Home /News /lifestyle /નાના ભૂલકાઓને વાળમાં કાંસકો ફેરવતા પહેલાં ખાસ રાખો આ ધ્યાન, સાથે જાણો ફાયદાઓ

નાના ભૂલકાઓને વાળમાં કાંસકો ફેરવતા પહેલાં ખાસ રાખો આ ધ્યાન, સાથે જાણો ફાયદાઓ

નાના બાળકોની સ્કિન બહુ નાજુક હોય છે.

combing infant hair precautions: નાના બાળકોની સ્કિન બહુ સેન્સેટિવ હોય છે. આ માટે સ્કિન કેરમાં અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. ખાસ કરીને જ્યારે વાળમાં કાંસકો ફેરવો ત્યારે અનેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે.

Combing infants hair precautions: નાના ભૂલકાઓ બહુ નાજુક હોય છે. આ માટે નાના ભૂલકાઓનું ધ્યાન અનેક રીતે રાખવુ પડે છે. ખાસ કરીને સ્કિનથી લઇને હેલ્થનું ખૂબ ધ્યાન રાખવાનું હોય છે. આ સેન્સેટિવ સ્કિન પર તમે પ્રોપર ધ્યાન આપતા નથી તો અનેક ઘણું નુકસાન થઇ શકે છે. આ વાતને લઇને સવાલ એ થાય છે કે નાના ભૂલકાઓને વાળમાં કાંસકો ફેરવવાથી શું લાભ થાય છે. આ સાથે જ શું ખાસ ધ્યાન રાખવુ જોઇએ. આમ, જો તમે આ રીતે પ્રોપર ધ્યાન રાખશો અને લાભ જાણી લેશો તો અનેક ફાયદા થશે.

આ પણ વાંચો:ડાયાબિટીસના દર્દીઓને આંખોનો રોગ ગંભીર, ખાસ જાણો

બાળકોના વાળમાં કાંસકો ફેરવતી વખતે રાખો આ ધ્યાન


નવજાત બાળકોના વાળમાં જ્યારે પણ તમે કાંસકો ફેરવો ત્યારે ખાસ કરીને સૌથી પહેલાં બહુ વજન આપશો નહીં. હળવા હાથે કાંસકો ફેરવો. એક વાત હંમેશા ધ્યાનમાં એ રાખો કે બાળકોના સ્કેલ્પ બહુ નાજુક હોય છે. આ સાથે જ સોફ્ટ બ્રિસલના હેર બ્રશનો ઉપયોગ કરો. આ માટે હંમેશા પહેલાં તેલ લગાવીને પછી કાંસકો ફેરવો. આમ, બાળકોના સ્કેલ્પ પર કોઇ સમસ્યા છે તો ડોક્ટરનો સંપર્ક કરો.

આ ફાયદાઓ થાય છે


સારી ઊંધ


તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે તમે બાળકોના વાળમાં કાંસકો ફેરવો છો તો એમને આરામ મળે છે અને સાથે ઊંઘ પણ મસ્ત આવે છે. આ સાથે રક્ત પ્રવાહ પણ સારો થાય છે.

આ પણ વાંચો:આ રીતે નાકમાં ઘી નાખો અને નસકોરા બોલતા બંધ કરો

હેર ગ્રોથ


સોફ્ટ બ્રિસલના બેબી બ્રશની મદદથી તમે વાળમાં કાંસકો ફેરવો છો તો બ્લડ ફ્લો સારો થાય છે જેના કારણે વાળનો ગ્રોથ ઝડપી વધે છે.

ગ્રુમિંગ


બાળકોના સ્કેલ્પ પર દરરોજ તમે કાંસકો ફેરવો છો તો ગ્રુમ કરવામાં ફાયદો થાય છે. આ સાથે જ લુક પણ મસ્ત મળે છે.


ક્રેડલ કેપની સમસ્યા દૂર થાય


નવજાત બાળકોના વાળમાં કાંસકો ફેરવવાથી ક્રેડલ ક્રેપની સમસ્યામાં ફાયદો થાય છે. ક્રેડલ ક્રેપ બાળકોના સ્કિન પર થતી એક સમસ્યા છે જેમાં એમના સ્કેલ્પ પર પોપડી જામી જાય છે અને ડ્રાયનેસ આવી જાય છે.
First published:

Tags: Child, Dry skin, Health care tips, Parenting Tips