Home /News /lifestyle /પિરીયડ્સ સમયે રિલેશન રાખવાથી એક નહીં, પરંતુ થાય છે આટલાં બધા ફાયદાઓ, મોડુ કર્યા વગર જાણી લો જલદી

પિરીયડ્સ સમયે રિલેશન રાખવાથી એક નહીં, પરંતુ થાય છે આટલાં બધા ફાયદાઓ, મોડુ કર્યા વગર જાણી લો જલદી

જાણો પિરીયડ્સ સમયે સેક્સ કરવાના ફાયદા

Relation during periods: છોકરીઓ દર મહિને પિરીયડ્સમાં થાય છે. પિરીયડ્સમાં અનેક ઘણું ધ્યાન છોકરીઓને રાખવું પડે છે. આ સમયમાં ખાસ કરીને રિલેશન રાખવા જોઇએ કે નહીં એ વિશે અનેક સવાલો મનમાં થતા હોય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: છોકરીઓની પિરીયડ્સની સાયકલ દર મહિને હોય છે, પરંતુ ઘણી છોકરીઓને પિરીયડ્સ બહુ ઇરેગ્યુલર આવે છે. પિરીયડ્સમાં અનેક લોકોને રિલેશન રાખવાની ઇચ્છા થતી હોય છે, પરંતુ  આ સમય એક એવો છે જેમાં જાતજાતના વિચારો મનમાં ચાલતા હોય છે કે આ સમયે રિલેશન રાખવાથી કોઇ પ્રોબ્લેમ થાય? જો તમે પણ આવું વિચારી રહ્યા છો અને આ વિશે સતત મનમાં ડર છે તો આ જાણી લેશો તો મનમાંથી અનેક વિચારો આપોઆપ નિકળી જશે.

    આમ, જ્યારે વાત આવે ત્યારે એક સવાલ મનમાં ચોક્કસ એ થાય કે શું પિરીયડ્સ સમયે રિલેશન રાખી શકાય? શું પિરીયડ્સ સમયે રિલેશન રાખવાથી હેલ્થને ફાયદો થાય? આ વાતને લઇને અનેક લોકોના મનમાં પ્રશ્ન થતો હોય છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં...

    આ પણ વાંચો: રાત્રે ઊંઘતા પહેલા આ તેલનાં ટીપાં નાંખો નાભિમાં

    • તમે પિરીયડ્સમાં છો અને તમે રિલેશન રાખવાનું વિચારી રહ્યા છો તો આ કંઇ ખોટુ નથી. પિરીયડ્સ સમયે દરેક છોકરીઓ રિલેશન રાખી શકે છે. તમને જાણીને નવાઇ લાગશે કે પિરીયડ્સ સમયે તમને પીડા થાય છે અને શરીર ખેંચાય છે ત્યારે તમે રિલેશન રાખો છો તો તમને આ સમસ્યામાંથી રાહત થાય છે. રિપોર્ટ્સ અનુસાર પિરીયડ્સ સમયે છોકરીઓના મસલ્સ સંકોચાઇ જાય છે એવામાં જો તમે રિલેશન રાખો છો તો એન્ડોર્ફિન રિલીઝ થાય છે જેના કારણે તમને દુખાવામાંથી રાહત મળે છે.


    આ પણ વાંચો:  રમત-રમતમાં શીખવાડો બાળકોને શેરિંગ કરતા

    • પિરીયડ્સ સમયે છોકરીઓ જલદી ગુસ્સે થઇ જાય છે. આ સમયગાળો એવો છે જેમાં છોકરીઓને બ્લડિંગ વધારે થાય છે અને સાથે દુખાવો પણ થતો હોય છે એવામાં નાની-નાની વાતમાં ગુસ્સો આવવો એ સામાન્ય બાબત છે. આ માટે જ્યારે તમે પિરીયડ્સમાં રિલેશન રાખો છો ત્યારે તમારો ગુસ્સો શાંત થઇ જાય છે અને સાથે તમે રિલેક્સ પણ રહો છો. આ સમયે રિલેશન રાખવાથી તમને માનસિક શાંતિ પણ મળે છે.




    • ઘણી છોકરીઓ પિરીયડ્સ સમયે રિલેશન રાખતી હોતી નથી. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. પિરીયડ્સ સમયે રિલેશન રાખવાથી તમને કંઇક અલગ જ અનુભવ થાય છે અને સાથે તમે આ પળને એન્જોય પણ કરી શકો છો.

    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Periods, Relationship, Sex

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन