ઝુમ્બા વર્કઆઉટ કરવાથી ઓછો થાય છે તણાવ, જાણો તેના અન્ય ફાયદાઓ

જ્યારે તમારો મૂડ સારૂ હશે તો તેનાથી તમારો તણાવ પણ ઓછો થશે.

જ્યારે તમારો મૂડ સારૂ હશે તો તેનાથી તમારો તણાવ પણ ઓછો થશે.

  • Share this:
શરીરને સ્વસ્થ રાખવા માટે લોકો ઘણા પ્રકારના વર્કઆઉટ કરે છે. અમુક લોકો જીમ(GYM) જઇને હાર્ડ વર્કઆઉટ કરવાનું પસંદ કરે છે, તો અમુક લોકો ઘરે જ હળવી કસરતો(Exercise) કરે છે. પરંતુ એક વર્કઆઉટ એવું પણ છે જે લોકોને ખૂબ રસપ્રદ લાગે છે. આ વર્કઆઉટને ઝુમ્બા વર્કઆઉટ(Zumba Workout) કહે છે. ઝુમ્બા વર્કઆઉટ અન્ય વર્કઆઉટ્સની સરખાણીએ ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી મસલ્સ(Muscles) ટોન થાય છે, ફેટ ઓછો થાય છે અને કેલેરી બર્ન કરવામાં મદદ મળે છે. સાથે જ તે શરીરને એનર્જીથી ભરપૂર રાખે છે. તો આવો તમને જણાવીએ ઝુમ્બા વર્કઆઉટ કરવાથી શું-શું ફાયદાઓ થઇ શકે છે.

શું છે ઝુમ્બા વર્ક આઉટ

ઝુમ્બા એક ડાન્સ વર્કઆઉટ છે. સાલસા, હિપહોપ જેવી તમામ ડાન્સ સ્ટાઇલ તેમાં સામેલ હોય છે. આ વર્કઆઉટ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને બીમારીઓથી પણ દૂર રહી શકાય છે.

જોરદાર આવક આપતો બિઝનેસ: મહિને 30 લાખની થશે આવક, સરકાર પણ આપશે સબસીડી

શરીરને મળે છે એનર્જી

ઝુમ્બા વર્કઆઉટ કરતી સમયે શરીર ઝડપથી મૂવ થાય છે. આમ કરવાથી સ્નાયુઓમાં બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને સ્નાયુઓ મજબૂત બને છે. ઝુમ્બા વર્કઆઉટ શરૂ કર્યાના થોડા સપ્તાહમાં જ તમારા શરીરમાં તેના ફાયદાઓ નજર આવશે.

તણાવ ઓછો કરે છે

ઝુમ્બા એક ડાન્સ વર્ક આઉટ છે, જે શરીરને સારું અનુભવવા માટે જવાબદાર હોર્મોન સેરોટોનિનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. જ્યારે તમારો મૂડ સારૂ હશે તો તેનાથી તમારો તણાવ પણ ઓછો થશે. તણાવ ઓછો થવાથી શરીર સ્વસ્થ રહેશે.

TikTok ભારતમાં ફરી આવશે? જાણો આ વખતે કયા નામથી કરશે એન્ટ્રી

બ્લડ પ્રેશર રાખશે કંટ્રોલમાં

ઝુમ્બા વર્કઆઉટ કરવાથી શરીરમાં ઓક્સિજનનું સ્તર વધે છે અને રક્ત ધમનીઓ સ્વસ્થ બને છે. આવી રક્ત ધમનીઓમાં લોહીનો પ્રવાહ સરખી રીતે થાય છે. એટલું જ નહીં પરંતુ જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા છે, તો તે પણ દૂર થશે.કેલેરી બર્ન કરવામાં મદદરૂપ

જ્યારે તમે ઝુમ્બા વર્કઆઉટ કરો છો, ત્યારે શરીરના તમામ મસલ્સ સક્રિય થઇ જાય છે અને હ્યદયના ધબકારા વધી જાય છે. તેને કાર્ડિયો વર્કઆઉટ માનવામાં આવે છે, એવામાં ઝુમ્બા વર્કઆઉટ દ્વારા કેલેરી બર્ન કરવામાં મદદ મળે છે.
First published: