Home /News /lifestyle /જલદી મા બનવા ઇચ્છો છો તો ખાસ ફોલો કરો આ ટિપ્સ, ફટાફટ GOOD NEWS મળી જશે

જલદી મા બનવા ઇચ્છો છો તો ખાસ ફોલો કરો આ ટિપ્સ, ફટાફટ GOOD NEWS મળી જશે

મા બનવું દરેકનું સપનું હોય છે.

Pregnancy conceives tips: મા બનવું દરેક સ્ત્રીનું સપનું હોય છે. ગર્ભાવસ્થાનો સમયગાળો એક એવો છે જેમાં સ્ત્રીને કંઇક અલગ જ ફિલિંગ આવે છે. આ સમયે પોતાની કેરમાં ડબલ ગણો વધારો થઇ જાય છે. પરંતુ અનેક સ્ત્રીઓને પ્રેગનન્સી કન્સિવ કરવામાં તકલીફ થતી હોય છે.

વધુ જુઓ ...
Pregnancy conceives tips:  દરેક સ્ત્રીનું સપનું માતા બનવાનું હોય છે. વાત કરવામાં આવે તો ઘણી સ્ત્રીઓને જલદી પ્રેગનન્સી કન્સિવ થતી હોય છે, તો અનેક લોકોને સમય લાગી જતો હોય છે. લગ્ન પછી માતા બનવાનું સપનું સ્ત્રીઓનું હોય છે. પરંતુ ઘણી મહિલાઓને પ્રેગનન્સી કન્સિવ કરવામાં તકલીફ પડતી હોય છે જેના કારણે અનેક ઘણાં સ્ટ્રેસમાં કપલ રહેતુ હોય છે. આ વાત ઘણી સ્ત્રીઓ માટે ડિપ્રેશનનું કારણ પણ બની શકે છે. ગર્ભવતી થવા માટે માત્ર ફિઝિકલ રિલેશન જ નહીં, પરંતુ બીજી અનેક વાતો પણ જરૂરી હોય છે. તો જાણો આ વિશે તમે પણ વધુમાં..

આ પણ વાંચો:લીલા ચણા ખાવાના ફાયદાઓ જાણીને છક થઇ જશો

ઓરેન્જ ક્લીનિકના ગાયનેકોલોજીસ્ટ ડો.ગરિમા શ્રીવાસ્તવે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વીમેન હેલ્થને લઇને જાગરુકતા ફેલાવી છે. ડો.ગરિમા ઘણી વાર વીમેન હેલ્થને લઇને કોઇને કોઇ જાણકારી શેર કરતા હોય છે. એમને એક પોસ્ટના માધ્યમથી જણાવ્યું છે કે તમે જલદી કન્સિવ કરવા ઇચ્છો છો તો તમારે કઇ ટિપ્સ ફોલો કરવી જોઇએ.

વધેલું વજન ઓછુ કરો


વધારે વજન પણ તમારી પ્રેગનન્સી કન્સિવ થવામાં પ્રોબ્લેમ્સ ઉભા કરી શકે છે. આ ગર્ભાવસ્થા દરમિયાન તમને અનેક મુશ્કેલીમાં મુકી શકે છે. જે મહિલાઓનું વજન વધારે હોય છે જે એમને ગર્ભધારણની સંભાવના ઓછી થઇ જાય છે. આ માટે હંમેશા વધતા વજનને કંટ્રોલ કરો.



ફર્ટાઇલ દિવસોમાં ફિઝિકલ રિલેશન રાખો


કન્સિવ કરવા માટે તમે ફર્ટાઇલ દિવસોમાં ફિઝિકલ રિલેશન રાખો. તમારી ફર્ટાઇલ વિન્ડો તમારા માસિક ધર્મ ચક્ર દરમિયાનનો સમય છે જેમાં ગર્ભધારણ કરવાના ચાન્સિસ વધારે હોય છે.

આ પણ વાંચો:તમને પણ જમ્યા પછી પેટમાં દુખાવો અને મરોડ આવે છે?

રિલેશન રાખ્યા પછી 10 મિનિટ રેસ્ટ કરો


ગાયનેકોલોજિસ્ટ ડો.ગરિમા શ્રીવાસ્તવ જણાવે છે કે તમે જલદી કન્સિવ કરવા ઇચ્છો છો તો ફિઝિકલ રિલેશન રાખ્યા પછી તમારે થોડો સમય રેસ્ટ કરવો જોઇએ. ફિઝિકલ રિલેશન રાખ્યા પછી તમે તરત જ સ્નાન કરો છો તેમજ વોશરૂમ જાવો છો તો સ્પર્મ બહાર નિકળી જાય છે. આ માટે 10 મિનિટ સૂઇ રહો. 10 મિનિટ રેસ્ટ કરવાથી શુક્રાણુઓને સાચી દિશામાં જવામાં મદદ મળી શકે છે જેના કારણે પ્રેગનન્સી કન્સિવ થવામાં મદદ મળે છે.
First published:

Tags: Health care tips, Pregnancy