Home /News /lifestyle /કિડનીના દર્દીઓએ ભૂલથી પણ ના પીવું જોઇએ આ પાણી, જાણો બીજી સાઇડ ઇફેક્ટ્સ વિશે

કિડનીના દર્દીઓએ ભૂલથી પણ ના પીવું જોઇએ આ પાણી, જાણો બીજી સાઇડ ઇફેક્ટ્સ વિશે

તમને પણ કિડનીની તકલીફ છે?

Side Effects Of Coconut Water: નારિયેળ પાણી જોઇએ એટલે એ પીવાનું મન દરેક લોકોને થઇ જતુ હોય છે. નારિયેળ પાણી પીવાથી સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ થાય એ વાત સાચી છે પરંતુ તમને જણાવી દઇએ કે અમુક બીમારીના લોકો નારિયેળ પાણી ક્યારે પણ પીવું જોઇએ નહીં.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: બાળકોથી લઇને મોટા...એમ દરેક લોકોને નારિયેળ પાણી પીવાની મજા આવતી હોય છે. જો કે આ વાત સાચી પણ છે. આમ, જો તમારું ધ્યાન હશે તો તમને ખ્યાલ હશે કે અનેક લોકો રસ્તા પર પોતાનું વ્હિકલ ઉભુ રાખીને નારિયેળ પાણી પી લેતા હોય છે. વાત કરીએ તો સુપર ફુડની કેટેગરીમાં નારિયેળ પાણીનો સમાવેશ થાય છે. નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. પરંતુ એક મહત્વની વાત તમારે એ જાણવી જોઇએ કે નારિયેળ પાણી દરેક લોકો પી શકતા નથી. નારિયેળ પાણીમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશીયમ જેવા કાર્બોહાઇડ્રેટ અને ઇલેક્ટ્રોલાઇટ્સની માત્રા ભરપૂર હોય છે જે શરીરને હાઇડ્રેટ કરવાનું કામ કરે છે. તો જાણી લો તમે પણ કયા વ્યક્તિઓ ના પીવું જોઇએ નારિયેળ પાણી..

    આ પણ વાંચો: બ્રા ખરીદો ત્યારે ખાસ ચેક કરી લો આ વસ્તુ

    કિડનીની તકલીફ


    જે લોકોને કિડનીની તકલીફ છે અને તેઓ નારિયેળ પાણી પીવે છે તો એમના માટે આ ખતરનાક સાબિત થઇ શકે છે. કિડનીના દર્દીઓએ ક્યારે પણ નારિયેળ પાણી પીવું જોઇએ નહીં. નારિયેળ પાણીમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે જે કિડનીના દર્દી માટે હાનિકારક સાબિત થાય છે. આમ, છતાં જો તમને નારિયેળ પાણી ભાવે છે તો તમે એક વાર ડોક્ટરનો સંપર્ક કરીને પછી પીઓ.

    સર્જરી


    તમારી કોઇ સર્જરી થઇ છે અથવા તો તમારી કોઇ સર્જરી છે તો તમારે નારિયેળ પાણી પીવું જોઇએ નહીં, કારણકે સર્જરી પછી બ્લડ સર્કુલેશન થવું ખૂબ જરૂરી છે. નારિયેળ પાણી તમારા બ્લડ પ્રેશરને લો કરી શકે છે આ માટે સર્જરીની આસપાસ નારિયેળ પાણી પીવામાં આવતું હોતું નથી.

    આ પણ વાંચો: શિમલા મરચા ખાવાથી વધે છે આંખોની રોશની

    વજન વધારે


    જો તમે વજન ઉતારી રહ્યા છો તો તમારે નારિયેળ પાણીને બાય કહી દેવું જોઇએ. નારિયેળ પાણીમા હાઇ કેલરી હોય છે જે તમારું વજન વધારી શકે છે. નારિયેળ પાણી પીવાથી કેલરી વધે છે જેના કારણે તમારું વજન વધે છે. જો તમે વજન ઉતારો છો તો તમારે લો કેલરવાળા ખોરાક ખાવાનું પસંદ કરવું જોઇએ.



    હાઇ કેલરી અને વધારે ફેટ તમારી બોડીને અનેક રીતે નુકસાન કરી શકે છે. આમ, જો તમે આ સમસ્યામાંથી પસાર થઇ રહ્યા છો અને તમને નારિયેળ પાણી પીવાની ઇચ્છા થઇ છે તો તમે ડોક્ટરની સલાહ મુજબ પી શકો છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: COCONUT WATER, Kidney, Life style

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन