Home /News /lifestyle /આ દિવસોમાં રિલેશન રાખવાથી પ્રેગનન્સી કન્સિવ થવાના ચાન્સિસ છે સૌથી વધારે, છોકરીઓ ખાસ જાણો

આ દિવસોમાં રિલેશન રાખવાથી પ્રેગનન્સી કન્સિવ થવાના ચાન્સિસ છે સૌથી વધારે, છોકરીઓ ખાસ જાણો

આ સમયે રિલેશન રાખો

best periods for relation: દરેક સ્ત્રી માટે ગર્ભવતી થવું એ એક ખુશીની પળ હોય છે. આ ખુશીની પળ કોઇ સ્ત્રીને જલદી મળે છે તો કોઇને મોડા મળે છે. ઘણી સ્ત્રીઓને પ્રેગનન્સી સરળ રીતે કન્સિવ થઇ જતી હોય છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: માતા બનવું દરેક મહિલાઓ માટે ખુશીની પળ હોય છે. માતા બનવાની ખુશી કંઇક અલગ જ હોય છે. જ્યારે પણ કોઇ સ્ત્રીને એમ જાણ થાય કે એ પ્રેગનન્ટ છો તો એ વખતની ખુશી કંઇક અલગ જ છે. વાસ્તવમાં મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના બદલાવ થતા હોય છે. જ્યારે કોઇ મહિલા પ્રોટેક્શન વગર રિલેશન રાખે છે તો એના પ્રેગનન્ટ થવાના ચાન્સિસ વધારે હોય છે, પરંતુ પ્રોટેક્શન વગર રિલેશન રાખે અને પ્રેગનન્સી કન્સિવ ના થાય તો એ મહિલા માટે તણાવ ઉભો કરે છે. તો જાણી લો તમે પણ પ્રેગનન્સીની આ પક્રિયા વિશે.

    આ પણ વાંચો: શિયાળામાં ગિલોયનો ઉકાળો પીઓ અને બચો વાયરલથી

    ઓવ્યુલેશનના સમયમાં મહિલા જલદી અને સરળતાથી પ્રેગનન્ટ થઇ શકે છે. મહિલાના અંડાશયમાં એગ બહાર નિકાળવાની પક્રિયાને ઓવ્યુલેશન કહેવામાં આવે છે. આ દર મહિને પિરીયડ્સના બે અઠવાડિયા પહેલા થાય છે. આ દરમિયાન એગ મહિલાના ફેલોપિયન ટ્યૂબમાં પુરુષના વીર્યને મળવાની રાહ જુએ છે અને આ સમયને ફર્ટિલિટી વિન્ડો કહેવામાં આવે છે. આ એ સમય છે જ્યારે મહિલાનું શરીર સૌથી વધારે ફર્ટાઇલ થાય છે. આ સમયમાં રિલેશન રાખવાથી સરળતાથી ગર્ભધારણ થઇ શકે છે.

    પ્રોટેક્શન વગર રિલેશન રાખો


    તમે ઓવ્યુલેશન દરમિયાન પ્રોટેક્શન વગર રિલેશન રાખ્યા છે તો આ સમયમાં સ્પર્મના એગને ફર્ટિલાઇઝ કરવાની પક્રિયા તેજ થાય છે. ઓવ્યુલેશનમાં મહિલાના એગ 12 થી 24 કલાક સુધી ફર્ટિલાઇઝેશનને યોગ્ય હોય છે, જ્યારે શુક્રાણુ ત્રણથી પાંચ દિવસ સુધી મહિલાની અંદર જીવિત રહે છે.

    આ પણ વાંચો: જાણો વિટામીન ડીના શરૂઆતી લક્ષણો અને ઉપાયો

    આ દરમિયાન એગની સાથે પોઝિટિવ રિપ્લાયની રાહ જોવામાં આવે છે. આ માટે જો તમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમય તમારા માટે સૌથી બેસ્ટ છે. એગ જ્યારે એક વાર ફર્ટિલાઇઝ થાય છે તો એ ગર્ભાશયની દીવાલ પર ચોંટી જાય છે જે પછી પ્લેસેન્ટા બનવાનું શરૂ થાય છે.


    પ્રેગનન્સી હોર્મોન્સ


    પ્લેસેન્ટા બન્યા પછી એ કોરિયોનિક ગોનાડોટ્રોપિન (HCG) હોર્મોન્સ રિલીઝ કરે છે જેને પ્રેગનન્સી હોર્મોન્સ કહેવામાં આવે છે. ગર્ભધારણના 10 દિવસ પછી ગર્ભવતી મહિલાઓના બ્લડ અને યુરિનમાં એચસીજી જોવા મળે છે. ઘણાં પ્રેગનન્સી ટેસ્ટ આ હોર્મોનથી ગર્ભાવસ્થા ડિટેક્ટ કરે છે. આ હોર્મોન જ્યારે રિલીઝ થાય ત્યારે સમજી લો તમે પ્રેગનન્ટ છો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Pregnancy

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन