Home /News /lifestyle /ડિલિવરીના 10 દિવસ પહેલાં આ રીતે તૈયાર કરો Maternity બેગ, નહીં તો છેલ્લા ટાઇમે દોડવું પડશે

ડિલિવરીના 10 દિવસ પહેલાં આ રીતે તૈયાર કરો Maternity બેગ, નહીં તો છેલ્લા ટાઇમે દોડવું પડશે

આ રીતે મેટરનિટી બેગ તૈયાર કરો

ideas of maternity bag pack: દરેક સ્ત્રી માટે પ્રેગનન્સીનો સમય સૌથી બેસ્ટ હોય છે. આ સમય દરમિયાન પહેલાંથી લઇને છેલ્લે સુધી અનેક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને આ દિવસોમાં મેટરનિટી બેગ પણ પેકિંગ કરવી પડે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક મહિલાઓ માટે પ્રેગનન્સીનો સમય ખાસ હોય છે. પ્રેગનન્સીના સમયમાં ગર્ભમાં રહેલા બાળકનું ધ્યાન અનેક રીતે રાખવુ પડે છે. આમ, જો વાત કરવામાં આવે તો ઘણાં લોકોને પ્રેગનન્સી જલદી કન્સિવ થઇ જાય છે તો ઘણાં લોકોને સમય કરતા મોડા કન્સિવ થતી હોય છે. એમાં પણ ખાસ કરીની જો વાત કરવામાં આવે તો પ્રેગનન્સી કન્સિવ થાય પછી મોટાભાગની મહિલાઓને ડિલિવરીની ચિંતા રહેતી હોય છે. એવામાં દરેક પ્રેગનન્ટ વુમન્સ કન્ફ્યુઝ હોય છે કે ડિલિવરી સમયે કઇ વસ્તુઓ ખાસ કરીને બેગમાં મુકવી જોઇએ.

    આ પણ વાંચો: મૂળા સાથે આ વસ્તુઓ ખાવાથી હેલ્થને થાય છે નુકસાન

    આમ, જો તમે નવમાં મહિનામાં આ વસ્તુઓ બેગમાં ભરીને મુકી દો છો તો કોઇ તકલીફ પડતી નથી અને તમને છેલ્લા સમયે કામમાં આવે છે. તો જાણો તમે પણ મેટરનિટી બેગમાં ખાસ કરીને શું રાખવુ જોઇએ.

    • મેટરનિટી બેગમાં ખાસ કરીને સૌથી પહેલાં તમે તમારા જરૂરી ડોક્યુમેન્ટસ મુકી દો. ડોક્યુમેન્ટ્સ ડિલિવીર સમયે જોઇએ છે. આ માટે જો તમે બેગમાં ડોક્યુમેન્ટ્સ મુકી દો છો તો છેલ્લા સમયે તમારે હેરાન થવુ પડતુ નથી. આ માટે તમે બેગમાં આધાર કાર્ડ, ઇન્સ્યુરન્સ ફાઇલ બેગમાં મુકી દો.


    આ પણ વાંચો: લિવરને હેલ્ધી રાખવા આ વસ્તુઓનું સેવન કરો



      • ડિલિવરી નોર્મલ થાય કે સિઝેરિયન..તમે તમારી બેગમાં નવમાં મહિનામાં જ મેક્સી ડ્રેસ મુકી દો. આ ડ્રેસ તમે બેગમાં મુકી દો છો તો છેલ્લા ટાઇમે લઇને દોડવું પડતુ નથી. મેક્સી ડ્રેસથી તમને ઉઠવા-બેસવામાં તકલીફ પડતી નથી અને તમે રિલેક્સ ફિલ કરો છો. આ માટે ડિલિવરી સમયે હંમેશા ખુલ્લા કપડા પહેરવા જોઇએ.

      • નવમાં મહિનામાં તમે જ્યારે બેગ પેક કરો ત્યારે ખાસ કરીને મેટરનિટી સેનેટરી પેડ્સ મુકી દો. ડિલિવરી પછી બ્લિડિંગ થતુ હોય છે ત્યારે તમને આ પેડ્સ બહુ કામમાં આવે છે. આ માટે તમે ડોક્ટરની સલાહ લઇને પણ એ ટાઇપના પેડ્સ બેગમાં રાખી શકો છો.






    • મેટરનિટી બેગમાં તમે પેન્ટી મુકો, પરંતુ આ પેન્ટી તમે એવી મુકો જે ખુલ્લી હોય અને પહેરવામાં આરામદાયક હોય. આ સાથે જ ખાસ એ ચેક કરો કે પેન્ટીનું ઇલાસ્ટિક સારું હોય. ઇલાસ્ટિક ફીટ હોય તો અનેક ઘણું સ્કિનને નુકસાન થાય છે.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Pregnant

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन