Home /News /lifestyle /ઠંડીમાં સંતરા ખાવાથી શરદી-ખાંસી થાય? બીમાર પડાય? જાણી લો આ વિશે સાચી માહિતી
ઠંડીમાં સંતરા ખાવાથી શરદી-ખાંસી થાય? બીમાર પડાય? જાણી લો આ વિશે સાચી માહિતી
સંતરામાં વિટામીન સી ભરપૂર હોય છે.
Orange Benefits in Winter Season: ઠંડીની સિઝનમાં સંતરા બજારમાં મસ્ત આવતા હોય છે. સંતરા જોતાની સાથે જ ખાવાની ઇચ્છા થઇ જાય છે. પરંતુ અનેક લોકો એવું વિચારતા હોય છે કે સંતરા ઠંડીમાં ખાવાથી શરદી-ખાંસી થાય, પરંતુ શું આ વાત સાચી છે?
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝનમાં સંતરા અનેક લોકો ખાતા હોય છે. આ સાથે જ અનેક લોકો સંતરાથી દૂર રહેતા હોય છે. અનેક લોકો એવું વિચારતા હોય છે કે સંતરા ઠંડીમાં ખાવાથી શરદી-ઉધરસ તેમજ સુકી ખાંસી જેવી સમસ્યા થઇ શકે છે. જો કે આ વાત એકદમ ખોટી છે. ઠંડીની સિઝનમાં સંતરા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે સંતરા ઠંડીમાં ખાવાથી દવા કરતા પણ વધારે કારગર સાબિત થાય છે. સંતરામાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે ઠંડીમાં તમને ફિટ અને તંદુરસ્ત રાખે છે. રોજ એક સંતરુ ઠંડીમાં ખાવાથી અનેક ફાયદો થાય છે.
તમે સંતરાનું સેવન અનેક રીતે કરી શકો છો. તમે સંતરાને છોલીને ખાઇ શકો છો તો આ સાથે જ્યૂસ કાઢીને પી શકો છો. તમારી ઇમ્યુનિટી મજબૂત છે તો દિવસની શરૂઆત ઓરેન્જ જ્યૂસથી કરી શકો છો. જેરુશલમ પોસ્ટના રિપોર્ટ અનુસાર સંતરામાં વિટામીન સી, પોટેશિયમ, કોલાઇન, વિટામીન એ, ફાઇબર, ફોલિક એસિડ, વિટામીન બી અને શક્તિશાળી એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે. આનાથી તમારું શરીર મજબૂત બને છે અને હેલ્ધી રહેવામાં મદદ મળે છે. તો જાણી લો તમે પણ સંતરાના આ અઢળક ફાયદાઓ વિશે.
જાણો સંતરાના અઢળક ફાયદાઓ
ઇમ્યુનિટી મજબૂત થાય
એક સંતરામાં લગભગ 50 મિલીગ્રામ વિટામીન સી હોય છે, જે ઇમ્યુનિટીને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આનાથી શરદી, ખાંસી તેમજ સિઝનલ ફ્લૂથી બચાવ કરવામાં મદદ મળે છે. વિટામીન સી એક મહત્વપૂર્ણ એન્ટી ઓક્સીડન્ટ્સના રૂપમાં કામ કરે છે જે વ્હાઇટ બ્લડ સેલ્સનું પ્રોડક્શન વધારવામાં મદદ કરે છે. સંતરામાં એન્ટી વાયરલ અને એન્ટી સેપ્ટિક ગુણ હોય છે.
કોલેજનના ઉત્પાદનમાં વિટામીન સી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. વર્ષ 2007માં પ્રકાશિત એક અધ્યયનમાં જાણવા મળ્યુ કે વિટામીન સીથી ભરપૂર ખોરાક તમારી સ્કિન પરની કરચલીઓ દૂર કરે છે. તમારા લુકને યંગ બનાવી રાખવામાં સંતરાનું સેવન અનેક રીતે ફાયદાકારક છે.
આંખો હેલ્ધી રહે
જેમ-જેમ ઉંમર વધતી જાય છે એમ-એમ આંખો નબળી થવા લાગે છે. આમ, જો તમારું ખાનપાન સારું હોય તો લાંબા સમય સુધી આંખો હેલ્ધી રહે છે. સંતરાને ડાયટમાં તમે એડ કરો છો તો ડિઝનરેશન નામના કન્ડીશનથી બચી શકો છો. મેક્યુલર ડિઝનરેશનને કારણે આંખોની રોશની ઓછી થાય છે અને આંઘળાપણાંની સમસ્યા થઇ શકે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર