World No Tobacco Day 2021: પરિવારના સભ્યો અને મિત્રોને ધૂમ્રપાન કરવાથી રોકવા માટે અપનાવો આ ટિપ્સ

ધૂમ્રપાન એક મોંઘું વ્યસન છે અને તેની લત વધતી જ જાય છે (Image-shutterstock.com)

યુવાઓને ધૂમ્રપાનના વ્યસનથી બચાવવા માટેની આ ટિપ્સ છે ખૂબ જ કામની, જાણો એક જ ક્લિકમાં

  • Share this:
World No Tobacco Day 2021: તમાકુ (Tobacco)થી સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે જાણકારી હોવા છતા વિશ્વમાં અનેક લોકો તમાકુનું સેવન કરે છે. તમાકુ ખાવાથી સ્વાસ્થ્ય (Health)ને ખૂબ જ નુકસાન થાય છે. અનેક રિપોર્ટ અનુસાર તમાકુનું સેવન કરતા અડધાથી વધુ લોકોનું મોત થઈ જાય છે. એકવાર તમાકુનું સેવન કર્યા બાદ તેની આદત પડી જાય છે. લોકોને તમાકુનું સેવન કરતા રોકવા માટે અને તમાકુના કારણે સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે જાગૃત કરવા માટે વિશ્વભરમાં દર વર્ષે 31 મેના રોજ વર્લ્ડ નો ટોબેકો ડે (World No Tobacco Day 2021) ઉજવવામાં આવે છે. તમારા ઘરના સભ્યો અને મિત્રોને તમાકુની આદતથી બચાવવા માટે અહીંયા કેટલીક જાણકારી આપવામાં આવી છે.

યુવાઓને ધૂમ્રપાનથી બચાવવા માટેની કેટલીક ટિપ્સ

યોગ્ય રીતે સમજાવવનો પ્રયત્ન કરો

કોઈને ધૂમ્રપાન કરવાથી રોકવા માટે તમારે સૌથી પહેલા તમારે ધૂમ્રપાન ન કરવું જોઈએ. અન્ય લોકો માટે રોલ મોડેલ બનો અને ધ્યાન રાખો કે તમારી આસપાસ રહેતો કોઈપણ યુવા તમાકુનું સેવન ન કરે. તમારા બાળકો અને અન્ય લોકો સાથે તમારા અનુભવ શેર કરો અને ધૂમ્રપાનથી થતા નુકસાન અંગે જાણકારી આપો.

બાળકો સાથે ચર્ચા કરો, ડરાવશો નહીં

બાળકોને વઢવા, ધમકાવવાથી અને ડરાવવાથી ક્યારેક ક્યારેક કામ થઈ જાય છે. વારંવાર આ પ્રકારે કરવાથી બાળક જિદ્દી બની જાય છે. જેના કારણે તમે જે વસ્તુ કરવાની ના પાડો છો, તે કામ છુપાઈને કરશે. ઘરમાં એવુ વાતાવરણ ઊભું કરો જેનાથી બાળક તમારી સાથે ડર્યા વગર વાતચીત કરી શકે. આ પ્રકારે તમે બાળકોની આદત વિશે જાણી શકશો અને બાળકોને સાચા-ખોટાની સમજણ પણ આપી શકશો.

આ પણ વાંચો, બાળકોને કોરોના વાયરસથી કેવી રીતે બચાવવા? જાણો સંપૂર્ણ ગાઇડલાઇન

બાળકોને શિક્ષા આપો

બાળકોને માત્ર ધૂમ્રપાન અને તમાકુના સેવનની ખરાબ અસર વિશે જણાવીને અને ડરાવીને તમે નહીં સમજાવી શકો. બાળકો સ્માર્ટ હોવાથી તેમને તેનાથી થતા નુકસાનની જાણકારી આપો અને શા માટે નુકસાન થાય છે તે પણ જણાવો. તમાકુને જાહેરાત કરીને લોકોના જીવની કિંમત કર્યા વગર કેવી રીતે વેચવામાં આવે છે તે જણાવો. નુકસાન શેના કારણે થાય થે તે જણાવીને તમે બાળકને સરળતાથી સમજાવી શકો છો.

આ પણ વાંચો, આ પથ્થરની કિંમત છે 1 અબજ 32 કરોડ રૂપિયા, નાનો ટુકડો પણ બદલી દેશે કિસ્મત

શરીર પર થતી અસરો વિશે જાણકારી આપો

તમાકુના સેવનથી શરીર પર શું અસર થાય છે તે જણાવો. કેવી રીતે તે શરીર પર એકદમ ખરાબ રીતે અસર કરે છે. બાળકોને સમજાવો કે તમાકુનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે, શ્વાસમાંથી દુર્ગંધ આવે છે, દાંત અને હોંઠ ખરાબ થઈ જાય છે. કેન્સર થવાનું પણ જોખમ રહે છે. બાળકોને પૂછો કે શું તે પણ આ તેના શરીરને આ રીતે જોવા ઈચ્છે છે.

ધૂમ્રપાનના ખર્ચ વિશે સમજાવો

ધૂમ્રપાન તેમને સમય જતા મોંઘુ પડી શકે છે. ધૂમ્રપાન પાછળ ખૂબ જ પૈસા બરબાદ થાય છે. બાળકોને પૂછો કે શું તે પણ તેના પૈસા બરબાદ કરવા ઈચ્છે છે. એ પૈસાનો ઉપયોગ તે ટ્રેન્ડી કપડા અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવામાં કરી શકે છે.

ધૂમ્રપાનના તમામ વિકલ્પોથી દૂર રાખો

આજકાલ યુવા વર્ગમાં ઈ-સિગારેટ, હુક્કા, શીશા, વેપ્સ જેવા હાનિકારક વિકલ્પો ખૂબ જ પ્રચલિત છે. બાળકોને સમજાવો કે આ તમામ વસ્તુઓથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આ તમામ વસ્તુઓની ખરાબ અસર વિશે તેમને વિસ્તૃતમાં જાણકારી આપો.

(નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: