Home /News /lifestyle /પ્રેગનન્સીમાં શેરડીનો રસ પીવાથી ગર્ભમાં રહેલા બાળકને ફાયદો થાય કે નુકસાન? જાણી લો અહીં
પ્રેગનન્સીમાં શેરડીનો રસ પીવાથી ગર્ભમાં રહેલા બાળકને ફાયદો થાય કે નુકસાન? જાણી લો અહીં
શેરડીનો રસ અનેક તત્વોથી ભરપૂર હોય છે.
Benefits Of Sugarcane Juice During Pregnancy: દરેક સ્ત્રી માટે પ્રેગનન્સીનો સમય એક એવો છે જેમાં એ પોતાનું અને ખાસ કરીને ગર્ભમાં રહેલા બાળકનું ધ્યાન અનેક રીતે રાખતી હોય છે. પ્રેગનન્સીમાં દરેક મહિલાઓના મનમાં એ સવાલ થતો હોય છે કે શું આ સમયે શેરડીનો રસ પીવાય કે નહીં?
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: પ્રેગનન્સી દરમિયાન મહિલાઓ અલગ-અલગ પ્રકારે ફૂડ ક્રેવિંગ્સ મહેસૂસ કરતી હોય છે. પ્રેગનન્સી દરમિયાન હેલ્ધી રહેવા માટે મહિલાઓએ શું ખાવું જોઇએ અને શું નહીં એ વિશે જાણવું ખૂબ જરૂરી છે. આ સમય ગાળામાં હેલ્થ અને ગર્ભમાં રહેલા બાળકનું ધ્યાન અનેક રીતે રાખવું જોઇએ. પ્રેગનન્સી દરમિયાન તમારું ડાયટ જ બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં મહત્વનો ભજવે છે. સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો પ્રેગનન્સીમાં મહિલાઓ શેરડીનો રસ પીવો જોઇએ કે નહીં એ વાતને લઇને અનેક રીતે કન્ફ્યૂઝનમાં રહેતી હોય છે. આમ, તમને જણાવી દઇએ કે પ્રેગનન્સીમાં શેરડીનો રસ પીવાથી કોઇ નુકસાન થતુ નથી.
હેલ્થ એક્સપર્ટ અનુસાર પ્રેગનન્સીમાં મીઠાની એટલે કે ગળ્યુ ખાવાની ક્રેવિંગ્સ વધારે થતી હોય છે, પરંતુ આ સમયે તમે વધારે ગળ્યુ ખાઓ છો તો હેલ્થને નુકસાન થાય છે. આ માટે તમે આ ટાઇપની ક્રેવિગ્સને દૂર કરવા માટે શેરડીનો રસ પી શકો છો.
શેરડીના રસમાં આયરન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામીન્સ, સોલ્યુબલ ફાઇબર, એન્ટી ઓક્સિડન્ટ્સ અને ફાઇટોન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે. આમ,જો તમે પ્રેગનન્સીમાં શેરડીનો રસ પીઓ છો તો ગર્ભમાં રહેલા બાળકને ફાયદો થાય છે. તો જાણો તમે પ્રેગનન્સીમાં શેરડીનો રસ પીવાથી હેલ્થને થતા ફાયદાઓ વિશે.
પ્રેગનન્સી સમયે શેરડીનો રસ પીવાથી થતા ફાયદાઓ
કબજીયાતની સમસ્યામાં ફાયદાકારક
મોમ્સ જંક્શન ડોટ કોમ અનુસાર મોટાભાગની પ્રેગનન્ટ મહિલાઓ ઇનડાઇજેશન અને કોન્સ્ટિપેનની સમસ્યા થતી હોય છે. એવામાં તમે શેરડીનો રસ પીઓ છો તો કબજીયાતની સમસ્યામાંથી આરામ મળે છે અને સાથે પેટને સારું રાખવામાં મદદ કરે છે. શેરડીનો રસ પેટ સંબંધિત ઇન્ફેક્શનનો ખતરો પણ ઓછો કરે છે.
પ્રેગનન્સી દરમિયાન સામાન્ય રીતે એનર્જી ઘણી લો થઇ જાય છે, એવામાં એક ગ્લાસ શેરડીનો જ્યૂસ પીઓ છો તો એનર્જી બુસ્ટ કરવામાં મદદ મળી શકે છે. શેરડીનો રસ એક બેસ્ટ એનર્જી બુસ્ટરની સાથે-સાથે બોડીને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે.
સ્ટ્રોંગ ઇમ્યુનિટી
શેરડીના રસમાં એન્ટી ઓક્સિડન્ટ્સ ભરપૂર હોય છે જે ઇમ્યુનિટી બુસ્ટ કરવાની સાથે-સાથે પ્રેગનન્સીમાં શરદી, ઇન્ફેક્શન અને ફ્લૂ જેવી સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે.
ખાસ રાખો આ સાવધાની
પ્રેગનન્સીમાં શેરડીનો રસ પીતા પહેલાં ખાસ કરીને ડોક્ટરની સલાહ લઇ લો.
શેરડીનો જ્યૂસ તમારે વધારે માત્રામાં પીવાનો નથી.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર