મેડિટેશન કરતી વખતે ઊંઘ આવે છે? આવી રીતે મેડિટેશન કરવાથી ઊંઘ દૂર થશે

Image-shutterstock.com

lifestyle news- મેડિટેશનને આરામ કરવા અને તણાવ(Stress) મુક્ત રહેવાની અસરકારક પદ્ધતિ માનવામાં આવે છે

  • Share this:
Get Sleepy When You Meditate: મેડિટેશનને આરામ કરવા અને તણાવ(Stress) મુક્ત રહેવાની અસરકારક પદ્ધતિ માનવામાં આવે છે. મેડિટેશન શાંતિ(Calmness) મેળવવા મદદ કરે છે. પરંતુ કેટલાક કિસ્સામાં તે તમને સુઈ જવા પણ મજબુર કરે છે. ઘણા લોકોને મેડિટેશન કરતી વખતે ગાઢ ઊંઘ આવવા લાગે છે. હેલ્થલાઈનના અહેવાલ મુજબ જો તમે લાંબા સમયથી મેડિટેશન કરતા હશો, તો તમે પણ આ સ્થિતિનો અનુભવ કર્યો હશે. ત્યારે ઊંઘ આવવા અને જાગ્યા રહેવાની સ્થિતિ વચ્ચેના અંતરને કઈ રીતે દૂર કરી શકો? તે અંગે અહીં વિગતો આપવામાં આવી છે. આરામ કરવા, તણાવ ઓછો કરવા અને મેડિટેશન કરતી વખતે કઈ રીતે સતર્ક અને જાગેલા રહી શકો તે અંગે અહીં જણાવવામાં આવ્યું છે.

મેડિટેશન અને ઊંઘ પાછળનું વિજ્ઞાન

મેડીટેશનના કારણે શરીર સ્વસ્થ રહે છે. તેની સાથે ઊંઘની ગુણવત્તા પણ સુધરે છે. વર્ષ 2020માં થયેલા અભ્યાસમાં 11 મિનિટના યોગનિંદ્રા મેડિટેશનના પ્રભાવની તપાસ કરવામાં આવી હતી. તેના રિઝલ્ટમાં 341 લોકોમાં તણાવ ઘટવા, આરોગ્યપ્રદ શરીર અને સારી ઊંઘની ગુણવત્તા જોવા મળી હતી. જ્યારે 430 લોકોમાં કોઈ પરિવર્તન જોવા મળ્યું નહોતું. આ અસર 6 અઠવાડિયા સુધી સ્થિર રહી હતી.

આ પણ વાંચો - Success Story: રસ્તા પર ઝાડુ લગાવનાર સફાઇકર્મી આશા બની RAS અધિકારી

મેડિટેશન કરતી વખતે ઊંઘ શા માટે આવે છે?

- મેડિટેશન અને ઊંઘ વચ્ચે મગજ બ્રેન વેન એક્ટિવિટીનું કામ કરે છે.
- ઊંઘની ઉણપ અથવા દિવસનો થાક
- મેડિટેશન કર્યા પહેલા જમી લેવું
- પથારી કે બેડરૂમમાં મેડિટેશન કરવું
- બીમારી અથવા તણાવમાં ઘટાડો

મેડિટેશન દરમિયાન ઊંઘ ભગાડી જાગવાની ટિપ્સ

- મેડિટેશન પહેલા જમશો નહીં.
- બેડરૂમમાં મેડિટેશન ન કરો.
- શાંત જગ્યાએ મેડિટેશન કરો.
- ગાર્ડનમાં મેડિટેશન કરો, જેથી પક્ષીઓનો કલબલાટથી ઊંઘ ન આવે.
- તમે મેડિટેશન કરતી વખતે વોક કરી શકો છો અથવા એક સ્થાને ઉભા પણ રહી શકો છો.
- પૂરતી ઊંઘ લો. શરીરને પૂરતો આરામ આપો.
- મેડિટેશન બેન્ચનો ઉપયોગ કરો.
- આંખો ખુલ્લી રાખી મેડિટેશન કરો.
- સૌથી વધુ સતર્ક હોવ ત્યારે જ મેડિટેશન કરો.
- આખો દિવસ ભરપૂર પાણી પીવો.
- ઓડિયો સાથે મેડિટેશન કરો.
- નાના સેશન રાખો.
First published: