Home /News /lifestyle /માત્ર પુરુષો જ નહીં સ્ત્રીઓએ પણ ખાવું જોઈએ શિલાજિત, ડાયાબીટીસના દર્દીઓ માટે તો વરદાન, ડોક્ટરની સલાહ
માત્ર પુરુષો જ નહીં સ્ત્રીઓએ પણ ખાવું જોઈએ શિલાજિત, ડાયાબીટીસના દર્દીઓ માટે તો વરદાન, ડોક્ટરની સલાહ
shilajit in diabetes
Benefits of Shilajit: શીલાજીત આ અંગે લોકોના મનમાં ઘણી ગેરમાન્યતાઓ પણ બંધાયેલી છે. ઘણા લોકો માને છે કે, તે ફક્ત પુરુષો માટે જ છે. આજે આપણે આયુર્વેદ નિષ્ણાંતો પાસેથી શિલાજીત વિશે કેટલીક બાબતો જાણીએ.
શિલાજીતએ હિમાલયના ખડકોમાંથી મેળવેલો ચીકણો પદાર્થ છે, જેનો ઉપયોગ આયુર્વેદમાં રોગોની સારવારમાં થાય છે. આયુર્વેદ ચિકિત્સામાં શિલાજીતને વરદાન માનવામાં આવે છે. ઘણીવાર તમે સાંભળ્યું હશે કે જો શિલાજીતનું સેવન કરવાથી તો તમે તમારી જાતને લાંબા સમય સુધી યુવાન રાખી શકો છો. કેટલાક લોકો માને છે કે, શિલાજીતનું સેવન કરવાથી પ્રજનન ક્ષમતામાં જબરદસ્ત વધારો થાય છે.
શીલાજીત આ અંગે લોકોના મનમાં ઘણી ગેરમાન્યતાઓ પણ બંધાયેલી છે. ઘણા લોકો માને છે કે, તે ફક્ત પુરુષો માટે જ છે. આજે આપણે આયુર્વેદ નિષ્ણાંતો પાસેથી શિલાજીત વિશે કેટલીક બાબતો જાણીએ.
યુપીની અલીગઢ આયુર્વેદિક મેડિકલ કોલેજના એસોસિયેટ પ્રોફેસર ડૉ. સરોજ ગૌતમનું કહેવુ છે કે, શિલાજીત ઘણા ચમત્કારિક પોષક તત્વોનો ભંડાર છે. તેનું સેવન સ્ત્રી અને પુરૂષ બંને કરી શકે છે. તેના સેવનથી શરીરને શક્તિ મળે છે અને ઘણી બીમારીઓથી બચવામાં સરળતા રહે છે. આયુર્વેદમાં તેને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. શિલાજીત એક રસાયણ છે, જે વાત, પિત્ત અને કફ વિકારમાં સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તે મહિલાઓ માટે ટોનિકનું પણ કામ કરે છે. શિલાજીત 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન આપવી જોઈએ. તેમજ સગર્ભા સ્ત્રીઓએ તેનું સેવન ન કરવું જોઈએ.
શિલાજિતના ફાયદા
ડૉ. સરોજ ગૌતમના જણાવ્યા અનુસાર, શિલાજીતનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓની સારવારમાં થાય છે. તેના ઉપયોગથી પ્રજનન સ્વાસ્થ્ય ઝડપથી વધે છે. તે શરીરના કોષોને પુનર્જીવિત કરે છે અને કોષોને નુકસાન થતું અટકાવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શિલાજીત ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તે વંધ્યત્વની સમસ્યાથી રાહત અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે. જો શિલાજીતનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તે શરીરને શક્તિથી ભરી દે છે. તેનો ઉપયોગ ટીવી રોગથી પીડિત દર્દીઓની સારવાર માટે પણ થાય છે. શરીરની નબળાઈ સહિત અનેક રોગો તેનાથી દૂર થઈ જાય છે.
શિલાજીતને દુધમાં ભેળવીને પીવાથી ફાયદા
આયુર્વેદ નિષ્ણાંતોના મતે શિલાજીતને દૂધમાં ભેળવીને પીવાથી સૌથી વધુ ફાયદો થાય છે. શિલાજીતને સૂપમાં મિક્સ કરીને પણ લઇ શકાય છે. તેને જ્યુસમાં ભેળવીને પીવું ન જોઈએ, કારણ કે આયુર્વેદમાં તે સ્પષ્ટપણે પ્રતિબંધિત છે.
દિવસના કોઈપણ સમયે જમ્યા પછી શિલાજીતનું સેવન કરી શકો છો. શિલાજીત ખાધા પછી લોકોએ હળવો ખોરાક લેવો જોઈએ અને ફાસ્ટ ફૂડથી દૂર રહેવું. તે લાંબા સમય સુધી ખાઈ શકાય છે, પરંતુ લાઇફ ટાઇમ ખાવુ ન જોઇએ.
ડૉ.સરોજ ગૌતમના જણાવ્યા અનુસાર, આયુર્વેદમાં શિલાજીતના 4 પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું છે. સોનું, ચાંદી, તાંબુ અને આયર્ન શિલાજીત. આયર્ન શિલાજીત સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની શિલાજીત બજારમાં મળે છે. જો કે શિલાજીત હંમેશા સારી ગુણવત્તાની જ ખરીદવી જોઈએ, નહીં તો લાભની જગ્યાએ નુકસાન થઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર