Home /News /lifestyle /Yoga Tips: વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકો ફિટ રહેવા માટે કરો આ 5 યોગાસન

Yoga Tips: વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકો ફિટ રહેવા માટે કરો આ 5 યોગાસન

ઓફિસના કામના તણાવને દૂર કરવા માટે વર્કપ્લેસ યોગ (Yoga)એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

health Tips - ઓફિસના કામના તણાવને દૂર કરવા માટે વર્કપ્લેસ યોગ (Yoga)એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે, આ આસનો બેસીને અથવા કામ દરમિયાન નાનો બ્રેક લઈ તે દરમિયાન કરી શકાય છે

Yoga Tips For Work From Home: છેલ્લા કેટલાક સમયથી કોવિડ-19 (Covid-19) સંકટના કારણે ઘણા લોકોને વર્ક ફ્રોમ હોમ (Work From Home) કરવાની ફરજ પડી રહી છે. જ્યારે તમે ઘરેથી કામ કરો છો, ત્યારે તમારા મનમાં ચિંતા અને તણાવ (Stress)ની સ્થિતિ વધે છે. જ્યારે ઘરેથી કામ કરવાનો અર્થ એ છે કે આપણી પાસે આપણી જાતની સંભાળ લેવા માટે વધુ સમય નથી. જો તમે ખુરશી પર બેસીને કલાકો સુધી તમારા કમ્પ્યુટર સામે કામ કરો છો, તો તમારે ચોક્કસથી વધુ યોગ કરવાની જરૂર છે. જે લોકો ઓફિસના કામમાં ઘણો સમય વિતાવે છે, તેઓને પીઠ અને ગરદનની મોટી સમસ્યા થવા લાગે છે. કર્મચારીઓને આજના કામના વાતાવરણમાં ઘણી અલગ અલગ ડિમાન્ડ સામનો કરવો પડે છે, જે ડિપ્રેશનના વધતા દર, ઓછુ પ્રદર્શન, બગડતી કામગીરી અને ઓછા મનોબળના મુખ્ય કારણ છે.

ઓફિસના કામના તણાવને દૂર કરવા માટે વર્કપ્લેસ યોગ (Yoga)એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. ઈન્ડિયા ડોટ કોમના અહેવાલ અનુસાર, વર્ક ફ્રોમ હોમની વર્તમાન સ્થિતિમાં તમારા ઘરની ઓફિસ સ્પેસમાં યોગાસન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ઘરેથી કામ કરતા લોકો માટે અહીં એક સરળ યોગા દિનચર્યા દર્શાવાઈ છે, જે તમે માત્ર 15 મિનિટમાં કરી શકો છો. આ આસનો બેસીને અથવા કામ દરમિયાન નાનો બ્રેક લઈ તે દરમિયાન કરી શકાય છે. ચાલો જાણીએ આવા 5 વિશેષ યોગાસનો કયા છે.

નેક રોટેશન

ફાયદા- ગરદનમાં જકડાઈ જવાની સમસ્યા ઘટાડે છે.

- આરામની મુદ્રામાં તમારી ખુરશી પર સીધા બેસો.
- ગરદનને જમણી બાજુ ફેરવતી વખતે ઊંડો શ્વાસ લો.
- હવે ધીમે ધીમે શ્વાસ છોડો અને સેન્ટરમાં પાછા આવો.
- હવે શ્વાસ લેતી વખતે ડાબી બાજુ વળો.
- શ્વાસ બહાર કાઢો અને સેન્ટરમાં પાછા આવો.

આ પણ વાંચો - Oral Health Care: પેઢામાંથી લોહી પડવા અને સોજો આવવાની સમસ્યા ચપટી વગાડતા દૂર કરશે આ ઘરેલૂ ઉપાયો

સર્ક્યુલર નેક રોટેશન

ફાયદા- ગરદનમાં જકડાઈ જવાની સમસ્યા ઘટાડે છે.

- તમારી દાઢીને છાતી તરફ નમાવો.
- હવે ઘડિયાળની દિશામાં માથુ ફેરવી અડઘુ વર્તુળ બનાવો અને પાછું મોંઢુ સેન્ટરમાં લાવો.
- આ પ્રક્રિયાને બીજી બાજુ પણ રિપીટ કરો.

પરિવ્રત સુખાસન

ફાયદા- પીઠ અને કરોડરજ્જુમાં ફ્લેક્સિબલિટી વધે છે, સાથે ગરદનની સમસ્યા દૂર કરે છે.

- સામાન્ય ક્રોસ-લેગવાળી સ્થિતિમાં બેસો.
- શ્વાસ લેતી વખતે ડાબા હાથને ઉપર ઉઠાવો.
- શ્વાસ છોડતી વખતે ડાબા હાથને જમણા ઘૂંટણ પર અને જમણા હાથને હિપ પર ટેકો આપો.
- શ્વાસ લેતી વખતે ચહેરો આગળની તરફ કરો અને સેન્ટર તરફ લાવો.
- હવે આ પ્રક્રિયાને બીજી બાજુ પણ રિપીટ કરો.

અર્ધ ઉત્તાનાસન

ફાયદા- પીઠ અને કરોડરજ્જુમાં ફ્લેક્સિબલિટી વધે છે, પગના મસલ્સનો ફેલાવો કરે છે અને બેલેન્સ સુધારે છે.

- બન્ને પગ સાથે જોડી ઉભા રહીને શ્વાસ લો અને હાથને માથા ઉપર ઉઠાવો.
- શ્વાસ બહાર કાઢતી વખતે કમરથી વાળો અને હાથ સીધા કરો.
- શરીરને 90 ડિગ્રીનો કોણ બનાવો.
- થોડીવાર આ સ્થિતિમાં રહો અને શ્વાસ લેતા રહો.

મર્જારિયાસન

ફાયદા- પીઠ અને કરોડરજ્જુમાં ફ્લેક્સિબલિટી વધે છે. બ્લડ સર્ક્યુલેશનમાં સુધાર કરે છે.

- ખુરશી પર સીધા બેસો, જેમાં પગ જમીનને સ્પર્શ કરતા હોય.
- તમારા હાથને તમારા ઘૂંટણ પર રાખો.
- તમારા માથાને પાછળ નમાવતી વખતે શ્વાસ લો અને તમારી કરોડરજ્જુને અંદરની તરફ ઝુકાવો.
- થોડી સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો.
- તમારું માથું નીચું કરતી વખતે, તમારી પીઠને બહારની તરફ ઝુકાવો.
- થોડીક સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો અને પછી આરામ કરો.
First published:

Tags: Benefits of Yogasan, Health News, Work from home