Home /News /lifestyle /માઇગ્રેન+માથાના દુખાવાથી કંટાળી ગયા છો? તો આ તેલ લગાવો, તરત જ ફાયદો થઇ જશે

માઇગ્રેન+માથાના દુખાવાથી કંટાળી ગયા છો? તો આ તેલ લગાવો, તરત જ ફાયદો થઇ જશે

ફુદીનાનું તેલ અસરકારક છે.

Benefits of peppermint oil: ફુદીનાનું તેલ સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. આ તેલ તમને માઇગ્રેનની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે. આ તેલના એક ટીપાંથી તમને માથાના દુખાવામાંથી રાહત થઇ જાય છે.

Peppermint oil benefits: તમને લાંબા સમય સુધી માથાના દુખાવો રહે છે અને સાથે માઇગ્રેનની સમસ્યાથી તમે કંટાળી ગયા છો તો ફુદીનાનું તેલ તમારા માટે ફાયદાકારક છે. આ તેલ તમને આ સમસ્યામાંથી છૂટકારો અપાવે છે. આમ, તમે અનેક પ્રકારની દવા કરો છો તો પણ કોઇ ફરક પડતો નથી આ તેલ તમારા માટે ફાયદાકારક છે. આ તેલ ફુદીનાના પાનના અર્કમાંથી તૈયાર કરવામાં આવે છે. આ તેલ તમે સ્કિન પર એપ્લાય કરો છો તો પણ અનેક ફાયદાઓ થાય છે.

આ પણ વાંચો:મિનિટોમાં લિવરની ગંદકી સાફ કરવા ખાઓ આ ફૂડ્સ

ઇન્ડિયન એક્સપ્રેસ ડોટમાં છાપેલી એક ખબર અનુસાર વર્ષ 2019માં એક અધ્યયનમાં જાણવા મળ્યુ કે ફુદીનાના તેલનું એક ટીપું લેનારા 20 ટકા વ્યક્તિઓને માથાના દુખાવાની તિવ્રતા ઓછી થઇ ગઇ. ફુદીનાના તેલનો ઉપયોગ એક પ્રાકૃતિક ઉપચારના રૂપમાં કરવામાં આવે છે.

આ તેલ સોજો, અપચો અને પેટમાં દુખાવામાંથી રાહત અપાવે છે. સંશોધન પરથી એ વાતની જાણ થઇ છે કે આ ઓઇલ પેટમાં દુખાવો, દસ્ત અને કબજિયાતની સમસ્યામાંથી રાહત અપાવીને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમમાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો:સલાડમાં ઉપરથી મીઠું નાખવાની આદત છે?

એક્સપર્ટ અનુસાર આ ઓઇલ પેટ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આ ગેસની સમસ્યાઓમાંથી રાહત અપાવે છે. આ સાથે જ ફુદીનાના તેલમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણનો પ્રભાવ હોય છે.


માથાનો દુખાવો અને માઇગ્રેનમાંથી રાહત અપાવે


ફુદીનાના તેલનો ઉપયોગ માથાનો દુખાવો અને માઇગ્રેનમાંથી રાહત અપાવે છે. આમ, તમને જ્યારે પણ માથુ દુખે છે ત્યારે તમે માથા પર ફુદીનાનું તેલ લગાવો. આમ કરવાથી તમને રાહત થઇ જશે. આ સાથે જ તમને માઇગ્રેનની તકલીફ છે તો તમે ફુદીનાના તેલનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. ફુદીનાનું તેલ તમારા ચહેરા પરના ખીલ પણ દૂર કરે છે. આ તેલ તમે સરળતાથી ઘરે પણ બનાવી શકો છો. આ સાથે જ તમને બહાર પણ આ તેલ મળી રહે છે.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે. ગુજરાતી ન્યૂઝ18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:

Tags: Health care tips, Life Style News, Migraine