Home /News /lifestyle /ખરેખર દારૂ પીવાથી ઠંડી નથી લાગતી? શરદી-ખાંસીમાંથી રાહત થાય છે? શું આ સાચું છે? જાણો આ વિશે શું કહે છે ગંગારામ હોસ્પિટલના કો-ચેરમેન ડો.કક્કડ

ખરેખર દારૂ પીવાથી ઠંડી નથી લાગતી? શરદી-ખાંસીમાંથી રાહત થાય છે? શું આ સાચું છે? જાણો આ વિશે શું કહે છે ગંગારામ હોસ્પિટલના કો-ચેરમેન ડો.કક્કડ

જાણો આ વિશે ડોક્ટર શું કહે છે.

Is drinking brandy and rum in winters really healthy? : ઠંડીની સિઝનમાં શરદી, ખાંસી અને કફ જેવી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે અનેક લોકો બ્રાન્ડી અને રમ પીતા હોય છે. આ સાથે જ અનેક લોકો બીજાને પીવાની સલાહ પણ આપતા હોય છે. પરંતુ શું રમ અને બ્રાન્ડી પીવાથી શરીરમાં ગરમાવો રહે છે? તો જાણો આ વિશે તમે પણ

વધુ જુઓ ...
  નવી દિલ્હી: ઠંડીની સિઝનમાં અનેક લોકો કફ અને શરદીની ઝપેટમાં આવી જતા હોય છે. એવામાં આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે ઘણાં લોકો રમ તેમજ બ્રાન્ડીનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. પરંતુ શું ખરેખર રમ અને બ્રાન્ડી આપણાં શરીર માટે ફાયદાકારક છે? આ વાતને જાણવા માટે ગંગારામ હોસ્પિટલના મેડિસીન વિભાગના કો.ચેરમેન ડો.અતુલ કક્કડ સાથે વાત કરવામાં આવી હતી. જો કે એવી ધારણાં છે કે રમની તાસીર ગરમ હોય છે જેને પીવાથી કફ, શરદીથી પીડિત વ્યક્તિને તાત્કાલિક રાહત મળે છે. અનેક પ્રકારના રિપોર્ટ્સમાં આ વાતને દાવો કરવામાં આવ્યો છે.

  ઠંડીમાં બ્રાન્ડી અને રમ પીવાની સલાહ આપવામાં આવે છે


  રમ, શેરડીના આડપેદાશમાંથી બનાવવામાં આવે છે. આ એક રીતનું ડિસ્ટિલ્ડ આલ્કોહોલિક ડ્રિંક છે. બ્રાન્ડી પણ એક સ્ટ્રોંગ આલ્કોહોલિક ડ્રિંક છે જેને ફ્રૂટ જ્યૂસ તેમજ ડિસ્ટિલ્ડ વાઇનમાંથી બનાવવામાં આવે છે. ઠંડીની સિઝનમાં શરાબ પીવાના શોખીન લોકો બ્રાન્ડી તેમજ રમ પર શિફ્ટ થઇ જતા હોય છે અને પીવાની મજા માણે છે.

  આ પણ વાંચો:ચિકન બનાવતા પહેલાં તમને ધોવાની આદત છે?

  આ લોકો એવું વિચારતા હોય છે કે આ બન્ને ડ્રિંક્સ ગરમ હોય છે જે નિયમિત રીતે પીવાથી બોડીમાં ગરમાવો રહે છે. આટલું જ નહીં એવા પણ દાવા કરવામાં આવ્યા છે કે રમ અને બ્રાન્ડી પીવાથી સાંધાના દુખાવામાંથી પણ રાહત મળે છે.

  હાર્ટ હેલ્ધી રહેવાનો દાવો


  રમ અને બ્રાન્ડીને લઇને અનેક પ્રકારના રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પીવાથી હાર્ટ પણ સ્વસ્થ રહે છે. આનું સેવન ઠંડીમાં ધમનીઓમાં રક્ત પ્રવાહ સારો કરે છે. આર્ટેરિમાં બ્લોકેજ થવાના ચાન્સિસ પણ ઓછા થઇ જાય છે. આ સાથે જ હાર્ટ એટેક આવવાની સંભાવના ઓછી થાય છે.

  આ પણ વાંચો:જાણી લો હોટલની કઇ-કઇ વસ્તુઓ ગંદી હોય છે

  શ્વાસ લેવાની તકલીફ દૂર થાય છે અને બોડીમાં ગરમાવો રહે છે


  જો કે રમ અને બ્રાન્ડી પીનારા લોકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. પીનારા લોકોનો દાવો છે કે બ્રાન્ડી અને રમ પીવાથી શરીરમાં અંદર ગરમાવો રહે છે. જો કે ત્યાં સુધી દાવો કરવામાં આવ્યો છે કે બાળકોને મધમાં બ્રાન્ડી મિક્સ કરીને આપવામાં આવે તો એમની બોડીમાં ગરમાવો રહે છે. આ સાથે જ શ્વાસ લેવાની તકલીફ દૂર થાય છે.

  જાણો સાયન્સ શું કહે છે


  રમ અને બ્રાન્ડીને લઇને જેટલા પણ દાવો કરવામાં આવ્યા છે એમાં કોઇ વૈજ્ઞાનિક આધાર નથી. આ દાવાઓને સમજવા માટે સર ગંગારામ હોસ્ટિપટલના મેડિસીન વિભાગના કો.ચેરમેન અતુલ કક્કડ સાથેની વાતમાં જાણવા મળ્યુ કે, ‘મેડિકલમાં કોઇ પણ ડોક્ટર રમ અને બ્રાન્ડી પીવાની સલાહ આપતા નથી. આ સાથે જે દર્દીઓને છાતીમાં કફ હોય એમને તો આ ડ્રિંક પીવાની ચોખ્ખી ના પાડવામાં આવે છે.’ ડો.અતુલ આ વિશે વધુમાં જણાવે છે કે, આ ટાઇપના દર્દીઓની ઇમ્યુનિટી આમ પણ નબળી હોય છે.

  ડો.કક્કડ આ વિશે જણાવે છે કે, દર્દીઓ એ માટે આલ્કોહોલ લે છે જેથી કરીને એમને સારી ફિલિંગ આવે, પરંતુ હકીકતમાં આવું કંઇ હોતુ નથી. દર્દીઓને એમ લાગે છે કે આ ડ્રિંક કરવાથી આરામ મળે છે, પરંતુ નુકસાન થાય છે.

  શું હેલ્ધી પર્સન ડ્રિંક કરે તો કોલ્ડ કફ ના થાય?


  આ વાત એકદમ ખોટી છે. એક હેલ્ધી પર્સન સિમીત માત્રામાં આલ્કોહોલ લઇ શકે છે. આનો મતલબ એ નથી કે કોઇ આલ્કોહોલનું સેવન કરે છો તો એમને શરદી તેમજ કફ ના થાય. આ વસ્તુઓને જરા પણ પ્રમોટ કરવી જોઇએ નહીં, આ એક ખોટી વાત છે.


  ચેસ્ટ અને બોન્સ માટે પણ નુકસાનકારક


  આલ્કોહોલ કોઇ પણ બોડી પાર્ટ્સ માટે સારું સાબિત થતુ નથી. આનાથી ઇમ્યુનિટી નબળી થાય છે. આલ્કોહોલ ચેસ્ટ અને બોન્સ માટે સારું છે એ વાત કહેવી તદન ખોટી છે. સાચું તો એ છે કે આલ્કોહોલ એક રિસ્ક ફેક્ટર છે જેનાથી ઓસ્ટોપેનિયા (osteopenia) અને ઓસ્ટોપોરોસિસ (osteoporosis) નું જોખમ વધી જાય છે.


  Published by:Niyati Modi
  First published:

  Tags: Drink, Health care tips, Life style

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन