Home /News /lifestyle /ધણી બધી મહિલાઓને આ સમયે શરીર પડવા લાગે છે પીળુ, જાણો અને તરત બતાવો ડોક્ટરને નહીં તો...

ધણી બધી મહિલાઓને આ સમયે શરીર પડવા લાગે છે પીળુ, જાણો અને તરત બતાવો ડોક્ટરને નહીં તો...

આયરનની ઉણપથી થાય છે આ તકલીફ

symptoms of iron: મહિલાઓ દર મહિને પિરીયડસમાં થાય છે. પિરીયડસ સમયે મહિલાઓને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. આ સમય એવો છે જેમાં વધારે બ્લિડિંગ થવાને કારણે આયરનની ઉણપ થઇ શકે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: છોકરીઓ દર મહિને પિરીયડસમાં થતી હોય છે. પિરીયડમાં ઘણી છોકરીઓ બહુ જ હેરાન થતી હોય છે. આ સાથે જ ઘણી છોકરીઓને પિરીયડસ દરમિયાન હેવી બ્લિડિંગ થતુ હોય છે. વધારે બ્લિડિંગ થવાને કારણે શરીરમાં વિકનેસ આવી જાય છે. આ દિવસોમાં એવા છે જેમાં છોકરીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બ્લિડિંગ વધારે થવાને કારણે ચિડીયો સ્વભાવ, નબળાઇ જેવી અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે, જેને એનીમિયા  કહેવામાં આવે છે. આનાથી શરીરના રેડ સેલ્સ અને હિમોગ્લોબિનનું સ્તર બહુ ઝડપથી ઓછુ થાય છે.

    આ પણ વાંચો: આ રીતે લીંબુ અને મીઠુંથી કાળા ગેસના બર્નર સાફ કરી દો

    શરીરમાં હિમોગ્લોબિન આયરન બનાવવામાં મદદ કરે છે. પુરુષો કરતા સ્ત્રીઓમાં આ તકલીફ વધારે હોય છે કારણકે મહિલાઓ દર મહિને પિરીયડ્સમાં થાય છે જેમાં બ્લિડિંગ વધુ પ્રમાણમાં થતુ હોય છે. તો જાણો આ સમયે કેવી રીતે દૂર કરશો આયરનની ઉણપ.

    શરીર પીળુ થવું


    હેવી ફ્લોને કારણે મહિલાઓના શરીરમાં રેડ બ્લડ સેલ્સની ઉણપ થાય છે જેના કારણે એનિમીયા જેવી સમસ્યા થાય છે, જેના કારણે શરીર પીળુ દેખાવા લાગે છે. આ પીળાશ સ્કિન, હોંઠ, આંખોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. 40 થી 50 ટકા કેસમાં આયરનની ઉણપથી શરીર પીળુ પડવા લાગે છે. તમને શરીરમાં આ તકલીફ થાય છે તો તમે ડોક્ટરને બતાવો.

    આ પણ વાંચો: ખંજવાળ આવવી આ જીવલેણ બીમારીનો છે સંકેત!

    હાર્ટ ડિસીઝનું જોખમ


    અનિયમિત હાર્ટ બીટ, હાર્ટ નબળુ પડવુ તેમજ હાર્ટ ફેલ થવા પાછળ ક્યાંકને ક્યાંક આયરનની ઉણપ જવાબદાર હોય છે. આયરનની ઉણપથી હાર્ટને પ્રોપર બ્લડ ફ્લો અને ઓક્સિજન મળી શકતુ નથી જેના કારણે હાર્ટ ડિસીઝનો ખતરો વધી જાય છે. મોટાભાગની મહિલાઓમાં આયરનની ઉણપ હોય છે જેના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

    શ્વાસ લેવામાં તકલીફ


    આયરનની ઉણપથી શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. ખાસ કરીને ઝડપથી કોઇ કામ કરીએ ત્યારે આ સમસ્યાનો સામનો કરવો પડે છે.


    આ રીતે વધારે બ્લિડિંગમાંથી રાહત મેળવો


    પિરીયડ દરમિયાન તમે વધારે બ્લિડિંગ થાય છે તો તમે સૌથી પહેલાં ડોક્ટરની સલાહ લો. આ પરિસ્થિતિમાં કેટલીક દવાઓથી તમને રાહત થઇ શકે છે. આ સાથે જ પિરીયડસ સમયે તમે દાડમ, બીટ, પાલક, જ્યૂસ જેવી વસ્તુઓનું સેવન વઘારે કરો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Iron, Life style, Periods

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन