Home /News /lifestyle /માત્ર 1 મહિનામાં પેટની ચરબી ઓગાળવા રોજ કરો આ નાનકડું કામ

માત્ર 1 મહિનામાં પેટની ચરબી ઓગાળવા રોજ કરો આ નાનકડું કામ

આ આસન કરવાથી વાળ કાળા થાય છે.

Reduce belly fat: આજનાં આ સમયમાં અનેક લોકો પેટની વધેલી ચરબીથી કંટાળી જતા હોય છે. પેટની ચરબીને ઓછી કરવા માટે લોકો જાતજાતની મહેનત કરતા હોય છે. આમ, જો તમે આજથી આ આસન કરવાનું શરૂ કરી દેશો તો એક મહિનામાં જ તમને રિઝલ્ટ જોવા મળશે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પેટની ચરબી વધવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. પેટની ચરબી કેટલાક સંભવિત કારણોમાં આનુવંશિક, કોઇ ખાસ પ્રકારની બીમારી, અનિયમિત ઊંઘ, ખાવાની ખોટી આદતો, એક્સેસાઇઝ ના કરવી જેવા અનેક કારણો જવાબદાર હોય છે. અનેક લોકો આજનાં આ સમયમાં પેટની વધતી ચરબીને લઇને કંટાળી જતા હોય છે. આમ, આજનાં આ સમયમાં અનેક લોકો પેટની ચરબીને ઓગળવા માટે જાતજાતની મહેનત કરતા હોય છે, તેમ છતા જોઇએ એ પરિણામ મળતુ નથી. તો આજે અમે તમને એક યોગ વિશે જણાવીશું જેની મદદથી તમે ઝડપથી પેટની ચરબી ઓગાળી શકશો. તો જાણો આ વિશે વધુમાં તમે પણ..

આ પણ વાંચો:આ કાળા ફ્રૂટ્સ ડોક્ટર પણ ખાવાની સલાહ આપે છે

તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે જે લોકોને પેટની ચરબી વધારે છે એમને ડાયાબિટીસ, હાર્ટ રોગ, બ્લડ પ્રેશર તેમજ મોટાપા જેવી અનેક બીમારીઓની ઝપેટમાં તમે જલદી આવી જાવો છો. આ માટે પેટની ચરબી ઓછી કરવી ખૂબ જરૂરી છે.

આમ, જો તમે રેગ્યુલર આ આસન કરો છો તો પેટની ચરબી એક જ મહિનામાં ઓગળી જશે અને સાથે શરીર પણ મસ્ત શેપમાં આવી જશે. આ રીતે ઘરે તમે પણ કરો હલાસન.

હલાસન કરવાની રીત



  • હલાસન કરવા માટે સૌ પ્રથમ પીઠના બળ પર સૂઇ જાવો.

  • પછી બન્ને હથેળીઓને કમરની પાસે રાખો.


આ પણ વાંચો:જાણો નારિયેળ મલાઇ ખાવાના ફાયદાઓ

  • હવે ધીમે-ધીમે પગને ઉપરની બાજુમાં ઉઠાવો. ધ્યાન રહે કે આ સમયે તમારે પેટ અંદર લઇને શ્વાસ લેવાનો છે. અનેક લોકો આ ખોટી રીતે કરતા હોય છે.

  • આ પછીની સ્થિતિમાં તમે પગને માથાની પાછળ જમીન પર પ્રોપર રીતે ટકાવવાની કોશિશ કરો.

  • આ આસન તમારે દિવસમાં 10 થી 12 કરવાનું રહેશે.

  • આ આસન તમે રેગ્યુલર કરો છો તો પેટની ચરબી ઝડપથી ઓગળવા લાગે છે. એટલું જ નહીં, તમારી ફિગર પણ મસ્ત થાય છે.




  • એક વાત જાણીને તમને નવાઇ લાગશે કે તમે આ આસન કરવાથી વાળને લગતી અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે. તમારા વાળ બહુ ખરે છે તો આ આસન તમે દરરોજ કરવાનું શરૂ કરી દો.

  • તમને થાઇરોઇડની તકલીફ છે તો તમારે રોજ આ આસન કરવું જોઇએ.


નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. શરીરમાં કોઇ તકલીફ છે તો એક્સપર્ટની સલાહ અવશ્ય લેવી.)
First published:

Tags: Belly fat, Fat loss, Health care tips, Life Style News

विज्ञापन