ત્રીસી વટાવ્યા બાદ સ્વાસ્થ્યને લગતી (Health) કેટલીક તકલીફો સામે આવે છે. 30 વર્ષની ઉંમર બાદ શરીરમાં યુરિક એસિડનું (Uric Acid) લેવલ એકાએક વધી જવાની શક્યતા પણ ઉભી થાય છે. જેથી તજજ્ઞો સલાહ આપે છે કે 30 વર્ષની ઉંમર બાદ રેગ્યુલર ચેક-અપ કરાવવું જોઈએ.
ત્રીસી વટાવ્યા બાદ સ્વાસ્થ્યને લગતી (Health) કેટલીક તકલીફો સામે આવે છે. 30 વર્ષની ઉંમર બાદ શરીરમાં યુરિક એસિડનું (Uric Acid) લેવલ એકાએક વધી જવાની શક્યતા પણ ઉભી થાય છે. જેથી તજજ્ઞો સલાહ આપે છે કે 30 વર્ષની ઉંમર બાદ રેગ્યુલર ચેક-અપ કરાવવું જોઈએ. જો તમારા શરીરમાં એક વાર પણ યુરિક એસિડનું પ્રમાણ વધી જાય તો તકલીફ આજીવન રહી શકે છે. જેના કારણે સંધિવા, સુગર (Sugar), હાર્ટ (Heart), કિડનીના (Kidney) રોગો થવાનું જોખમ પણ વધે છે. આવી સ્થિતિમાં જો તમે વધેલા યુરિક એસિડને નિયંત્રિત કરવા માંગતા હોવ તો તમારે પહેલા યુરિક એસિડના વધવાના લક્ષણોને જાણવા પડશે.
ઉલ્લેખનીય છે કે, શરીર પ્યુરિન નામના કેમિકલના નાના નાના ટુકડા કરી નાંખે ત્યારે યુરિક એસિડ બને છે. બ્લડ ટેસ્ટના માધ્યમથી તેમાં વધારો થયો છે કે નહીં તે શોધી શકાય છે.
જો તમે આ બાબતને લાંબા સમય સુધી નજર અંદાજ કરો તો બ્લડમાંથી તેને ફિલ્ટર કરવામાં કિડનીને તકલીફ પડી શકે છે. પરિણામે લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે. આવી સ્થિતિમાં યુરીક એસિડને કંટ્રોલ કરવા માટે કેટલીક વસ્તુઓ ખાવી જોઈએ. અહીં યુરીક એસિડને કંટ્રોલ કરવા માટે ઘરગથ્થુ ઉપચારો જણાવાયા છે.
1.અજમો
જો તમે વધેલા યુરિક એસિડથી પરેશાન છો, તો તમારે દરરોજ સવારે નરણા કોઠે અજમાનું પાણી પીવું જોઈએ. તેમાં રહેલું ઓમેગા 3 ફેટી એસિડ્સ વધેલા યુરિક એસિડને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
2. ફાયબરથી ભરપૂર ખોરાક
વધેલા યુરિક એસિડને નિયંત્રણમાં લેવા અનાજ, સફરજન, નારંગી અને સ્ટ્રોબેરી જેવા ફાઇબરયુક્ત ખોરાકને તમારા આહારમાં શામેલ કરવા જોઈએ.
3.એપલ વિનેગર
એપલ વિનેગરમાં એન્ટીઓકિસડન્ટ અને એન્ટીઈંફ્લેમેંટરી ગુણ હોય છે. જે શરીરમાં યુરિક એસિડને નિયંત્રિત કરવા મદદ કરી શકે છે. એપલ વિનેગર લોહીમાં પીએચનું સ્તર પણ વધારે છે. જે યુરિક એસિડ ઘટાડવા માટે જરૂરી છે. રાહત મેળવવા એપલ વિનેગરને નવશેકા પાણી સાથે મિક્સ કરીને ખાલી પેટે પીવો.
4.ઘઉંના જવારા
ઘઉંના જવારા પણ યુરિક એસિડને કંટ્રોલમાં રાખવા મદદરૂપ થઇ શકે છે. તેમાં વિટામિન સી, ક્લોરોફિલ અને ફાઈટોકેમિકલ્સનું પ્રમાણ વધુ હોય છે. લીંબુના રસ સાથે બે ચમચી જવારા ભેળવો. સવારે સેવન કરો.
5.ઓલિવ ઓઇલ
ખોરાકમાં ઓલિવ ઓઇલ ઉપયોગ કરી યુરિક એસિડને નિયંત્રિત કરી શકો છો. ઓલિવ ઓઇલમાં વિટામિન ઇ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જે યુરિક એસિડના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. News18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધીત તજજ્ઞનો સંપર્ક કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર