Home /News /lifestyle /બ્લડ સુગર ઓછુ કરે, હાર્ટને હેલ્ધી રાખે: કાચા કેળા હેલ્થ માટે છે અનેક રીતે ફાયદાકારક, જાણો અને સેવન કરો
બ્લડ સુગર ઓછુ કરે, હાર્ટને હેલ્ધી રાખે: કાચા કેળા હેલ્થ માટે છે અનેક રીતે ફાયદાકારક, જાણો અને સેવન કરો
કાચા કેળા ખાવાના ફાયદા
Raw banana benefits: કાચા કેળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. કાચા કેળા તમે રૂટિનમાં ખાઓ છો તો અનેક બીમારીઓથી તમે બચી શકો છો. કાચા કેળા ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દેશમાં ડાયાબિટીસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે જેનું મુખ્ય કારણ ખરાબ લાઇફ સ્ટાઇલ છે. ડોક્ટર ડાયાબિટીસના દર્દીઓને અનેક ઘણું ધ્યાન રાખવાનું કહે છે. ડાયાબિટીસના દર્દીઓ પોતાના હેલ્થનું ધ્યાન રાખતા નથી તો અનેક ઘણી સમસ્યાઓ થઇ શકે છે. તમને ડાયાબિટીસટીસ છે તો તમારે સાંજનું જમવાનું વહેલા કરવું જોઇએ. જો તમે રાત્રે બહુ મોડા જમો છો તો હેલ્થને અનેક રીતે નુકસાન થાય છે. પરંતુ તમને જણાવી દઇએ કે કાચા કેળા ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી બેસ્ટ છે. કાચા કેળાનું તમે આ રીતે સેવન કરો છો તો હેલ્થને અનેક ઘણું ફાયદો થાય છે. તો જાણો તમે પણ કાચા કેળાનું સેવન કરી શકશો.
ફાઇબરથી ભરપૂર કાચા કેળા ડાયજેશન સિસ્ટમ માટે અનેક રીતે ફાયદાકારક છે. જે લોકોને કબજીયાતની તકલીફ છે એમના માટે કાચા કેળા સૌથી બેસ્ટ છે. કાચા કેળા તમને થતી પેટની સમસ્યાઓમાંથી પણ રાહત અપાવે છે. આ માટે તમે કાચા કેળાનું સેવન બાફીને એની ઉપર મીઠું નાખીને કરી શકો છો.
ઇમ્યુનિટી સિસ્ટમ
કાચા કેળા પોટેશિયમથી ભરપૂર હોય છે, જે ઇમ્યુનિટીને ઇમ્પ્રુવ કરવાનું કામ કરે છે. આનું સેવન કરવાથી તમારી બોડી દિવસ ભર એક્ટિવ રહે છે. સુગરના દર્દીઓએ કાચા કેળાનું શાક બનાવીને ખાવું જોઇએ. બાફેલા કેળા ખાવાથી હાઇ સુગરને કંટ્રોલ કરી શકાય છે.
કાચા કેળા બજારમાં જોતાની સાથે જ તમને લેવાની ઇચ્છા થઇ જાય છે તો તમે લઇ લો. તમને જણાવી દઇએ કે તમે વજન ઉતારી રહ્યા છો તો કાચા કેળા તમારા માટે એક સારું ઓપ્શન છે. આ માટે તમે કાચા કેળાને બાફી લો અને સાંજના સમયે બે ખાઇ લો. આમ કરવાથી તમને રાત્રે ભૂખ નહીં લાગે અને વજન વધશે નહીં.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરે
તમે બ્લડ પ્રેશરના દર્દી છો તો તમારે તમારા ડાયટમાં કાચા કેળાનું સેવન અવશ્ય કરવું જોઇએ. કાચા કેળામાં પોટેશિયમની માત્રા સારી હોય છે જે બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં મદદ કરે છે. આ માટે જો તમને બ્લડ પ્રેશરની તકલીફ છે તો તમે કાચા કેળાને બાફીને ખાઓ.
નોંધ...આ એક સામાન્ય જાણકારી છે. આ ઉપાયો અજમાવતા પહેલાં તમારા બોડીની તાસીર પ્રમાણે એક્સપર્ટની સલાહ લેવી.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર