Home /News /lifestyle /બોટલથી બાળકને દૂધ પીવડાવતા પેરેન્ટસ થઇ જાવો સાવધાન, ફેફસાંથી લઇને થાય છે આ ભયંકર નુકસાન

બોટલથી બાળકને દૂધ પીવડાવતા પેરેન્ટસ થઇ જાવો સાવધાન, ફેફસાંથી લઇને થાય છે આ ભયંકર નુકસાન

બાળકને દૂધ પીવડાવવાની સાચી રીત

Side Effects Of Bottle Feeding Baby: આજનાં આ સમયમાં મોટાભાગના પેરેન્ટ્સ પોતાના બાળકોને બોટલથી દૂધ પીવડાવવાનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે બોટલથી બાળકોને દૂધ પીવડાવવાથી હેલ્થને અનેક ઘણું જોખમ થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: નાના ભૂલકાઓ માટે માતાનું દૂધ બહુ જરૂરી હોય છે. માંના દૂધમાંથી અનેક પ્રકારના પોષક તત્વો મળી રહે છે જે બાળકના માનસિક અને શારિરિક વિકાસ માટે મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ ઘણી મહિલાઓ બાળકને બોટલથી દૂધ પીવડાવતી હોય છે. આમ, જો તમે પણ તમારા બાળકને બોટલથી દૂધ પીવડાવો છો તો હવે તમારે બંધ કરવાની જરૂર છે. બોટલથી દૂધ પીવડાવવાથી બાળકને હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણો તમે પણ બાળકોને બોટલથી દૂધ પીવડાવવાથી થતા આ અઢળક નુકસાન વિશે...

    ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડે


    બાળકોને બોટલથી દૂધ પીવડાવવાથી એની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડવા લાગે છે. આ વાત જાણીને તમને વિશ્વાસ નહીં થાય પરંતુ વાત સાચી છે. બોટલથી દૂધ પીવડાવવાથી પોષક તત્વો ખતમ થઇ જાય છે. માંના દૂધમાં પ્રોટીન, વિટામીન એ, વિટામીન સી જેવા પોષક તત્વો હોય છે.

    આ પણ વાંચો: બાળકોને ઘોડિયામાં ઊંઘાડતા પેરેન્ટ્સ ચેતી જજો

    આ પોષક તત્વો બાળકની ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે, પરંતુ જ્યારે બોટલના દૂધમાં હાનિકારક તત્વો રહેલા હોય છે જે બાળકોની ઇમ્યુનિટી સિસ્ટમને નબળી પાડે છે.

    સ્વાસ્થ્યને જોખમ


    બાળકોની બોટલમાં નિપલ હોય છે જે પોલીપ્રોલીનથી બનાવવામાં આવે છે. પોલીપ્રોલીન થર્મોપ્લાસ્ટિક પોલિમર હોય છે. વર્ષ 2020માં રિસર્ચમાં આ વાતનો ખુલાસો થયો હતો કે બાળકોને બોટલનું દૂધ પીવડાવવાથી માઇક્રોપ્લાસ્ટિક એક્સપોઝર થવાનું જોખમ રહે છે. તમને જણાવી દઇએ કે જ્યારે બોટલમાં ગરમ દૂધ ભરીએ ત્યારે એમાં માઇક્રોપ્લાસ્ટિક રિલીઝ થાય છે જે બાળકના સ્વાસ્થ્ય માટે અનેક રીતે હાનિકારક છે.

    આ પણ વાંચો: વ્હિસ્કીમાં શા માટે ઠંડું પાણી ન ઉમેરવું જોઈએ?

    ડાયરિયાનો શિકાર


    બોટલથી બાળકને દૂધ પીવડાવવામાં આવે ત્યારે ડાયરિયાનો શિકાર જલદી બને છે, કારણકે બોટલની નિપલથી શિશુના શરીરમાં કિટાણું જાય છે. ખાસ કરીને જે બાળકનું વજન ઓછુ હોય અને કોઇ બીમારીથી પીડાતું હોય તો એના માટે ડાયરિયા જીવલેણ બીમારી સાબિત થઇ શકે છે.


    ફેફસામાં તકલીફ


    બાળકોને સતત બોટલમાંથી દૂધ પીવડાવવાથી ફેફસામાં પણ તકલીફ થઇ શકે છે. ખાસ કરીને મહિલાઓ બાળકોના મોંમા જ્યારે ખાલી બોટલ મુકે છે ત્યારે સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે. દૂધ પૂરું થઇ જાય એટલે તરત જ મોંમાંથી બોટલ કાઢી લો. ખાલી બોટલ બાળકના ગળામાં હવા બ્લો કરે છે જેના કારણે ફેફસામાં તકલીફ થઇ શકે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Children, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन