Home /News /lifestyle /Satish Kaushik Death: 67 વર્ષે સતીશ કૌશિકનું હાર્ટ એટેકથી નિધન, જાણો લોકો કેમ આ બીમારીનો શિકાર બની રહ્યા છે
Satish Kaushik Death: 67 વર્ષે સતીશ કૌશિકનું હાર્ટ એટેકથી નિધન, જાણો લોકો કેમ આ બીમારીનો શિકાર બની રહ્યા છે
હેલ્થનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ.
Satish Kaushik Death: અનેક લોકો સતીશ કૌશિકના ફેન છે. જો કે હાર્ટ એટેકને કારણે સતીશ કૌશિકનું નિઘન થતા બોલિવૂડ જગતમાં સન્નાટો છવાઇ ગયો છે. સતીશ કૌશિકના નિઘનથી અનેક લોકો દુખી થયા છે.
Satish Kaushik Death: બોલિવૂડના ફેમસ ડારેક્ટર અને એક્ટર સતીશ કૌશિકનું બુધવારના રોજ હાર્ટ એટેકે આવવાને કારણે નિધન થયુ. સતીશ કૌશિક 67 વર્ષની ઉંમરના હતા. ડાયરેક્ટરને 8 માર્ચના રોજ મોડી રાત્રે ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિશાંત કૌશિકના જણાવ્યા અનુસાર એમનું હાર્ટ એટેકેથી મૃત્યુ થયુ છે. તેઓ દિલ્હીમાં એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા માટે ગયા હતા, જ્યાં અચાનક તબિયત લથડી ગઇ. ત્યારપછી પરિવારના લોકો સતીશ કૌશિકને હોસ્પિટલમાં લઇ ગયા અને ત્યાં ડોક્ટર્સ એમને મૃત ઘોષિત કર્યા.
એક્ટર-ડાયરેક્ટના અચાનક જવાથી બોલિવૂડ તેમજ ફ્રેન્ડ્સ સર્કલમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. જો કે આ વાત સાંભળતા અનેક લોકોને નવાઇ લાગી હતી. એક દિવસ પહેલાં સતીશ કૌશિક તદુરસ્ત હતા અને અચાનક જ નિધન થવાથી અનેક લોકો દુખી થઇ ગયા હતા. એક દિવસ પહેલાં સતીશ કૌશિકે અનેક લોકોની સાથે મસ્ત હસીને વાતચીત કરી હતી. તમને જાણીને નવાઇ લાગશે કે ભારતમાં 33 ટકા મોત થવા પાછળનું કારણ હાર્ટ એટેક છે. તો જાણો તમે પણ હાર્ટ એટેકનું મુખ્ય કારણ અને એની સાથે જોડાયેલી અનેક બાબતો વિશે.
આજની આ ખરાબ લાઇફ સ્ટાઇલને કારણે દિવસ જતા અનેક બીમારીઓ વધતી જાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાર્ટ એટેક, ડાયાબિટીસ, મોટાપા, બ્લડ પ્રેશર તેમજ બીજી અનેક બીમારીઓ સાથે સંકળાયેલ છે. આ માટે દરેક લોકોએ લાઇફ સ્ટાઇલ બદલવી જોઇએ. આમ કરવાથી તમે ફિટ રહો છો.
મોટાપા આજનાં આ સમયમાં દરેક લોકોને થતી હોય છે. આ માટે તમે ધીરે-ધીરે તમારી લાઇફ સ્ટાઇલમાં ચેન્જ લાવો અને સાથે વજન ઘટાડો.
હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી બચવા માટે મીઠું અને ખાંડનું સેવન ઓછુ કરો. મીઠું અને ખાંડ વધારે ખાવાથી બીપી વધી જાય છે જેના કારણે હાર્ટને પંપ કરવામાં વધારે સમય લાગે છે.
દરરોજ રૂટિનમાં એક્સેસાઇઝ કરવાની આદત પાડો.
સ્ટ્રેસ લેશો નહીં.
નોંધ: (આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર