Home /News /lifestyle /કિડનીના દર્દીઓ રોજ પપૈયાનું સેવન કરો, જાણો કયા સમયે ખાશો, થશે અઢળક ફાયદાઓ
કિડનીના દર્દીઓ રોજ પપૈયાનું સેવન કરો, જાણો કયા સમયે ખાશો, થશે અઢળક ફાયદાઓ
પપૈયુ બીજી અનેક બીમારીઓ દૂર કરે છે.
Papaya Benefits For Kidney Patients: કિડનીના દર્દીઓ માટે પપૈયુ સૌથી બેસ્ટ છે. પપૈયુ ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. આમ, જો તમને કિડનીની તકલીફ છે તમારે રોજ એક પ્લેટ પપૈયુ ખાવું જોઇએ. પપૈયું બીજી અનેક બીમારીઓ માટે બેસ્ટ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કિડની સાથે સંકળાયેલી બીમારીઓમાં ખાવા-પીવાની બાબતોમાં અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઇએ. આ બીમારીમાં એવા ફૂડ્સનું સેવન કરવું જોઇએ જે કિડનીને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. કિડની સાથે જોડાયેલી બીમારીઓમાં ખરાબ જીવનશૈલી અને અસંતુલિત ખાનપાન મહત્વનો ભાગ ભજવે છે. ડોક્ટર પણ કિડનીની બીમારીઓમાં દર્દીઓને પોટેશિયમથી ઓછી માત્રાવાળા ફૂડ્સનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. કિડનીના દર્દીઓને ફળ અને શાકભાજીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.
ફળ અને શાકભાજીનું સેવન કરવાથી તમારી કિડનીને ફાયદો થાય છે. જો કે કિડનીનું કામ શરીરમાં રહેલા ટોક્સિક પદાર્થોને ફિલ્ટર કરે છે. કિડનીની બીમારીમાં કિડનીને હેલ્ધી રાખવા માટે પપૈયાનું સેવન કરવાથી અનેક લાભ થાય છે. તો જાણો આ વિશે વિસ્તારથી..
કિડનીના દર્દીઓને પપૈયુ ખાવાથી થતા ફાયદાઓ - Benefits Of Papaya For Kidney Patients
કિડનીની બીમારીમાં પપૈયુ ખાવાથી હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. પપૈયામાં રહેલા ગુણો કિડનીને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આ સાથે જ શરીરમાં કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ તેમજ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યામાં ફાયદાકારક છે. તમને હાઇ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા છે તો પણ કિડની ખરાબ થઇ શકે છે.આ સિવાય જે લોકોની ફેમિલી હિસ્ટ્રીમાં ડાયાબિટીસ અને હાઇપરટેન્શન છે એમને કિડની ફેલ થવાના ચાન્સિસ વધારે હોય છે.
પપૈયામાં રહેલું પોટેશિયમની માત્રા કિડનીમાં રહેલા વિષાક્ત પદાર્થોને બહાર નિકાળવામાં ફાયદાકારક છે. આ સિવાય પપૈયુ ખાવાથી બ્લડમાં યુરિક એસિડની માત્રા વધારે વધતી નથી. ઘણાં સંશોધન અને અધ્યયનો પરથી જાણવા મળ્યુ છે કે પપૈયાના બી કિડની માટે અનેક રીતે ફાયદાકારક છે. આ સિવાય પપૈયામાં નેફ્રોપ્રોટેક્ટિવ ફાઇટોકેમિકલ્સ હોય છે જે કિડનીના ફેલિયર અને કિડનીને ડેમેજ થવાથી બચાવે છે.
કિડનીના દર્દીઓ આ રીતે પપૈયાનું સેવન કરો
કિડનીના દર્દીઓ માટે પપૈયુ સૌથી વધારે ફાયદાકારક છે. તમે આનું સેવન કોઇ પણ રીતે કરી શકો છો. પપૈયાનું સેવન તમે સવારમાં નાસ્તાના સમયે, બપોરે લંચમાં તેમજ સાંજના સમયે કરો છો તો સૌથી બેસ્ટ છે.
આ સિવાય તમે તમારા ડાયટમાં બીજી અનેક રીતે પપૈયાને સામેલ કરી શકો છો. પપૈયાનો શેક બનાવીને તમે પણ પી શકો છો, જે હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. આમ, જો તમે સવારના નાસ્તામાં પપૈયુ ખાઓ છો તો સૌથી બેસ્ટ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર