Home /News /lifestyle /Rising India Summit 2023 - દેશમાં અચાનક હાર્ટ એટેકથી મોત કેમ થઈ રહ્યા છે? આ સવાલ પર મનસુખ માંડવિયાએ શું કહ્યું
Rising India Summit 2023 - દેશમાં અચાનક હાર્ટ એટેકથી મોત કેમ થઈ રહ્યા છે? આ સવાલ પર મનસુખ માંડવિયાએ શું કહ્યું
કેમ આવી રહ્યા છે અચાનક હાર્ટ એટેક
Rising India Summit 2023 - કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે હાર્ટ એટેકના કારણે થયેલા મૃત્યુ અંગે તપાસ કરવામાં આવી રહી છે. દેશમાં આવી કેટલીક ઘટનાઓ સામે આવી છે જ્યાં હાર્ટ એટેકના કારણે અચાનક મૃત્યુ થયા છે, રિપોર્ટ બે મહિનામાં આવશે.
નવી દિલ્હી: રાઈઝિંગ ઈન્ડિયાના મંચ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ICMR કોરોના મહામારી બાદ અચાનક હાર્ટ એટેકથી થયેલા મૃત્યુની તપાસ કરી રહી છે. તેનો રિપોર્ટ બે મહિનામાં આવશે. આ બાદ, યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. દેશની જનતા અને લોકશાહી બંનેનું સ્વાસ્થ્ય પાટા પર છે. દેશ આગળ વધી રહ્યો છે, બદલાઈ રહ્યો છે. છેલ્લી હરોળમાં બેઠેલા વ્યક્તિને પણ લાગે છે કે, સરકાર તેના માટે કંઈક કરી રહી છે.
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી દરમિયાન વેક્સીનના મામલે દેશના વૈજ્ઞાનિકો પર વિશ્વાસ કર્યો હતો, પરંતુ વિપક્ષોએ વેક્સીન પર સવાલો ઉઠાવ્યા હતા. ભારતમાં બનેલી રસીએ માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં લોકોના જીવ બચાવ્યા છે. ભ્રષ્ટાચારીઓને બચાવવાની મોદીજીની નીતિ નથી, પરંતુ જેની પાસે ચશ્મા છે તે આ જ રીતે જોઈ રહ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, ન્યાયતંત્રમાં વિશ્વાસ હોવો જોઈએ, કોર્ટે કેટલાક લોકો સામે કાર્યવાહી કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજામાં સરકારની કોઈ ભૂમિકા નથી, તેને કોર્ટે સજા ફટકારી છે. રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા માટે સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમને લાગે છે કે, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બધું જ કરી રહ્યા છે. કર્ણાટકમાં ભાજપની જ સરકાર બનશે. રાહુલ ગાંધી ભાજપને ચૂંટણી જીતાડશે.
#News18RisingIndia | The health of the country on track, but what about the democratic health?
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, તપાસ એજન્સીઓ તેમનું કામ કરે છે. જો તમે કંઈ કર્યું નથી, તો પછી બૂમો પાડવાની શું જરૂર છે? તેમને તપાસ કરવા દો, તેઓ યોગ્ય રીતે બહાર આવશે. તેમણે કહ્યું કે જ્યારે અમિત શાહ ગુજરાતમાં ગૃહમંત્રી હતા ત્યારે તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. મોદીજીની પણ કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી, તેઓ સ્વચ્છ હતા એટલે બહાર આવ્યા છે. અમે કોઈ અવાજ કર્યો નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર