Home /News /lifestyle /બાળકને નાકમાં આંગળી નાખવાની આદત છે? તો જાણો આ પાછળનું સાચુ કારણ અને અજમાવો આ ટિપ્સ
બાળકને નાકમાં આંગળી નાખવાની આદત છે? તો જાણો આ પાછળનું સાચુ કારણ અને અજમાવો આ ટિપ્સ
આ આદતથી ઇન્ફેક્શન થઇ શકે છે.
How to stop nose picking: ઘણી આદતો એવી હોય છે જેના કારણે અનેક વાર આપણે શરમમાં મુકાઇ જઇએ છીએ. આમ, વાત કરવામાં આવે તો અનેક નાના બાળકોને નાકમાં આંગળી નાખવાની આદત હોય છે. તો જાણો આ પાછળનું કારણ અને અજમાવો આ ટિપ્સ.
Why do kids nose picking: શું તમે પણ તમારું બાળક નાકમાં આંગળી નાખવાની આદતથી કંટાળી ગયા છો? શું તમે પણ આદતથી શરમ અનુભવો છો? આમ, આ વાતનો જવાબ હા છે તો આ ટિપ્સ તમારા માટે બહુ કામની છે. આમ વાત કરવામાં આવે તો અનેક બાળકોને નાકમાં આંગળી નાખવાની આદત હોય છે. જો કે આ આદત પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આમ, તમારા બાળકને પણ આવી આદત છે તો ખાસ કરીને જાણો આ પાછળના કારણો અને સાથે જાણો આ સમસ્યામાંથી કેવી રીતે બહાર આવશો.
નાકમાં આંગળી નાખવા પાછળનું સૌથી મોટુ કારણે અંદરથી સાફ કરવાનું હોય છે. તેમ છતા અનેક બાળકો સતત કોઇ પણ કારણોસર નાકમાં આંગળી નાખતા હોય છે. આ ખરાબ આદતને કારણે નાકમાં બેક્ટેરિયા અને બીજા કીટાણુંઓ પ્રવેશ છે જેના કારણે સંક્રમણ અને બીજી બીમારી ફેલાવવાનું જોખમ વધારે હોય છે.
વર્ષ 2018માં યુરોપિયન રેસ્પિરેટરી જર્નલમાં પ્રકાશિત એક અધ્યયન અનુસાર નોઝ પિકિંગની આદતથી નિમોનિયાના બેક્ટેરિયા ફેલાવવાની સાથે-સાથે નાકની અંદર ઇન્જરી થઇ શકે છે, જેના કારણે ઇન્ફેક્શન, નાકમાંથી લોહી તેમજ ફોલ્લીઓ થઇ શકે છે. આ તકલીફો જ્યારે નાકમાં થાય ત્યારે રિકવર થવામાં સમય લાગે છે. આ માટે બાળકને આ આદત છોડાવવી ખૂબ જરૂરી છે.
આ રીતે આદત છોડાવો
બાળક જ્યારે નાકમાં આંગળી નાખે ત્યારે એને આ આદત છોડાવા માટે એને સતત કોઇ કામમાં વ્યસ્ત રાખો. આ સાથે જ બાળક પર ગુસ્સે થશો નહિં પરંતુ એમને શાંતિથી સમજાવો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર