રીતે નુકસાન થઇ શકે છે. ઓનલીમાયહેલ્થ અનુસાર આ વિષય પર બેસ્ટ જાણકારી લખનઉના કેયર ઇન્સ્ટિટ્યુટ ઓફ લાઇફ સાંઇસેઝના એમડી ફિઝિશિયન ડો. સીમા યાદવ આ વિશે શું કહે છે જાણો તમે પણ...
તમે બાળકોને વધારે ગરમ કપડા પહેરાવો છો તો એને ગભરામણ થઇ શકે છે. જો કે આ સમયે બાળક બોલતુ નથી, પરંતુ એની હેલ્થ પર અસર પડે છે. ઘણી પરિસ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ પડે તો મૃત્યુ પણ થઇ શકે છે.
બાળકના શરીરનું તાપમાન બગડે
તમે ઠંડીમાં બાળકોને વધારે ગરમ કપડામાં લપેટીને રાખો છો તો બાળકના શરીરનું તાપમાન અસંતુલિત થઇ જાય છે. વધારે ગરમ કપડા પહેરાવવાથી બાળકનું શરીર વધારે ગરમ રહે છે, જેના કારણે હોર્મોનનું સ્તર બગડી શકે છે અને હાર્ટ બીટ પર પણ અસર થઇ શકે છે.
ઠંડીમાં તમે બાળકોને વધારે ગરમ કપડા પહેરાવો છો તો પગનું હલન-ચલન થવું અઘરું થઇ જાય છે, જેના કારણે શિશુને હિપ ડિસ્પ્લેસિયા (Hip Dysplasia)નો શિકાર બની શકે છે. આ માટે એવી ચાદરનો ઉપયોગ કરો ના જેમાં બાળકના પગ ભરાઇ જાય અને હલન-ચલન ના થઇ શકે.
સ્કિન ઇન્ફેક્શન થઇ શકે
તમે બાળકોને વધારે ગરમ કપડામાં લપેટી રાખો છો સ્કિન ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે. બહારની હવા ના જવાને કારણે આ ઇન્ફેક્શન વધી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર