Home /News /lifestyle /પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી પુરુષોની ફર્ટિલિટી થઇ જાય છે ઝીરો, જાણો નહીં તો પિતા બનવાની ઇચ્છા અઘૂરી રહી જશે
પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી પુરુષોની ફર્ટિલિટી થઇ જાય છે ઝીરો, જાણો નહીં તો પિતા બનવાની ઇચ્છા અઘૂરી રહી જશે
અનેક ઘણું નુકસાન થાય છે.
Side effects of plastic bottle: આજનાં આ સમયમાં અનેક લોકો પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી શરીરને અનેક ઘણું નુકસાન થાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં આ સમયમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું સામાન્ય છે. અનેક લોકો રૂટિનમાં પણ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીતા હોય છે. પ્લાસ્ટિક આપણાં સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે અને સાથે આનાથી વાતાવરણ પણ ખરાબ થાય છે. પ્લાસ્ટિક અનેક રીતે બહારના વાતાવરણને અસર કરે છે. પ્લાસ્ટિકમાં અનેક પ્રકારના હાનિકારક ફ્લોરાઇડ, આર્સેનિક અને એલ્યૂમિનિયમ જેવા હાનિકારક રસાયણો હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. એક સર્વ અનુસાર ભારતમાં દર વર્ષે 35 લાખ ટન પ્લાસ્ટિકનો કચરો થાય છે જેના કારણે અનેક બીમારીઓ થઇ શકે છે.
જ્યારે પ્લાસ્ટિકની બોટલ ગરમીમાં રહે છે તો આ પાણીમાં માઇક્રો પ્લાસ્ટિક છોડે છે. આ નાના-નાના પ્લાસ્ટિક કણ હ્મૂમન બોડીને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. શરીરમાં આની માત્રા વધવાથી હોર્મોન અસંતુલન તેમજ લિવર સંબંધીત સમસ્યાઓ થઇ શકે છે.
હાર્ટની બીમારી અને ડાયાબિટીસનુ જોખમ
પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી વ્યક્તિને હાર્ટની બીમારી ઘેરી લે છે. આ સાથે જ ડાયાબિટીસનો શિકાર પણ થઇ શકે છે. પ્લાસ્ટિકમાં રહેલું હાનિકારક કેમિકલ્સ પાણીથી આપણાં શરીરમાં પ્રવેશ કરે છે જેના કારણે ઇમ્યુનિટી સિસ્ટમ નબળી થઇ શકે છે.
આ એક બહુ જરૂરી અને જાણવા જેવી વાત છે. આ પુરુષોને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. તમને જાણીને નવાઇ લાગશે કે લાંબા સમય સુધી પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી પુરુષોમાં સ્પર્મની સંખ્યા ઓછી થઇ શકે છે અને છોકરીઓમાં જલદી ઉંમરની અસર દેખાય છે.
પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી લિવર અને બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના પણ અનેક ઘણી વધી જાય છે. આમ, જો તમે પણ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીઓ છો તો તમારે વિચારવાની જરૂર છે. આમ કરવાથી હેલ્થને એક નહીં પરંતુ અનેક રીતે નુકસાન થાય છે.
(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. gujarati news18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી. અમલ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર