Home /News /lifestyle /Happy birthday Shah Rukh Khan: ફિટ રહેવા શાહરુખ રોજ કરે છે 100 Pushups, આ હેલ્થ સિક્રેટ્સ જાણીને તમે પણ સ્વસ્થ રહો

Happy birthday Shah Rukh Khan: ફિટ રહેવા શાહરુખ રોજ કરે છે 100 Pushups, આ હેલ્થ સિક્રેટ્સ જાણીને તમે પણ સ્વસ્થ રહો

કિંગ ખાન હેલ્થ સિક્રેટ્સ

Happy birthday Shah Rukh Khan: આજે શાહરુખ ખાનનો બર્થ ડે છે ત્યારે અનેક ફેન્સ ખુશ-ખુશ થઇ ગયા છે. શાહરુખના આ દિવસની રાહ અનેક લોકો જોતા હોય છે. આજના આ ખાસ દિવસે જાણી લો તમે પણ કિંગ ખાનનું હેલ્થ સિક્રેટ્સ.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શાહરુખ એટલે કે કિંગ ખાનને દરેક લોકો ઓળખતા હોય છે. બોલિવૂડમાં કિંગ ખાને પોતાની કંઇક અલગ જ ઓળખ બનાવી છે. શાહરુખ ખાન પોતાની એક્ટિંગથી લઇને બીજી અનેક બાબતોમાં અવ્વલ છે. આ માટે શાહરુખને પોતાની કોઇ ઓળખ આપવાની જરૂર રહેતી નથી. નાના બાળકો પણ શાહરુખ ખાનને ઓળખતા હોય છે. કિંગ ખાનને પોતાના ફેન્સનો ખૂબ પ્રેમ મળે છે. આ માટે કહેવાય છે કે કિંગ ખાન અનેક લોકોના દિલમાં રાઝ કરે છે.

એક વાત જાણીને નવાઇ લાગશે કે શાહરુખ ખાન પોતાની હેલ્થનું અનેક રીતે ધ્યાન રાખે છે. આજે શાહરુખ પોતાનો 57મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે. આ ખાસ દિવસે અમે તમને શાહરુખની ફિટ બોડીનું રહસ્ય જણાવીશું. તો જાણી લો શાહરુખ ખાનનું હેલ્થ સિક્રેટસ..

આ પણ વાંચો: આ સલાડ ખાઓ અને મહિનામાં 4 કિલો વજન ઉતારી દો

રૂટિનમાં વર્કઆઉટ રોજ કરે છે


શાહરુખ પોતાના બિઝી શેડ્યુઅલમાં પણ રોજ વર્કઆઉટ કરે છે. શાહરુખનો એક દિવસ પણ વર્કઆઉટ વગર જતો નથી. પોતાની ફિટનેસ પર એ નાની-નાની વાતોનું બાબતોનું ખાસ ધ્યાન રાખે છે. શાહરુખે પોતાના ઘરમાં જીમ પણ બનાવી છે, જેથી કરીને એમનું વર્કઆઉટ મિસ ના થાય. દરરોજ કિંગ ખાન એક કલાક વર્ક આઉટ કરે છે. આ સિવાય સ્ટ્રેંથ ટ્રેનિંગ, સસ્પેંશન અને વેટ ટ્રેનિંગ જેવી એક્સેસાઇઝને પણ રૂટિનમાં કરે છે.

100 પુશઅપ્સ કરે છે


એક ઇન્ટરવ્યુમાં શાહરુખે આ વાતનો ખુલાસો કર્યો હતો કે એબ્સને મેન્ટેન રાખવા માટે તેઓ રોજ 100 પુશઅપ્સ અને 60 પુલઅપ્સ કરે છે. વર્કઆઉટ સેશન પછી શાહરુખ પ્રોટીન શેક અવશ્ય લે છે. હેલ્થ માટે આટલી પુશઅપ્સ કરવી એ સૌથી સારી છે.

આ પણ વાંચો: Premature Babyને ફટાફટ હેલ્ધી કરવા રાખો આ ધ્યાન

કાર્ડિયો પણ કરે છે


શાહરુખ પોતાના રુટિનમાં લગભગ 10 મિનિટ સુધી કાર્ડિયો એક્સેસાઇઝ કરે છે. આ સિવાય ફિટ રહેવા માટે કિંગ ખાન વેટ લિફ્ટિંગ, વાઇબ્રેટિંગ, ડંબલ્સ, કાર્ડિયોવેસ્ક્યુલર એક્સેસાઇઝ પણ કરે છે. બેલી ડાન્સિંગથી કિંગ ખાન પોતાને એકદમ ફિટ રાખે છે.


હેલ્ધી ડાયટ


કિંગ ખાનની જેમ દરેક વ્યક્તિએ હેલ્ધી ડાયટ લેવુ ખૂબ જરૂરી છે. તેઓ પોતાની દિનચર્યામાં પ્રોટીન ફુડ, નોન ફેટ મિલ્ક, સ્કિનલેસ ચિકન, ફિશ, ઇંડા વગેરે વસ્તુઓને સામેલ કરે છે.
First published:

Tags: Bollywood actor, Life style, Shahrukh Khan

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો