Home /News /lifestyle /Peeing Mistakes: યુરિન પાસ કરતી વખતે કંઇક આવું કરવાથી થાય છે અનેક તકલીફો, જાણો નહીં તો..
Peeing Mistakes: યુરિન પાસ કરતી વખતે કંઇક આવું કરવાથી થાય છે અનેક તકલીફો, જાણો નહીં તો..
યુરિન પાસ થવુ ખૂબ જરૂરી છે.
Peeing mistake: દરેક વ્યક્તિ માટે યુરિન પાસ થવુ ખૂબ જરૂરી છે. યુરિન પ્રોપર રીતે પાસ થાય છે તો કિડનીને લગતી તકલીફો તેમજ બીજા અનેક પ્રકારના ઇન્ફેક્શનથી બચી શકાય છે. પરંતુ મોટાભાગના લોકો પેશાબ કરતી વખતે આ ભૂલો કરતા હોય છે.
Peeing Mistakes: યુરિન પાસ કરવું એ આપણી ડેઇલી એક્ટિવિટીનો એક ભાગ છે. શરીરમાંથી યુરિન પાસ થવુ ખૂબ જરૂરી હોય છે. અનેક લોકોને યુરિન પાસ કરવામાં સમસ્યા થતી હોય છે. યુરિન પાસ કરવાથી શરીરમાંથી ખરાબ કચરો બહાર નિકળી જાય છે. મોટાભાગના લોકોને યુરિન પાસ કરવાની સાચી રીતની જાણ હોતી નથી જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે તમે સાચી રીતે યુરિન પાસ કરતા નથી તો તમે યુરિનરી અને બ્લેડર સંબંધિત બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.
તો આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવીશું જે તમને અંદરની સાઇડ ઇન્ફેક્શન કરે છે. તો જાણો તમે પણ પેશાબ કરતી વખતે કઇ ભૂલો ના કરવી જોઇએ.
સામાન્ય રીતે લોકો અનેક સમય સુધી યુરિનને રોકી રાખતા હોય છે. તમે પણ જાણતા-અજાણતા આવી ભૂલ કરો છો તો તમે અનેક પ્રકારના ઇન્ફેક્શનની ઝપેટમાં આવી શકો છો. આ તમારા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. યુરિનને રોકી રાખવાખી કિડની પર પ્રેશર વધે છે અને સાથે જ કિડનીને ખરાબ કરી શકે છે. આ કારણે ભવિષ્યમાં કિડની સંબંધિત સમસ્યાઓ થવાના ચાન્સિસ વધી જાય છે.
બ્લેડર પૂરી રીતે ખાલી કરવાની આદત પાડો
અનેક લોકો યુરિન પાસ કરતી વખતે ઉતાવળ કરી બેસતા હોય છે. પરંતુ આ ટાઇપની ઉતાવળ કરવાથી બ્લેડર પૂરી રીતે ખાલી થતુ નથી જેના કારણે યુરિન ઇન્ફેક્શન થવાના ચાન્સિસ વધી જાય છે. આ ટાઇપની સમસ્યા ઘણી વાર પુરુષોને પણ થઇ શકે છે.
થોડી-થોડી વારમાં તમે યુરિન પાસ કરો છો તો ઘણું ખતરનાક સાબિત થઇ શકે છે. આમ કરવાથી બ્લેડર સારી રીતે યુરિનને ભેગુ કરી શકે નહીં. સામાન્ય રીતે બ્લેડરમાં 450 થી 500ml સુધી યુરિન ભેગુ થાય છે. પરંતુ તમે અડધો કલાક તેમજ એક કલાકમાં યુરિન માટે જાવો છો તો બ્લેડર બહુ ઓછી માત્રામાં યુરિન ભેગુ કરી શકે છે જેના કારણે બ્લેડર સરખી રીતે કામ કરી શકતુ નથી.
યુરિન ઇન્ફેક્શન થવુ
મહિલાઓને આ સમસ્યા વઘારે થતી હોય છે. આ ઇન્ફેક્શન ત્યારે થાય છે જ્યારે યુરિન પાસ કરતી વખતે દર્દનો સામનો કરવો પડે છે. આ માટે તમને યુરિન પાસ કરતી વખતે દુખાવો થાય છે તો તમે તરત જ ડોક્ટર પાસે જાવો અને સલાહ લો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર