Home /News /lifestyle /એક દિવસમાં કેટલા પિસ્તા ખાવા જોઇએ, શું પિસ્તા ખાવાથી વજન અને કોલેસ્ટ્રોલ વધે છે? જાણો આ વિશે

એક દિવસમાં કેટલા પિસ્તા ખાવા જોઇએ, શું પિસ્તા ખાવાથી વજન અને કોલેસ્ટ્રોલ વધે છે? જાણો આ વિશે

પિસ્તા ખાવાના ફાયદા

Health Tips: દરેક ડોક્ટર ડ્રાય ફ્રૂટ્સ ખાવાની સલાહ આપતા હોય છે. ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી હેલ્થને અનેક રીતે ફાયદાઓ થાય છે. પરંતુ ડ્રાય ફ્રૂટ્સ ખાવાની પણ એક રીત હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સારા સ્વાસ્થ્ય માટે ડોક્ટર પણ ડ્રાય ફ્રૂટ્સ ખાવાની સલાહ આપતા હોય છે. ડ્રાય ફ્રૂટ્સ હેલ્થ અને સ્કિન માટે સૌથી બેસ્ટ છે. કહેવાય છે કે રોજ તમે એક મુઠ્ઠી ડ્રાય ફ્રૂટ્સ ખાઓ છો તો તમે અનેક સમસ્યાઓમાંથી બચી શકો છો. ડ્રાય ફ્રૂટ્સ વિટામીન્સ, પ્રોટીન, મિનરલ્સ અને બીજા અનેક પ્રકારના પોષક તત્વોની ભરપૂર હોય છે. કેટલાક નટ્સ એવા હોય છે જેને લઇને અનેક લોકોના મનમાં પ્રશ્નો થતા હોય છે. ઘણાં લોકો માને છે કે પિસ્તાનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલને વધારે છે. પણ શું ખરેખર આ વાત સાચી છે? તો જાણો આ વિશે તમે પણ વધુમાં...

    આ પણ વાંચો: ઘરેથી ઓફિસનું કામ કરતા હોવ તો ફોલો કરો આ ડાયટ

    શું પિસ્તા ખાવાથી ખરેખર કોલેસ્ટ્રોલ વધે છે?


    શિયાળો સુપર કુલ હોવાથી સુપર ફુડ્સનું સેવન કરવું ખૂબ જરૂરી છે. ડ્રાય ફૂડ્સ તમારી ઇમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે. આ સાથે જ તમે અનેક બીમારીઓથી બચો છો. આ કારણે દરેક લોકોએ સવારમાં બદામ, અખરોટ, મગફળી, કાજુ અને પિસ્તા ખાવા જોઇએ.

    આ પણ વાંચો: આટલું વાંચ્યા પછી ક્યારે નહીં ખાઓ મોમોસ

    પિસ્તા અનેક લોકોના ફેવરિટ હોય છે, પરંતુ પિસ્તા ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે એવું અનેક લોકો માનતા હોય છે. આમ, તમને જણાવી દઇએ કે પિસ્તા ખાવાથી કોલેસ્ટ્રોલ વધતુ નથી પરંતુ તમે વધારે માત્રામાં ખાઓ છો તો તમારું વજન વધી શકે છે. આમ વજન વધવાથી તમે બીજી અનેક બીમારીઓથી પીડાઇ શકો છો.

    પિસ્તાનું સેવન કેટલી માત્રામાં કરવુ જોઇએ


    બજારમાં વધુ પ્રમાણમાં પિસ્તા રોસ્ટેડ અને સોલ્ટેડ મળતા હોય છે. આ પિસ્તાનું સેવન કરવાથી તમારે બચવું જોઇએ કારણકે આ સોલ્ટેડ મીઠામાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે જે હેલ્થને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. આ માટે હંમેશા સાદા પીસ્તા ખાવાનો આગ્રહ રાખો. સાદા પિસ્તા ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે.



    એક દિવસમાં દરેક લોકોએ 50 ગ્રામથી લઇને 80 ગ્રામ સુધી પિસ્તાનું સેવન કરવું જોઇએ. જો તમે દિવસ દરમિયાન આટલાં પિસ્તા ખાઓ છો તો હેલ્થને કોઇ નુકસાન થતુ નથી અને તમે અનેક બીમારીઓથી બચી જાવો છો. તમે બાળકોને પણ પિસ્તા ખવડાવો છો તો તમે સોલ્ટેડ આપશો નહીં. બાળકોને હંમેશા સાદા પિસ્તા એટલે કે નેચરલ પિસ્તા આપવાનો આગ્રહ રાખો જેથી કરીને હેલ્થને કોઇ પ્રોબ્લેમ્સ ના થાય.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन