ત્વચાને યુવાન રાખવા માટે તમે ઘર પર જ કેટલાક સરળ ઘરેલું ઉપાય કરી શકો છો. જાણો કેવી રીતે?
મહિલાઓ માટે તેમનો દેખાવ ખૂબ મહત્વનો હોય છે. તેના માટે તે ઘણું જતન કરે છે. સ્કીનને દાઘાં અને કરચલીથી મુક્ત રાખવા માટે ઘણીવાર મહિલાઓ પાર્લરમાં પાણીની જેમ પૈસા વેડફે છે. માર્કેટમાં પણ તેના માટે ઘણાં પ્રકારનાં મોઘા ઉત્પાદનો અને ક્રીમ ઉપલબ્ઘ છે. સાથે સાથે એવી ઘણી બ્યૂટી ટ્રીટમેન્ટ પણ છે જે સુંદર રૂપ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે ત્વચાને યુવાન રાખવા માટે તમે ઘર પર જ સરળ ઘરેલું ઉપાય કરી શકો છો. જાણો કેવી રીતે ...
ચહેરાની સુંદરતા વધારવા માટે ચોખાનું પાણી ખૂબ અસરકારક છે. વાસ્તવમાં, તેમાં જોવા મળતા એન્ટીઑકિસડન્ટ ત્વચા પરની કરચલીને ઘણી સારી રીતે ઠીક કરે છે. સાથે સાથે તેમાં વિટામીન E પણ સારી માત્રામાં જોવા મળે છે. જે ત્વચાને પોષણ આપે છે.
ચોખાના પાણીથી ત્વચામાં કસાવટ આવે છે. આ પાણીમા એક ટુવાલને 10 મિનિટ પલાળી રાખો. હવે આ ટુવાલને 15-20 મિનિટ માટે ચહેરો પર લગાવી રાખો. હવે આ ટુવાલ કાઢી, સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો. રોજ આ પ્રયોગ કરવાથી વધુ ફાયદો થશે.
તમે ઇચ્છો તો ચોખાનો ફેસપેક પણ બનાવી શકો છો. તેના માટે 4 ચમચી રાંધેલો ભાત, 1 ચમચી દૂધ અને 1 ચમચી મધ લો. આ ત્રણેયને મિક્સ કરી પેસ્ટ બનાવી લો. હવે ચહેરાને સાફ પાણીથી ધોઈ ટોવેલથી લૂસી અને ફેસપેકને ત્યાં સુધી ફેસપેકને ત્યાં સુધી લગાવી રાખો, જ્યાં સુધી તે સુકાઈ ના જાય. પછી સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર