Home /News /lifestyle /ખાંસી આવે છે તો આ વાતને ના કરો ઇગ્નોર, લંગ કેન્સરનો હોઇ શકે શકે છે સંકેત, જાણી લો મુખ્ય 5 લક્ષણો

ખાંસી આવે છે તો આ વાતને ના કરો ઇગ્નોર, લંગ કેન્સરનો હોઇ શકે શકે છે સંકેત, જાણી લો મુખ્ય 5 લક્ષણો

Symptoms of Lung Cancer: લંગ કેન્સર થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આજની આ ફાસ્ટ લાઇફમાં પોતાની હેલ્થનું ધ્યાન અનેક રીતે રાખવું ખૂબ જરૂરી છે. આમ, જો તમને સતત ખાંસીની સમસ્યા રહે છે તો તમારે ડોક્ટરને બતાવવાની ખાસ જરૂર છે.

Symptoms of Lung Cancer: લંગ કેન્સર થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આજની આ ફાસ્ટ લાઇફમાં પોતાની હેલ્થનું ધ્યાન અનેક રીતે રાખવું ખૂબ જરૂરી છે. આમ, જો તમને સતત ખાંસીની સમસ્યા રહે છે તો તમારે ડોક્ટરને બતાવવાની ખાસ જરૂર છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લંગ્સ આપણાં ચેસ્ટમાં બે ઓર્ગન્સ હોય છે, જે શ્વાસ લઇએ ત્યારે ઓક્સીજનને અંદર લઇ જાય છે અને શ્વાસ છોડીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢે છે. લંગ્સમાં ઘણી વખત કેન્સર જેવી ખતરનાક બીમારી થઇ જાય છે. લંગ કેન્સરમાં સામાન્ય રીતે લક્ષણો દેખાતા નથી જ્યારે એ ફેલ થઇ જાય છે. જો કે કેટલાક કેસમાં શરૂઆતના લક્ષણો નજર આવે છે. આમ, જો તમે આ લક્ષણોને નોટિસ કરો છો અને પછી તરત જ ડોક્ટરની પાસે જાવો છો તો શરૂઆતના સ્ટેજમાં સારવાર થઇ શકે છે અને ઉપચાર પણ સંભવ હોય છે. આમ, જો લંગ કેન્સરના લક્ષણોની વાત કરવામાં આવે તો સતત ખાંસી આવવી એક લક્ષણ હોઇ શકે છે. તો જાણો બીજા 5 લક્ષણો વિશે.

    લંગ કેન્સરના લક્ષણો છે?


    માયોક્લિનિક અનુસાર લંગ કેન્સરનું મોટુ કારણ સ્મોકિંગ માનવામાં આવે છે. જો કે આ કેન્સર એ લોકોને પણ થઇ શકે છે જે લોકો સ્મોકિંગ કરતા હોતા નથી. લંગ કેન્સરના સ્પષ્ટ કારણો વિશે કોઇ જાણકારી મળી શકતી નથી. સતત ખાંસી સિવાય પણ બીજા અનેક પ્રકાર હોય છે. તો જાણો આ વિશે વધુમાં તમે પણ..

    આ પણ વાંચો:વજન ઉતારવા સવારમાં પીઓ આ ડિટોક્સ ડ્રિંક

    શ્વાસ લેવામાં તકલીફ


    તમને ખાંસીની સાથે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે તો આ લંગ કેન્સરનું એક લક્ષણ હોઇ શકે છે. આમ, જો તમને સતત ખાંસી આવે તો તમે આ વાતને જરા પણ ઇગ્નોર કરશો નહીં અને તરત જ ડોક્ટરની સલાહ લો.

    છાતીમાં દુખાવો


    છાતીમાં દુખાવો થવો એ બીજી અનેક સમસ્યાઓના લક્ષણો હોઇ શકે છે, જેમાં લંગ કેન્સર પણ એક શામેલ છે. આ દુખાવો ડીપ બ્રીથિંગ, હસતા સમયે તેમજ બીજી તકલીફોમાં વધારે થઇ શકે છે.

    આ પણ વાંચો:ડાયાબિટીસના લોકો જાણો 5 સારા અને ખરાબ ફળો વિશે

    વજન ઓછુ થવુ


    તમે વજન ઉતારવાની કોશિશ કરતા નથી અને તમારું વજન ઉતરી રહ્યું છે તો આ એક ચિંતાનો વિષય તમારી માટે બની રહે છે. આપોઆપ વજન ઉતારવું પણ લંગ કેન્સરનું એક લક્ષણ હોઇ શકે છે.

    હાડકાઓમાં દુખાવો


    હાડકાઓમાં દુખાવો અને થાક લાગવો એ પણ એક લંગ કેન્સરના લક્ષણોમાંથી એક છે.


    સોજા આવવા


    ચહેરા, ગરદન અને છાતીના ઉપરના ભાગમાં સ્વેલિંગ પણ લંગ કેન્સરના લક્ષણો હોઇ શકે છે. આ સ્થિતિમાં તરત જ મેડિકલ હેલ્પ લેવી ખૂબ જરૂરી છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Cancer, Life style, Lungs

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन